મે મહિનાના ભલામણ કરેલા ક્રુષિ કાર્ય (recommended agriculture work for may)

crops

ખેડુતમિત્રો, મે મહિના માટે ભલામણ કરેલા ક્રુષિ કાર્ય નિચે આપ્યા મુજબ છે.

 • ઉનાળુ બાજરીના પાકમાં થુલી અવસ્થાએ પિયત અવશ્ય આપવું.
 • ઉનાળુ મગના પાકમાં ફુલ આવતા પહેલા એક હાથ નિંદામણ કરવું.
 • મગફળીના પાકમાં જમીનની પ્રત અને પાણી સગવડતાના આધારે 8-10 દિવસના અંતરે આપવું.
 • મગફળીના પાકના અવધી કાળને ધ્યાનમાં લઇ જયારે જુના પાન સુકાઇને છોડમાંથી ખરવા લાગે અને છોડના ટોચના પાન પીળા પડવા લાગે ત્યારે પરિપકવ પાક સમજવો.
 • ઊધઈના નિયંત્રણ માટે ડાંગરના પરાળમાં કલોરપાયરીફોસ દવા મિશ્ર કરી જમીનમાં આપવી.
 • વરિયાળીંના છોડમાં ચકકરમાં દાણા પુરા ભરાઇ જાય અને તે લીલા રંગના હોય તથા પરિપકવતા 70 ટકા જણાય ત્યારે આ મહિનાના મધ્ય ભાગમાં વરિયાળીંના ચક્રોને કાપી લઈ કાપણીની શરૂઆત કરવી.
 • શેરડીમાં ટ્રેકટર સંચાલિત હળ વડે ઊંડી ખેડ કરી, કરબ ચલાવી ઢફા ભાંગી જમીનને નિંદામણ મુકત બનાવવી.
 • શેરડીના પાકમાં મહિના દરમીયાન 2 થી 3 પિયત આપવા.
 • 15 મે પછી રીંગણ, મરચી, સુર્યમુખી, ટમેટાના ઘરૂવાડીયા બનાવવા. જેથી ૧૫મી જુન આજુબાજુ રોપવાલાયક ઘરૂ તૈયાર થાય.

ફળપાક

 • ફળપાક વાવેતર કરવા માટે તૈયાર કરેલ ખાડામાં પ થી ૧૦ કિલો સારૂ કહોવાયેલું છાણિયું ખાતર નાખવું.
 • આંબાવાડિયામાં પરિપકવ અને ઉતારવા લાયક ફળોને ઉતારી લઇ ખેડ કરી બગીચાને ચોખ્ખો રાખવો.
 • નવા આંબાવાડિયામાં ફળમાખીનું નિયંત્રણ કરવું. 45 X 45 X 45 . સે.મી. ના ખાડા તૈયાર કરી સુર્ય તાપમાં તપાવવા. ત્યારબાદ દરેક ખાડા દીઠ 10 કિલો છાણિયું ખાતર, 1 કિલો લીંબોડીનો ખોળ, અને ઉપરની માટી સાથે 50 ગ્રામ લીન્ડેન મિશ્ર કરી ખાડા પુરવા.
 • નાળિયેરની રોપણી માટે 3 X 3X ક્3 કુટના ખાડા તૈયાર કરી તેમાં સફેદ કીડીના નિયંત્રણ માટે લીન્ડેન ૧૦ ટકા પાવડ઼રનો છંટકાવ કરવો. ખાડામાં 1 ફુટની કુટની ઊંચાઇ સુધી છાણીયા ખાતર, માટી અને રેતીનું સપ્રમાણ મિશ્રણ ભરવું.
 • ચીકુના ફળ ઉતાર્યા પછી થોડીવાર છાંયડામાં રાખવા. તેનાથી ફળમાં રહેલા દૂધ સુકાઇ જાય છે.
 • કલમી બોરના ઝાડની જરૂરિયાત મુજબ છાંટણી કરવી.
 • કેળામાં જમીનનો નિયત માત્રામાં ભેજ જાળવી રાખવો. જેથી લુમ ખરી પડવાની શકયતાઓ ઓછી રહે છે.

ફુલપાક

 • ગુલાબના કુલ સવારે ઉતારી લેવા અને બજારમાં વેચાણ માટે મોકલવા.
 • ગલગોટા અને ગેલાર્ડિયાના ફુલ 3 થી 4 દિવસના અંતરે ઉતારવા. જેથી સારી આવક પણ મળી શકે.
 • વાતાવરણના ઊંચા તાપમાને લીધે ગુલાબમાં ચુસીયા જીવાતોનો ઉપદ્રવ વધે છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ +સાયપરમેથીન (4 મિલી/10લિ) નો છંટકાવ કરવો અને 7 દિવસ પછી હોસ્ટાથીઓન 10-12 મિલી / 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
 • ગુલાબના નીકળતા નવા પિલા ઉપર 50-100 પી.પી.એમ. જીબ્રેલિીક એસિડનો છંટકાવ કરવો. આ મહિનામાં યુસિયા પ્રકારની જીવાતોનો ગુલાબના પાકમાં વધુ ઉપદ્રવ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે મેટાસિસ્ટોક (10 મિલી/10 લિટર) + ડીંડીવીપી (10 મિલી/10 લીટર) પ્રમાણે છંટકાવ કરવો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

2 thoughts on “મે મહિનાના ભલામણ કરેલા ક્રુષિ કાર્ય (recommended agriculture work for may)”

  1. અક્ષયભાઇ, હજુ સુધી ગુજરાતમાં કેસરની ખેતીની સફળતા વિશે અમે સાંભળ્યુ નથી. જો માહિતી મળશે તો આપીશું

Comments are closed.