જુલાઇ મહિનામાં ભલામણ કરેલા ખેતીના કાર્ય (recommended agriculture work for July)

Rice cultivation

ખેડુતમિત્રો ચોમાસાની શરુઆત થઇ ચુકી છે અને જુલાઇ મહિના માટે ભલામણ કરેલા ખેતીના કાર્ય (recommended agriculture work for July) નિચે મુજબ છે.

  • વિવિધ બાગતી પાકોની કલમોનું રોપણી કાર્ય હાથ ધરવું.
  • બીડી તમાકુ અને કલક્તી તમાકુનું ધરૂવાડીયું તિબયાર કરવું તેમજ ધરૂવાડિયાના કોહવારા અને જીવાતોથી રક્ષણ કરવું.
  • ડંગરની ભલામણ કરેલ જાતો જી.આર. -૨, ૩, ૬ અને ૭નું વાવેતર ૧ થી ૧૫ જુલાઇ વચ્ચે કરવું. ખાતર ર૦ થી રપ ગાડા છિણિયું ખાતર ઉપરાંત રાસાયણિક ખાતર (૮૦ + ૩૦ + ૦). મધ્યમ મોડી પાકતી જાતો જી.આર. – ૧૧, ગુર્જરી અને દાંડી અને મોડી પાકતી જાતો : જી.આર. -પ, ૮, ૯ અને આઇ.આર. -૨૮ વાવણીનો સમય ઉપર મુજબ. બીયારણનો દર ૬૦ (કિ.ગ્રા/હેિ.) અને ખાતર પ૦ + રપ + ૦ રાખવો. ડાંગરમાં પ૦ % નાઈટ્રોજન અને પૂરેપૂરો ફોસ્ફરસ રોપણી વખતે આપવો. બાકી રહેલો નાઇટ્રોજનનો જથ્થો ૪૫ દિવસ પછી અને કંટી નીકળે ત્યારે બે સરખાં હપ્તામાં આપવો.
  • કેળાં: સારી ઉત્પાદન આપતી જાતો : બરસાઇ, શ્રીમંતી, ગ્રાંડનેન, લોખંડી જેની વાવણી ૧.૮ x ૧.૮ મીટરે કરવી. ર૦૦ + ૯૦ + ૨૦૦ ગ્રામ છોડ દીઠ રાસાયણિક ખાતર આપવું. જેમાં વાવણી પછી ત્રીજા મહિને ફોસ્ફરસ પૂરી અને નાઇટ્રોજન તથા પોટાશ ત્રીજા, ચોથા તથા પાંચમાં મહિને સરખા જથ્થામાં આપવું.
  • જુવાર શંકર જાતો જી.જે. – ૩૫૪૦ અને સીએસએચ-પનું વાવેતર વાવણીલાયક વરસાદ થયે કરવું. વાવણીનું અંતર ૪પ.૪૧૦-૧૫ સેમી રાખવું. ખાતર ૧૫ ગાડા છાણિયું ખાતર ઉપરાંત રાસાયણિક ખાતર ૮૦ + ૪૦ + ૦ રાખવું.
  • રીંગણી મરચી અને ટમેટીના તૈયાર થયેલા ધરૂનું વાવેતર કરવું. જેમાં પ૦ ટકા નાઇટ્રોજન પુરેપુરો ફોસ્ફરસ અને પુરેપુરો પોટાશનો જથ્થો રોપણી વખતે આપવો. બાકી રહેલો પ૦ ટકા નાઇટ્રોજન ફળધારણ કરતી અવસ્થાએ આપવો.

પશુપાલન

  • પશુ આહાર માટે સુકો ચારો કડબા તથા ભુકડો પાકની કાપણી બાદ ઉપલબ્ધ થતો હોવાથી પશુ પાલકે સૂકાચારાનું પુરા વર્ષ માટે ભંડારણ (સંગ્રહ) પહેલેથી જ રાખવું.
  • ઘેટાં અને બકરાને દરરોજ બે વખત પાણી પીવા માટે આપવું, સરેરાશ દરરોજ દરેક પશુને ૧૮ લિ. પાણીનો જથ્થો પુરો પાડવો.
  • પશુઓને ચોમાસામાં ખુલ્લામાં રાખવા નહિ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “જુલાઇ મહિનામાં ભલામણ કરેલા ખેતીના કાર્ય (recommended agriculture work for July)”

Comments are closed.