કપાસની સાંઠીમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની રીત (Organic fertilizer from crop remains)

Cotton crop

છેલ્લા બે દાયકા દરમિયાન રાસાયણિક ખાતરનો વપરાશ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. પરિણામે જમીનની ઉત્પાદકતા ઘટતી જાય છે. જમીનનું ભાૈતિક બંધારણ ખરાબ થતું જાય છે તથા જૈવિક કાર્યવાહી મંદ પડતી જાય છે. ત્યારે રાસાયણિક ખાતરોની અવેજી તરીકે અને જમીનની ઉત્પાદકતા ટકાવી રાખવા આપણી પાસે ખેત ઉત્પાદનની આડ પેદાશનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. જો તેનો વૈજ્ઞાનિક રીતે ‘કમ્પોસ્ટ’ બનાવી સેિન્દ્રય ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો છોડને પૂરતા પ્રમાણમાં જરૂરી બધા પોષક તત્વો મળી રહે, જમીનનું બંધારણ જાળવી શકાય અને ફળદ્રુપતા કાયમી રીતે જાળવી શકાય છે.

સંશોધનના પરિણામે કપાસની બીટી જાતોના આગમનથી કપાસના વાવેતરમાં અનેક ગણો વધારો થયો છે. મોટાભાગના ખેડૂતો બધી વીણી પૂરી થયા પછી કપાસની સાંઠી સમય અથવા ખર્ચ બચાવવા ખેતરમાં જ બાળી નાંખે છે અથવા શેઢેપાળે ઢગલા કરી દે છે. ખેડૂત કયારેય વિચાર કરતા નથી કે તેઓ જેના દિવાસળી ચાંપો છો કે જયાં ત્યાં ફેંકી વેડફી નાંખો છો તેમાં શું શું છે ? હકીકતમાં તે સેિન્દ્રય તત્વ અને પાકને જરૂરી પોષક તત્વોનો અમૂલ્ય ખજાનો છે. કપાસની સાંઠીના બંધારણની વાત કરીએ ત્યારે પાક પોષણની પ્રાથમિક માહિતીની જાણકારી ખૂબ જ જરૂરી છે. જમીન પર ઉગાડવામાં આવતા કોઇ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયાં, કઠોળ, મરી-મસાલા, ફળ, ફૂલ વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષકતત્વો આવશ્યક છે. કપાસ દ્વારા અવશોષિત થયેલ પોષક તત્વોનો સામાન્ય રીતે અડધો જથ્થો સાંઠીમાં હોય છે.

કમ્પોસ્ટ બનાવવાની રીત

૧. વાડીએ પશુઓની કોઢ અને પાણીના સ્ત્રોતની નજીક વૃક્ષો નીચે વરસાદ અને તાપથી રક્ષણ મળે તેની જગ્યાએ ૧ મીટર ઊંડાઇ, ૧.૫ મીટર પહોળાઇ અને કપાસની સાંઠીની ઉપલ્ધતા મુજબ ૫ થી ૩૦ મીટર લંબાઇનો ખાડો તૈયાર કરો.

૨. ત્યારબાદ કપાસની સાંઠી ખેતરમાંથી ઉપાડી તેના ટ્રેકટર/ઇલેિકટ્રક મોટર સંચાલિત શેડરથી નાના-નાના ૫-૬ સે.મી. લંબાઇના ટુકડા કરો.

૩. ખાડામાં કપાસની સાંઠીના ટુકડાનો ૧૦થી ૧૫ સે.મી. ઊંચાઇનો પ્રથમ થર કરી આ થર વ્યવસ્થિત ભીંજાય તે રીતે પાણીનો છંટકાવ કરવો.

૪. આ રીતે તૈયાર કરેલ કપાસની સાંઠીના ટુકડાનાં ૧૦થી ૧૫ સે.મી.ના થરમાં તેના વજન મુજબ કમ્પોસ્ટ કલ્ચર ૫૦૦ ગ્રામ પ્રતિ ટન પ્રમાણે + યુરિયા (૦.૫ ટકા નાઇટ્રોજન મુજબ) + ગાયનું છાણ/પશુઓના મળમૂત્ર/ગોબર ગેસની રબળી/ઘેટાં-બકરાની લીંડી/મરઘા બતકાની હગાર/જુનું કમ્પોસ્ટ ૨૦ ટકા + રોક ફોસ્ફેટ/સિંગલ સુપર ફોસ્ફેટ ૫ ટકા તથા અરંડી અને લીંબોળીનો ખોળ ૩ ટકા પ્રમાણે યોગ્ય માત્રામાં ભેજ જળવાઇ રહે તે રીતે પાણી છાંટતાં-છાંટતાં ઉમેરો.

૫. આ રીતે કપાસની સાંઠીની ઉપલબ્ધતા પ્રમાણે પ્રથમ થરનું પુનરાવર્તન કરી ૩ થી ૪ થર બનાવી ખાડાને પૂરેપૂરો ભરી દો.

૬. થોડા દિવસ પછી ૬૦-૭૦ ઇંચ ઉષ્ણતામાન થશે અને અવાતજીવીથી વિઘટન થશે. દોઢેક મહિના ઉપરથી નીચે સુધીનો સરખો આડછેદ લઇ અર્ધ કોહવાયેલ પદાર્થો બહાર કાઢો અને બીજો ખાડો ખાલી હોય તો તેમાં ઉમેરતા જાઓ અથવા તે જ ખાડામાં ફરીથી ભરો.

૭. એક મહિના પછી ફરીથી પદાર્થો બહાર કાઢો. બીજીવાર ભરતી વખતે એઝોટોબેકટર અને ફોસ્ફોબેકટર બેકટેરિયાના કલ્ચરનો ૫૦૦ ગ્રામ પ્રતિ ટન મુજબ છાણની રબડીમાં મશિ્ર કરી છંટકાવ કરતા જાઓ તેમજ સાથે સાથે જરૂરિયાત મુજબ પાણીનો છંટકાવ કરતા જાઓ અને ખાડાને પૂરેપૂરો ભરી દો.

૮. સૌથી ઉપરના થરને મોરમ અથવા માટીથી વ્યવસ્થિત ઢાંકી દો.

આમ આશરે ૫ મહિના બાદ કોહવાયેલ પદાર્થો બહાર કાઢો અને જે ઘેરા ભૂખરા રંગના પાવડર બની જાય છે. સારું કમ્પોસ્ટ તૈયાર થયાની નિશાની છે. થોડો સમય બહાર રહેવા દો. આમ કરવાથી દુગઁધ ઊડી જાય છે અને સારી સુગંધ આવવા લાગે છે તથા આ રીતે તૈયાર કરેલ ખાતરને સંપૂર્ણ સૂકાવા ન દેતા તેમાં ૧૫ થી ૨૦ ટકા ભેજ જાળવવો અને ખાતરને ચારણાથી ચાળીને પછી જ ઉપયોગમાં લેવું. ચારણાની ઉપરનાં અપરપિકવ ખાતરને ફરીથી ખાડો ભરતી વખતે ઉપયોગમાં લેવું. જો ખેડૂતો આ સરળ રીત જાણી લેતો કપાસની સાંઠીના ધુમાડા બંધ થશે.

સંદ્રભ: દિવ્યભાસ્કર

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

3 thoughts on “કપાસની સાંઠીમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની રીત (Organic fertilizer from crop remains)”

Comments are closed.