ડાંગરની ખેતી- ભાગ ૨(પાક સરંક્ષણ)

આ લેખના પહેલા ભાગમાં ખેડુતમિત્રોને ડાંગરનો પાક કઇ રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ ભાગમાં ડાંગરના પાક સરંક્ષણ (Rice crop protection) વિશે માહિતી આપવામાં આવેલ છે. તમે આ લેખનો ભાગ – ૧ અહીં જોઇ શકો છો.

rice-crop-image પાક સંરક્ષણનાં પગલાં

ઉનાળું ઋતુમાં ઉષ્ણતામાન વધારે હોવાને કારણે જીવાતનો ઉપદ્રવ જુજ પ્રમાણેમાં જોવા મળે છે. છતાં પણ કોઈ સમયે ચૂસિયાં કે ગાભિમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તે માટે નીચે મુજબનાં પગલાં લેવાં,

(૧) ગાભમારાની ઈચળ ઃ આ ઈચળ નાનું કાણું પાડી થડમાં ઉતરી અંદરનો ગર્ભ કોરી ખાય છે. તેથી વચ્ચેનો પીલો સુકાઈ જાય છે. કંટી આવવાના સમયે ઉપદ્રવ થાય ત્યારે કંટીં સફેદ નીકળે છે. તેમાં દાણા ભરાતા નથી અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આના નિયંત્રણ માટે. (૧) રોપણી વખતે ઘરૂના પાનની ટોચ કાપી નાંખી રોપણી કરવી. (૨) દાણાદાર કીટનાશક દવાઓ જેવી કે કાર્બોફયુરાન ૩જી (૬ થી ૭ કિ.ગ્રા./વિઘું) અથવા ફોરેટ ૧૦જી (૨.૫ કિ.ગ્રા./વિઘું) અથવા કારટેપ ૪જી (પ કિ.ગ્રા./વિઘું) રેતી સાથે મિશ્ર કરી પાણી નિતાર્યા બાદ આપવી. (૩) મોનોક્રોટોફોસ ૩૬ ડબલ્યુએસસી (૦.૭૫ કિ.સ. તત્વ/હે), ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. (૦.૫૦ કિ.સ.તત્વ/હે) અને એસીફેટ ૭૫ એસપી (૦.૫ કિ.સ.તત્વ/હે) પૈકી કોઈ પણ એક કીટનાશક દવાનો વીઘા દીઠ ૭o-૮૦ લીટર દ્રાવણનો છટકાવ કરવો.

(૨) સફેદ પીઠવાળાં યુસિયાં ઃ

આાનાં બચ્ચાં અને પુખ્ત, છોડના થડમાંથી રસ ચૂસે છે. પરિણામે છોડ ધીમે ધીમે સૂકાવા માંડે છે, છોડના પાન પીળાશ પડતાં બદામી અથવા ભૂખરા રંગના થઈ છેવટે સુકાઈ જાય છે. આના નિયંત્રણ માટે ગાભામારાની ઈયળ માટે સુચવેલ દાણાદાર દવાઓ વાપરી શકાય. આ સિવાય,

મોનોક્રોટોફોસ-૩૬ % (૦.૩૭૫ કિ .સ.તત્વ / હે.) + ડી.ડી.વી.પી.-૭૬ ઇ.સી. (૦.૨૫ કિ.સ.તત્વ/હે.), ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. (૦.૫૦ કિ.સ.તત્વ/હે.) અને એસીફેટ-૭૫ એસ.પી. (૦.૫ કિ.સ.તત્વ/હે.) પૈકી કોઈપણ એક કીટનાશક દવાનો છટકાવ કરવો.

સમયસરની કાપણી :

ઉનાળું ડાંગરનો પાક મે માસમાં પાકી જાચ કે તરત જ કાપણી કરી દેવી જોઈએ, દાણા પાકટ થાય પછી જો ડાંગરનો પાક ખેતરમાં ઉભો રહેવા દેવામાં આવે તો કાપણી સમયે પુળા સૂકાવા દઈ ગંજી કરી દેવા અથવા તરત જ ઝૂડી લેવા. જો પાથરા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે.

ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધારવા અંગેના ચાવી રૂપ મુદાઓ

દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતના કેનાલ પિયત વિસ્તારમાં ઉનાળુ ડાંગરની ખેતી થાય છે. ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદાઓ નીચે પ્રમાણે છે.

(૧) ઉનાળુ ઋતુમાં ગુર્જર ત્યાર પછી અનુક્રમે જી.આ. ૧૦૩, જયા અને જી.આર. ૧૧ નો વાવેતર માટે ઉપયોગ કરવો.

(૨) ફૂગજન્ય રોગોના નિયંત્રણ માટે બીજને પારાયુકત દવાનો (એમીસાન/થાયરમ/૩ ગ્રા./કિલો) પટ આપવો તથા સુકારા જેવા રોગના નિયંત્રણ માટે ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટેટ્રપ્ટોસાયકલીન અને ૧૨ ગ્રામ પારાયુકત દવા (એમીસાન) ના મિશ્રણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવું.

(૩) ધરૂવાડીયું ૨૪ મી નવેમ્બર થી ૧૦ મી ડિસેમ્બર સુધીમાં નાખવું. ધરૂવાડીયાને સળંગ પોલીથીનની ચાદર અથવા ડાંગરનું પરાળ અથવા કંતાનથી શરૂઆતના ૬ થી ૮ દિવસ ઢાંકો. આ ઢાંકણ સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી કાઢી નાંખવું. આમ કરવાથી ધરૂ ૩૦-૩૫ દિવસમાં તૈયાર થશે. ધરૂવાડીયું ર્નિદણ મુકત રાખો, જો ઝીંક કે લોહ તત્વની ઉણપ જણાય તો ઝીંક સલ્ફેટ/ફેરસ સલ્ફેટ આપવું. ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ+૨૦ ગ્રામ ચુનાનું દ્રાવણ બનાવી છાંટવું. ઝીંકની ઉણપ જણાય તો ૦.૪% ઝીંક સલ્ફેટ છાંટવું.

(૪) શણ યા ઈકકડનો લીલો પડવાશ ખેતરમાં અવશય કરવો. અથવા હેકટર દીઠ ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર અથવા ૧ ટન દિવેલી ખોળનો ઉપયોગ કરવો.

(પ) ઉનાળુ ઋતુમાં ડાંગરની રોપણી માટે ઘરૂ નાંખવું, અને તે પછી રોપણી કરવી તેના કરતાં ફણગાવેલ બીજને ઘાવલ કરેલ કચારીમાં હેકટરે ૬૦ કિલો દરથી પુંખવા અથવા સીધી વાવણી ડિસેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં કરવી ઉત્તમ છે જેનાથી ફેરરોપણી કરતાં ૨૫ થી ૩૦% જટલી વધુ ચોખ્ખી આવક મળે છે આ માટે ખાસ કાળજી ર્નિદણની રાખવી જરૂરી છે જેથી ફણગાવેલ બીજ પુંખ્યા બાદ ૭-૧૦ દિવસે બુટાકલોર/બેનથીઓોકાર્બ નો ૧.૫ થી ૨ કિલો સક્રીય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે છટકાવ કરલો જરૂરી છે,

(૬) ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં (૧૦મી ફેબ્રુઆરીની આસપાસ) પo થી ૫૫ દિવસનું ધરૂ સાંકડા ગાળે ૧૫ સે.મી. x ૧૫ સે.મી. ના એક થાપણે ૨ થી ૩ છોડ (રોપા) રાખી ફેરરોપણી કરવી, ધરૂના મુળને એઝોસ્પીરીયમ કે એઝેટોબેકટરના દ્રાવણમાં બૉળીને રોપવાથી ૨૫% થી ૩૫% નાઈટ્રોજનની બચત થાય છે.

(૭) ઉનાળુ ઋતુ માટે હેકટરે ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પ૦%), ફૂટ વખતે (૨૫%) અને જીવ પડતી વખતે (૨૫%) આપવું. એકાદ હપ્તામાં નાઇટ્રાજન એમો. સલ્ફેટના રૂપમાં આપવું જેથી સલ્ફરની જરૂરિયાત સંતોષાય છે અને ઉત્પાદન સારૂં મળે છે. જે જમીનમાં જમીનના પૃથ્થકરણના આધારે ફોસ્ફરસ ઓછો જણાતો હોય ત્યાં ફોસ્ફરસ હેકટરે પo કિલો મુજબ આપવો.

(૮) એક થી બે વખત હાથથી નિંદણ કરો. મજુરની તંગી હોય ત્યારે નિંદણનાશક દવા બુટાકલોર સક્રિય તત્વ ૧.૨૫૦ કિલો અથવા બેન્ડથીઓકાર્બ ૧.૦૦૦ કિલો સક્રિય તત્વ/હે., પoo લીટર પાણીમાં ઓગળી રોપણી પછી ૪ દિવસે છટકાવ કરવો.

(૯) મુખ્ય જીવાતોના નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા, ગાભમારાની ઈયળ માટે કાર્બોફયુરાન ૩ જી ૨૫ કિલો/હે, અથવા કેલકાન ૪ જી ૨૦ કિલો/હે. રોપણી બાદ ૨૫ અને ૪૫ દિવસે અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈ.સી. ૧o લીટર પાણીમાં ૨૧ મી.લી. નો છંટકાવ કરવો. સફેદ પીઠવાળા ચૂસિયા માટે મોનોક્રોટોફોસ ૩૬ ઈ.સી. + ડી.ડી.વી.પી. ૭૬ ઈ.સી. અથવા એસીફેટ ૭૫ એસ.પી. અથવા ટ્રાયઝોફોંસ ૪૦ ઈ.સી. અથવા ઈમીડાકલીપ્રીડ ૦.૦.૦૫% અથવા ફેનોબુકાર્બ ૦,૦૭૫%નો છંટકાવ કરવો,

(૧૦) ડાંગર ઝુડવા માટે થ્રેસરના ઉપયોગથી ખર્ચ ઘટે છે મજુરોની તંગીમાં સમયસર ઓછા ખર્ચે ઝુડણી થઈ શકે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.