ડાંગરની ખેતી (rice cultivation) ભાગ – ૧

Rice cultivationગુજરાત રાજયમાં ચોખાનો પાક (rice cultivation) ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે. ઉનાળુ ડાંગરની ખેતી ખાસ કરીને જે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, બારેમાસ હવામાં ભેજનું પ્રમાણ વધુ (૭૦%) હોય તેવા દરિયા કિનારાના વિસ્તારો જેવા કે કેરાલા, તામિલનાડુ અને ઓરીસા રાજયમાં થાય છે. આપણાં રાજયમાં વલસાડ, સુરત અને ભરૂચ જિલ્લામાં ઉકાઈ-કાકરાપાર યોજના તથા ખેડા અને પંચમહાલ જીલ્લામાં કડાણા યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બનતી જાય છે.

જાતોની પસંદગી

ઉનાળુ ઋતુમાં સૂર્યપ્રકાશના કલાકો વધારે મળવાને કારણે જે તે જાતો ચોમાસુ ઋતુ કરતાં પાકવામાં ૩૦ થી ૩૫ દિવસ વધારે ભોગવે છે. આથી ચોમાસુ શરૂ થઈ જાય તે પહેલા ઉનાળુ ડાંગરની કાપણી-ઝૂડણી પુરી થવી જોઈએ નહીંતર વરસાદને લીધે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે. વળી વરસાદ થયા પછી કાપણી કરવી મુશ્કેલ છે. અભ્યાસોના આધારે જણાયું છે કે આપણા રાજચમાં ઉનાળુ ઋતુમાં ગુર્જરી, જી.આર.-૧૦૩, જયાં, જી.આર- ૧૧, જી.આર-૭ તેમજ જી.આર-૧૨ જાતો વધુ માફક જણાઈ છે. ગુર્જરી જાતની ઉનાળુ ઋતુ માટે પણ ભલામણ કરવામાં આવેલી છે.

બીજનું પ્રમાણ અને માવજત

બીજનું પ્રમાણ હેકટર દીઠ (૪ વિદ્યામાં) રોપણી કરવા માટે સુંવાળા (ઝીંણા) દાણાવાળી ડાંગરની જાત માટે ૨૦ થી ૨૫ કિલો તેમજ જાડી અને બરછટ દાણાવાળી જાત માટે ૨૫ થી ૩૦ કિલો રાખવું. વધુ બિયારણનો ઉપયોગ કરવાથી ઘરૂના રોપા નબળા તૈયાર થાય છે અને રોપણી કર્યા પછી બરાબર ચોંટતા નહિ હોવાથી સુકાઈ જાય છે. અને બીજનો બગાડ પણ થાય છે. બીજથી ફેલાતા રોગને અટકાવવા માટે બીજને ઘરૂ નાખતાં પહેલાં એફ હેકટરની રોપણી માટે જરૂરી ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટેપ્ટોસાયકલીન દવા+૧૨ ગ્રામ પારાયુકત દવા (એમીસાન) ના દ્રાવણમાં આઠ કલાક બોળ્યા બાદ કોરા કરીને પછી ઘરૂ નાંખવું.

ધરૂવાડિયાની માવજત અને વિસ્તરણ

ડાંગરની રોંપણી જેટલી વિસ્તારમાં કરવી હોય તેના દશમાં માગ જેટલા વિસ્તારમાં ધરૂવાડિયું ઉછેરવું જોઈએ. એક હેકટર (૪ વિધા) વિસ્તારમાં ફેરરોપણી માટે ૧૦ ગુઠામાં ધરૂવાડિયું કરવું પડે. આ માટે ૧૦ મીટર લાંબા, ૧ મીટર પહોળા અને ૧૦-૧૫ સે.મી. ઉંચાઈના ૮૦ થી ૧૦૦ કચારા થાય, જયાં પાણીની પુરતી સગવડ હોય તેવા વિસ્તારમાં ઘરૂવાડિયું બનાવવું જોઈએ. જમીન બરાબર ખેડી ભરીભરી બનાવી ગાદી ફયારા બનાવવા જોઈએ અને કયારા દીઠ આશરે ૨૫-૩o સે.મી. પહોળી નીક બનાવવી જોઈએ જેથી પાણીનું નિયમન બરાબર કરી શકાય અને નિંદામણ કરવામાં તેમજ પિયત આપવામાં સુગમ રહે. ધરૂવાડિયામાં પાયાના ખાતર તરીકે કયારા દીઠ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર ૨o કિલો (એક ટોપલો), પ૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, પ૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસફેટ અને એક કિલો દિવેલી ખોળ વાવણી કરતાં પહેલાં જમીનમાં મેળવી દેવો જોઈએ.

ઉનાળુ ઋતુની ખેતી માટે ઘરૂવાડિયું ખરેખર શિયાળુ ઋતુમાં ઉછેરવું ખૂબ જ કઠીન પડે છે અને ઘણી કાળજી માગી લે છે અને ઘરૂ ઉછેરવામાં ચોમાસુ ઋતુ કરતા લગભગ બમણો સમય લાગે છે. શીત પ્રતિકારક શકિત ધરાવતી જાતોનું ઘરૂ સારૂ તૈયાર થાય છે. જયારે બીજી અન્ય જાતોનું ધરૂ થોડુ નબળુ તૈયાર થાય છે. શિયાળુ ઋતુમાં ઠંડા પવનનું પ્રમાણ પણ વધુ હોવાથી ધરૂવાડિયાને ઠંડીથી રક્ષણ આપવા ધરૂવાડિયા ફરતે સેવરી, સેસ્બનિયા અથવા ઈકકs વાવી પવન અવરોધક વાડ તૈયાર કરવી જોઈએ. ઉનાળુ ઋતુની ખેતી માટે અનુકુળતા પ્રમાણે જુદીજુદી રીતે ધરૂવાડિયું ઉગાડવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

(અ) જણાવેલ કદનાં ગાદી કયારા બનાવી બિયારણ સીધેસીધું પુંખી અથવા પ થી ૭ સે.મી.ના અંતરે હારમાં હાથ કે કોદાળી વડે ચાસ ઉઘાડી કયારા દીઠ ડાંગરની જાત પ્રમાણે ૨૦૦ થી ૩૦૦ ગ્રામ બીજ વાવી પંજેઠીથી માટીમાં ભેળવ્યા બાદ પાણી મુકવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ધરૂ સશકત અને વધુ મૂળવાળું હોય છે.

(બ) ફણગાવેલ બીજથી વરૂડીંચું ઘરૂ કરવા માટે ધરૂવાડિયામાં પાણી ભરી ઘાવલ કરી રબડી બનાવી સમાર મારવો, અડધો કલાક રબડી ઠરવા દઈ ફણગાવેલું બીજ થોડા જોરથી એક સરખું પુંખી દેવું અને જમીનમાં પુરતો ભેજ જળવાઈ રહે તેટલું જ પાણી રાખવું. જેથી બીજ જમીનનાં સંપર્કમાં આવતાં ઉગી નીકળે છે. ત્યારબાદ પાંચ થી છ દિવસ પછી જરૂરિયાત મુજબ હળવેથી પાણી આપવું.

ધરૂ ઉછેર અને કાળજી

ઉનાળુ ઋતુમાં ડાંગરની રોપણી માટે ધરૂ તૈયાર કરવા માટે, ધરૂવાડીયામાં ડાંગરની વાવણી ૨૫ નવેમ્બરથી ૧o ડીસેમ્બરના સમયમાં કરવી હિતાવહ છે. વાવણી કર્યા બાદ નીકમાં પાણી ભરી ધરૂવાડીયુ સતત ભીનું રાખવું. વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી ધરૂ વહેલુ તૈયાર કરવા ગાદી કયારાઓને સળંગ પોલીથીનની ચાદર અથવા ડાંગરનું પરાળ અથવા કંતાનથી ૬ થી ૮ દિવસ ઢાંકી રાખવાથી ગરમીનું પ્રમાણ કાંઈક અંશે જળવાઈ રહે છે અને તેથી બીજનું સ્કૂરણ જલદી થાય છે. ત્યારબાદ દરરોજ સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી ઢાંકણ ખોલી નાખવું. (રાત્રે ઢાંકણ ખોલવું નહિં) ૧૦ થી ૧૨ દિવસનું ધરૂ થાય ત્યારે કચારા દીઠ ૨૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પુર્તિ ખાતર તરીકે આપવું. ધરૂવાડીયાને નિંદામણ મુકત રાખવું. જો ઝીંક કે ફેરસની ઉણપ જણાય તો ઝીંક સલ્ફેટ/ફેરસ સલ્ફેટ આપવું. આમ કાળજી રાખી ધરૂ ઉછેરવાથી પo થી પપ દિવસે ૪-૫ પાન વાળું રોપવા લાયક ધરૂ તૈયાર થઈ જાય છે.

જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી

વધુ ઉત્પાદન આપતી જાતો બટકી હોવાથી જે જમીનમાં પાણીનોં ભરાવો ન થતો હોય અને જમીનની નિતાર શકિત સારી હોય તેવી મધ્યમ કાળી કયારીની બેસર જમીન વધુ અનુકૂળ આવે છે. શકય હોય તો કયારીમાં ઈકકડ યા શણનો લીલો પડવાશ કરવો. જેથી રાસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો કરી શકાય, અને ઉત્પાદન ખર્ચ ઓછો આવે. સાથે-સાથે લીલા પડવાશના કારણે સેન્દ્રિય પદાર્થ વધવાના કારણે જમીનનું પોત અને પ્રત પણ સુધરે છે.

ફેરરોપણી કરતાં અગાઉ કે ફેબ્રઆરી માસના બીજા અઠવાડીયામાં કયારીમાં પાણી ભરી ટ્રેકટરથી આડી-ઉભી ખેડ કરવી. જેથી ઘાસ, કચરૂ, ર્નિદામણ દબાઈ કહોવાય જાય છે, ફેરરોપણીના આગળના દિવસે પાણી મરી, ખેડી ઘાવલ કરવાથી લોહ અને ફોસફરીક એસીડ જેવા પોષક તત્વોની પ્રાપ્તીમાં વધારો થાય છે. નત્રવાયુની કાર્યક્ષમતા પણ વધે છે અને છોડ જ૯દી ચોટી જાય છે. ઘાવલ કરવાથી નિંદણનો નાશ થાય છે તેમજ કયારીમાં નીચેનું પડ બંધાઈ જવાથી પાણીનો નિતાર ઓછો થવાથી પાણીની સપાટી જળવાઈ રહે છે.

ફણગાવેલ બીજથી ડાંગરનું સીધુ વાવેતર

ડાંગરનું ઘરૂવાડીયું ન કરવું હોય તો કયારીમાં ફણગાવેલ બીજ પુંખીને વાવેતર કરી શકાય છે અને તે અંગેના અભ્યાસોને આધારે ભલામણ કરવામાં આવેલ છે. ફણગાવેલ બીજથી વાવેતર કરવાથી ડાંગર ૧૦-૧૫ દિવસ વહેલી પાકે છે. કુલ ખેતી ખર્ચમાં ૩૦-૩૫% ઘટાડો થાય છે અને ૧૦-૧૫% વધુ ઉત્પાદન મળે છે. આ માટેની રીતે નીચે મુજબ છે.

એક હેકટરની વાવણી માટે ઝીણી જાતો માટે પ૦ કિલો અને જાડી જાતો માટે ૬૦ કિલો પ્રમાણે બીજ લઈ પીપ કે ટબમાં પo-૬o લીટર પાણીમાં ૨૪ કલાક ડુબાડી રાખી દર ૬ કલાકે પાણી બદલતા રહેવું આામ છેલ્લા ૬ કલાક બાકી હોય ત્યારે ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન-૧ ગ્રામ એમીસાન-૬ પાણીમાં બીજ સાથે લાકડીથી હલાવી મિશ્રણ કરવું ત્યારબાદ બીજને પાણીમાંથી કાઢી કંતાનના કોથળામાં ચૂસ્ત દબાણમાં રાખવું. આમ ૧૨ કલાક પછી આ ફણગાવેલ બીજને એઝોસ્પીરીંલમ / એઝોટોબેકટર તથા ફોસ્ફોબેકટરીયલ કલ્ચરનો હેકટરે ૧ ફિલો મુજબ પટ આપીને ઘાવલ કરીને સમાર મારી તૈયાર કરેલ જમીન ઉપર અનુભવી માણસ દ્વારા થોડા જોર સાથે પૂંખવું. બીજ ઉગીને મૂળ ચોટી જાય ત્યાં સુધી વધારે પાણી ન ભરતાં ફકત જમીન ભીની જ રાખવી.

ડાંગરની સમયસર ફેરરોપણી

ડાંગરના પાકમાં વધુ ઉત્પાદનનો આધાર ડાંગરની જાત, તંદુરસ્ત ધરૂ તેમજ સમયસર રોપણી માટે યોગ્ય ઉમરના ધરૂનીં ઉપલબ્ધતા પર રહે છે. પ૦ થી પ૫ દિવસની ઉંમરનું ધરૂ થાય ત્યારે ફેબ્રુઆરી માસનું પ્રથમ પખવાડીયું વધુ અનુકૂળ છે આ સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી રોપાણ ડાંગરની ફૂટ સારી થાય છે. શકય હોય તેટલા સાંકડા ગાળે ૧પ x ૧પ સે.મીના એક થાણે ૨ થી ૩ છોડ (રોપા) રાખી ફેરરોપણી કરવી હિતાવહ છે.

રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ

સેન્દ્રિય ખાતર : શકય હોય તો એક હેકટર (૪ વિઘા) દીઠ ૧૦ ટન છાણિયું ખાતર અથવા શણ યા ઇકકડનો લીલો પડવાશ કરવો અથવા દિવેલી ખોળનો પણ ઉપયોગ કરી શકાય.

રાસાયણિક ખાતર: રાસાયણિક ખાતરના ઉંચા ભાવોને લીધે જમીન પૃથ્થકરણ પ્રયોગશાળાની ભલામણ મુજબ જ પોષક તત્વો સપ્રમાણ આપવા જેથી વધુ ઉત્પાદન આપતી જાતોની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે. શકય હોય ત્યાં સુધી નાઇટ્રોજન તત્વ આપવા માટે યુરીયા ખાતરને પુર્તિ ખાતર તરીકે આપતી વખતે કયારીમાં પાણી નિતારી નાખવું તથા ખાતર આપ્યા પછી બીજા યા ત્રીજા દિવસે પાણી ભરવું. કયારીમાંથી પાણી નિતારવાની સગવડ ન હોય અને યુરિયા ખાતર જ આપવું હોય તો નીમકેક પાવડર યુરિયાના ૨૦% જેટલો લઈ બરાબર મિશ્રણ કરી ૪૮ કલાક રહેવા દઈ પછી આપવું. અથવા ૨% લીંબોળીના તેલનો પટ આપવો. ઉનાળું ઋતુ માટે હેકટરે ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પo%), ફુટ વખતે (૨૫%) અને જીવ પડતી વખતે (૨૫%) આપવું.

પૂર્તિ ખાતર આપ્યા બાદ શકય હોય તો બે હાર વચ્ચે ગરગડીયા કરબડી (રોટરી વિડર) ફેરવવી જેથી આપેલ ખાતર માટીમાં સારી રીતે ભળી શકે. ર્નિદામણનો નાશ થાય અને હવાની હેરફેર થવાના કારણે મૂળને પ્રાણવાયુ મળે જેથી પાકની વૃધ્ધિ ઝડપી અને સારી થાય.

કયારીમાં પાણીનું નિયમન

ઉનાળું ડાંગરની ફેરરોપણી કર્યા પછી ઘરૂના રોપા ચોંટી જાય ત્યાં સુધી છીછરું પાણી ૨ થી ૩ સે.મી. ઉંડાઈ જેટલું રાખવું જેથી ધરૂ સારી રીતે ચોટી જાય અને ગામા પડવાની શકયતા ઓછી રહે જેના પરિણામે છોડની સંખ્યાનું પ્રમાણ જળવાઈ રહે છે. ત્યારબાદ જેમ જરુર પડે તેમ ફૂટ થતાં સુધી છીછરું પાણી ભર્યા કરવું. કંટીમાં જીવ પડવાના સમચથી ડાંગર પાકતાં સુધી ડાંગરના પાકને વઘારે પાણીની જરૂર પડે છે, એટલે કયારીમાંથી પાણી નિતર્યાના ૩ થી ૪ દિવસ બાદ પ થી ૭ સે.મી. ઉંડાઈ જેટલું પાણી દાણા પાકતાં સુધી ભરી રાખવું. આ સમય દરમ્યાન જો પાકને પાણીની ખેંચ પડે તો દાણાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. ડાંગર પાકી જતાં કયારીમાંથી પાણી નિતારી નાખવાથી કાપણીમાં સરળતા રહે છે.

નિંદણ નિયંત્રણ

સારી રીતે ઘાવલ કરી ફેર રોપણી કરેલ પાકમાં નિંદણનો પ્ર્શ્ન રહેતો નથી. પણ શકય હોય ત્યાં સુધી એક થી બે વખત નિંદામણ કરવું કે જેથી પાકની વૃધ્ધિ સારી થાય. જયાં મજુરોની ખેંચ હોય ત્યાં નિંદણ નાશક દવાઓ જેવીકે બુટીકલો ૧.૨૫૦ કિલો પ્રતિ હેકટરે સ.તત્વ અથવા બેન્થીઓકાર્બ ૧,૦૦૦ કિલો સ.તત્વ પ્રતિ હેકટરે રોપણી પછી ૪ દિવસે પoo લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો ત્યારબાદ કયારીમાં પ સે.મી. પાણી ભરેલું રાખવું જરૂરી છે. જયારે ડાંગરનું ફણગાવેલ બીજ પૂંકીને વાવેતર કરેલ હોય તો ફણગાવેલ બીજ પૂંકયા પછી ૮ થી ૧૦ દિવસ પછી આ પ્રમાણે છટકાવ કરવો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.