મલ્ચિંગ (mulching) – ઓછા પાણીએ વધુ ખેતી

mulchingઆજની આ એકવીસમી સદીનો માનવી કુદરતી કે બીજા સંકટોથી બચવા તે વિજ્ઞાનનો સહારો લે છે અને તેના કારણે જ આજે સમગ્ર વિશ્વમાં ઘણી શોધ થઇ છે. પરંતુ એટલા જ નવા પડકારોનો સતત સામનો કરે છે માનવી. તેમાં પણ ખેતીનો વ્યવસાય તો સંપુર્ણ કુદરત પર જ નિર્ભર. વરસાદ, પાણી અને હવામાન બધુ જ કુદરતને આભારી. આમ વાતાવરણના ફેરફારના કારણે કયાંક વરસાદ ઓછો તો કયાંક ઓછો-વધતો, અપુરતો કે અનિયમિત રહે છે.

આની અસર જે તે પાક ઉપર ચોકકસ જણાય છે. કારણ કે પાકને ચોકકસ આવશ્યક અવસ્થાએ જો પાણી ન મળે તો પાકને જમીનમાંથી ભેજ લેવો પડે છે અને આમ થતા જમીનમાં ભેજની ખેંચ વર્તાય છે. આના કારણે જ પાકનાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોઇ શકાય છે. ગુજરાતના ખેતી ઉત્પાદનનાં આશરે ૭૫ ટકા જેટલા વિસ્તારમાં વરસાદ આધારીત ખેતી કરવામાં આવે છે માટે ભેજ લાંબો સમય સુધી જળવાઇ રહે તે અતિ અગત્યનું છે.

કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે. આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાંનો સૌથી સરળ ઉપાય છે ‘મલ્ચિંગ’ (mulching). જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ પાક કે ઝાડની આજુબાજુ જમીનને અમુક વસ્તુથી ઢાંકવાની ક્રિયાને ‘મલ્ચિંગ’ કહેવાય છે. જમીન ઢાંકવા વપરાતા આ પદાર્થને ‘મ૯ચ’ કહેવાય છે.

આ મલ્ચ તરીકે પરાળ, સુકાપાંદડા, કેળના પાન, શેરડીના પાન, લાકડાનો વહેર, મગફળીના ફોતરા વગેરેનો ઉપયોગ કરી શકાય. નહિતર આ બધાની જગ્યાએ પ્લાસ્ટીક ઉપયોગમાં લઇ શકાય છે.

આપણી ખેતીમાં છેલ્લા વર્ષોમાં આ પ્રકારનો પ્લાસ્ટીકનો વિવિધ ઉપયોગ થતો જોવા મળે છે. તે પ્લાસ્ટિકના પડને આવરણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવે છે. બાષ્પીભવન થતુ અટકાવે છે અને ઉત્પાદન વધારે છે.

પ્લાસ્ટિક મલ્ચિંગના ફાયદા

ભેજનો સંગ્રહ

પ્લાસ્ટિકના આવરણથી જમીનમાનું પાણી વાતાવરણના સીધા સંપર્કમાં આવતુ નથી અને સૂર્યપ્રકાશ સીધો જમીન ઉપર પડતો ન હોવાથી પાણી બાષ્પીભવનથી ઉડી જતુ નથી પરંતુ સૂર્યપ્રકાશના કારણે જમીનમાંનુ પાણી વરાળ સ્વરૂપે ફેરવાઇ ઉપરના ભાગે આવે છે. ત્યાં પ્લાસ્ટિકના ટીપા સ્વરૂપે અંદરના ભાગે રહે છે. ફરીથી તે જમીનને શોષી લે છે. એટલે ફરી વખત આ જમીનમાં રહેલા પાણીનો વ્યય થતો અટકે છે. આ પ્રકારનો આશય એ સુકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખુબ જ અનિવાર્ય બની રહેલ છે. જરૂરી પિયત છોડના મૂળ પાસે રહેલા કાણા (છિદ્રો) દ્વારા અપાતા પિયતમાંથી મેળવી લે છે અથવા ત્યાંથી વરસાદ દ્વારા મેળવે છે.

જમીનના તાપમાનની જાળવણી

પ્લાસ્ટીકનું આવરણ જમીન ઉપર પાથરેલ હોવાથી સીધો સૂર્યપ્રકાશ પ્લાસ્ટીક ઉપર પડે છે અને પ્લાસ્ટીક ગરમ થાય છે. વૈજ્ઞાનિક નિયમ મુજબ પ્લાસ્ટીકની ઉષ્માવાહકતા ઓછી હોવાથી સૂર્યપ્રકાશ પ્લાસ્ટીકને નરમ પાડે છે. પરંતુ સૂર્યની ગરમીથી જમીનનું ઉંચુ તાપમાન નથી લાવી શકાતુ. આ પ્લાસ્ટીક આવરણને કારણે અને પ્લાસ્ટિકના પડ અને જમીનની વચ્ચેની જગ્યામાં રહેલી હવાનું પડ અવાહકનું કામ કરે છે. રાત્રિ દરમિયાન પણ તાપમાન જાળવવામાં આ અતિ અગત્યનું બની રહે છે. આમ ઉનાળાની ગરમીથી અને શિયાળાની ઠંડીથી જમીનને થતી સીધી અસર પ્લાસ્ટિક વડે બચાવી શકાય છે.

જમીનનું સેૌરકરણ

જમીનમાં રહેલા હાનિકારક વિષાણુ (વાયરસ), બેકટેરીયા કે અન્ય હાનિકારક તત્વોને જમીનમાંથી દુર કરવા માટે એટલે કે જમીનને જંતુમુકત બનાવવા માટે અને જરૂરી તત્વોનો સૌરઉર્જા વડે નાશ થતો અટકાવવા માટે આ લાભકારક અને સરળ અને સુદ્રઢ પદ્ધતિ છે.

જમીનનું ધોવાણ અટકાવે

ઘણી વખત મોટા વંટોળ કે સુકા વિસ્તારોમાં જમીનની સપાટી સુકી હોય, પવનની ગતિ વધારે હોવાથી જમીનનું ધોવાણ થાય છે. ઉપરના આવરણનું જમીનનું ઉપરનું પડ હવા સાથે ગતિ કરે છે અને આવરણ દુર થાય છે. આમ પ્લાસ્ટિક આવરણ પવન અને પાણી દ્વારા થતુ જમીનનું ધોવાણ અટકાવે છે.

વરસાદનું પાણી સીધુ જમીનમાં સંપર્કમાં આવવાને બદલે ઉપર રહેલા પ્લાસ્ટિકના આવરણ ઉપર પડે છે. આના લીધે વરસાદની સીધી અસર થવા હેતુ નથી અને જમીનની છિદ્રાળુતા જાળવી રાખે છે. આમ મલ્ચિંગવાળી જમીનમાં છિદ્રોની સંખ્યા વધારે હોય તેથી વાયુઓની હેરફેર વધારે થાય. જમીનની છિદ્રાળુતા એમને એમ જ રહેવા દે છે. એનાથી આસપાસની જગ્યામાં અંગારવાયુ એટલે કે કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ વધે છે જે પ્રકાશસંશ્લેષણમાં મદદરૂપ બને છે. આમ પ્લાસ્ટિકથી ઢાંકેલી જમીનમાં ભેૌતિક ફેરફારો જોવા મળતા નથી અને બંધારણ જળવાઇ રહે છે.

નિંદણ નિયંત્રણ

કાળા પ્લાસ્ટિકના કારણે સૂર્યપ્રકાશ પડની આરપાર જઇ જમીન સુધી પહોંચી નથી શકતો. આમ પ્રકાશસંશ્લેષણ થતુ અટકે છે. એટલે જમીનમાં રહેલું નિંદણનું બીજ સ્કુરણ પામતુ નથી અને જે બીજ ઉગે છે તે પણ પુરતો પ્રકાશ ન મળવાથી નાશ પામે છે. તેનાથી (પ્લાસ્ટિક) થી સંપૂર્ણ નિંદણ પર નિયંત્રણ ન મેળવી શકાય. પરંતુ નિંદણનાશકના છંટકાવ કરી ત્યારબાદ પ્લાસ્ટીકના આવરણથી તેને કાબુમાં લઇ શકાય છે.

પ્લાસ્ટિક મલ્ચના પ્રકારો

મલ્ચિંગ માટે વપરાતા વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેવા કે પોલીવિનાઇલ કલોરાઇડ (પી.વી.સી.) લો ડેન્સીટી પોલીઇથીલીન (એલ.ડી.પી.ઇ.) અને લીનીયર લો ડેન્સીટી પોલીઇથીલીન (એલ.એલ.ડી.પી.ઈ.) આ બધા પ્લાસ્ટિક મલ્યોમાં એલ.એલ.ડી.પી.ઇ. એટલે કે લીનીયર લો ડેન્સીટી પેલીઇથીલીન પ્લાસ્ટિક વધુ પ્રચલિત બન્યુ છે. ખેડૂતોમાં તેની માંગ વધુ રહે છે. કારણ કે તેની બે વિશિષ્ટ ખાસિયતો છે. જે બીજા પ્લાસ્ટિકની સરખામણીમાં અતિ અગત્યની બની રહે છે એ છે કે તે ખુબજ પાતળુ હોવા છતા વધુ મજબુત હોવાથી જલ્દી ફાટતુ નથી કે જલ્દી કાણા પડતા નથી અને વધારે પાતળુ હોવાથી ઓછા વજન અને ઓછા ખર્ચમાં વધારે જમીન ઉપર મલ્ચિંગ કરી શકાય છે અને તે છિદ્રો પડવા સામે વધારે પ્રતિકારકશકિત ધરાવતું હોવાથી નિંદણ પ્લાસ્ટિકમાં તિરાડ પાડીને કે વીંધીને ઉગી નીકળતુ અટકી જાય છે. આ પ્રકારના પ્લાસ્ટિક મલ્જિયંગ માટે ૦.૦૪ મિલિમીટર જાડાઇવાળી પ્લાસ્ટિક શીટનો ઉપયોગ થાય છે. મલ્ચિંગ માટે મુખ્યત્વે બે પ્રકારનું પ્લાસ્ટિક વપરાય છે.

  • કાળુ અપારદર્શક પડ પાથરવાથી જમીન દેખાતી નથી.
  • પારદર્શક / અર્ધપારદર્શક પડ પાથરવાથી જમીન દેખાય છે.

મલ્ચિંગ મેનેજમેન્ટ

  • કોઇપણ પાકમાં મલ્ચિંગ (પ્લાસ્ટિક) પદ્ધતિ અપનાવતા પહેલા મોટા ઢેફાં ભાંગવા અને જમીન સમતળ કરવી. નિયત અંતરે ચાસ કરી જરૂરી ખાતર આપવું.
  • વાવણી કરતા પહેલા થોડા દિવસ અગાઉ મલ્ચિંગ કરી શકાય છે.
  • પ્લાસ્ટિકને ફાટી જતુ અટકાવવા અતિ જરૂરી છે છોડને બહાર નીકળવાના ગોળ આકારે કાળા પાડવા. ચોરસ કાણા કરવાથી પ્લાસ્ટિક ફાટી જાય છે.
  • પ્લાસ્ટિકના આવરણને જમીન ઉપર પાથરતા પહેલા બિયારણ ઉગીને સરળતાથી બહાર આવી શકે તેમ પાકના બે છોડ વચ્ચે નિયત અંતર જાળવવું. જેથી છિદ્રો પાડવામાં અને છોડને છિદ્રોમાંથી બહાર આવવામાં સહેલાઇ રહે છે.
  • પ્લાસ્ટિક શીટને પાથરવા માટે લોખંડના પાઇપની ફરતે પટ્ટો બનાવી વીંટાળી પ્લાસ્ટિક પાથરવામાં આવે તો પાથરવામાં અનુકુળતા રહે છે. પાઇપ ઉપાડી ફેરવતા જવું અને આગળ વધતા જવું. તેમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે જો પાથરવામાં શીટ (પ્લાસ્ટિક) થોડું જો ઢીલું રહે એ જરૂરી છે. પરંતુ તેમાં હવા ભરાય તેટલુ ઢીલું રહે તો પ્લાસ્ટિક ફાટી જાય છે માટે શકય તેટલી ઓછી હવા ભરાય તેની ખાસ કાળજી રાખવી. હવે તો મ૯ચ ફિલ્મ પાથરવા માટે ટ્રેકટર સાથે જોડી શકાય તેવા યંત્રો પણ ઉપલબ્ધ છે.
  • પ્લાસ્ટિકના પડને હવા ભરાતુ અટકાવવા અને અન્ય તેને પકડ મળી રહે તે માટે કિનારી ઉપર ૬ ઇંચ માટીનો થર કરવો અથવા પડને જમીનમાં દબાવી દેવું એ અતિ હિતાવહ છે. યંત્ર દ્વારા મલચફિલ્મ પાથરતી વખતે તેની કીનારી પર આપમેળે માટીનો થર થઇ જાય છે.

ખાસ : જમીનમાં ભેજનું પ્રમાણ વધુમાં વધુ હોય ત્યારે કરેલ મલ્ચિગ વધુ અસરકારક રહે છે અને મલ્ચિંગથી જમીનમાં ભેજનો સંગ્રહ જરૂર થાય છે. પરંતુ પાકની પિયતની જરૂરીયાત નિવારી ન શકાય.

ખેડુતમિત્રો, પ્લાસ્ટિક મલ્સિચેંગથી આપણે ઓછા પિયતવાળા વિસ્તારમાં ઇચ્છીત ખેત ઉત્પાદન મેળવી શકીએ છીએ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

2 thoughts on “મલ્ચિંગ (mulching) – ઓછા પાણીએ વધુ ખેતી”

Comments are closed.