સજીવ ખેતી (Organic Farming) કેવી રીતે કરવી?

સજીવ ખેતી (Organic Farming) એટલે શું

organic-farming સજીવ ખેતી (Organic Farming) એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
સજીવ ખેતીની પેદાશો પોશાન્યુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ :

 • આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.
 • દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

પાકપોષણ વ્યવસ્થાપન :

 • સારૂ કહોવાયેલું નિદણના બીજયુક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
 • છાણીયું ખાતર, ગળતીયું ખાતર વાવેતર માટે જમિન તૈયાર કરતી વખતે આપવું.
 • છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને ઘ્યાનમાં લઇ જુદાજુદા ખોળ, વર્ષિક પોસ્ટ, પ્રેસમડ, કહોવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરવો.
 • જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમિનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.
 • પાક આયોજનમાં લીલા પડવારા ધારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે મુજબ તેનો સમાવેશ કરવો.
 • પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો માસમાં જ ખાતર આપવું.
 • પાકના અવશેષો, ખેતરના ખળાના નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી કહોવાવ્યા બાદ જ ખેતરમાં નાખવો.

રોગ-જીવાત વ્યવસ્થાપન

 • રોગ-જીવાત પ્રચકારક જાતોની પસંદગી કરવી ઉનાળામાં ઉડી પેડ કરવી.
 • વાવણી સમય જાળવી-ગોઠવી પાકને રોગ જીવાતથી બચાવી શકાય.
 • મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો.
 • બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.
 • પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
 • વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.

નિંદણ નિયંત્રણ

ઓછામાં ઓછી ખેડ કરવી જેથી નિચલા સ્તરમાં રહેલાં નિદાણના બીજ ઉપર આવે નહીં.

સજીવ ખેતીના ફાયદા

પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક

 

 • જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી.
 • પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.
 • જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.
 • જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.
 • ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ બજાર ભાવ વધારે મળે છે.
 • લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.
 • ખેતરમાં જ ઉત્પન્ના થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.
 • રોગ-જીવાતના નિયંત્રણ માટે કષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને નુકશાન કરતું નથી.

નિંદામણ દૂર કરવી જરૂરી

 • વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી પેડ દ્વારા નાશ કરવો.
 • પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરજૉડ કરી નિંદણ દૂર કરવું.
 • લાઇનમાં રહેલ નિંદણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.
 • ઉનાળામાં ઉડી ખેડ કરી ચીઢો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો.
 • સારૂ કોહવાયેલું નિંદણના બીજયુકત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.

પિયત વ્યવસ્થા

 • પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું.
 • પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારીમેળવી આ અવસ્થાયે જ પાણી આપવું.
 • વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.
 • વધારે પિયત આપવાથી રોગ-જીવાત વધે છે.
 • કાર્યથીમ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો.

આમ, ઉપરના મુદ્દા ઘ્યાનમાં રાખીને સફળતાપૂર્વક સજીવખેતી હેઠળ વધારે અને લાંબા સમય સુધી ઉત્પાદન મેળવી શકાય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ

આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ

 • આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.
 • દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

સ્ત્રોત: કૃષિ ગુરુ બ્લોગ સ્પોટ

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

8 thoughts on “સજીવ ખેતી (Organic Farming) કેવી રીતે કરવી?”

 1. કાંતિ મોરી

  સજીવ ખેતી માટે સરકારી સહાય માટે ની માહિતી આપો.

 2. Bhaio sajiv kheti ma sarkari sahay melavava mate phela GOPCA ma registration karavavu pace che and e registration tarikh 1-4-2016 thi 31-3-2017 sudhi ikhedut portal par online arji Thai sakse and bad ma gopca ni team registration number aape bad ma sarkari sahay no labh malse.. My contact number 8866768026 jaydip patoliya

Comments are closed.