ઇસબગુલ ની ખેતી

ઇસબગુલ એ એક ઓષધીય પાક છે જે કબજ, આંતરડા, પાઇલ્સ, ફિશર, બ્લ્ડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વિગેરે રોગોમાં ઉપયોગી છે. આ પાકનું વાવેતર શિયાળામાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં સારી નિતાર ધરાવતી રેતાળ જમીન અને ગોરાડુંજમીન પર ક્યારા બનાવીને કરવામાં આવે છે.

ઇસબગુલની જાતો

વધુ ઉત્પાદન માટે ગુજરાત ઇસબગુલ – 1, ગુજરાત ઇસબગુલ – 2, જવાહર ઇસબગુલ – 1, નિહારીકા જેવી જાતોનું બિયારણ વાપરો.

વાવેતર અને બિયારણ

જમીનની ફળદ્રુપતા વધારવા માટે હેક્ટેર દિઠ 15 થી 20 ટન છાણીયુ ખાતર આપવું. એક હેક્ટેર માટે 8-10 કિલો બિયારણની જરૂર પડે છે. બિયારણ વાવતા પહેલા કેપ્ટાન દવાનો 5 ગ્રામ/કિલો ના દરે પટ આપવો જેથી જમીન જન્ય રોગો ઓછા થાય. વાવેતર 15 સે.મી. (અઢધો ફુટ) ના અંતરે ચાસ કાઢીને કરવું. વાવણી બિયારણને છાંટી પણ શકાય. પાકના શરૂઆતના તબક્કામાં 2 થી 3 વાર નિંદામણ કરવું.

ખાતર અને પિયત

ખાતર 20-10-12 કિલો નાઇટ્રોજન-ફોસ્ફરસ-પોટાશ/હેક્ટેર પ્રમાણે આપવો. આમાંથી અડધું નાઇટ્રોજન અને પુરે પુરો ફોસ્ફરસ અને પોટાશ જમીનમાં વાવણી પહેલા આપવો. બાકીનો નાઈટ્રોજન પાક 4 અઠવાડિયાનો થાય ત્યારે આપવો. પાકને 8-10 પિયતની જરૂર પડે છે. પ્રથમ પિયત વાવણી પછી તરત, બીજુ 3-4 અઠવાડીયા પછી, જ્યારે ત્રીજું પિયત પાક્ને સુયા આવે ત્યારે ત્યારે આપવો. ત્યાર બાદ જરૂર મુજબ પિયત આપતા રહેવું.

રોગ અને જીવાત

ઇસબગુલમાં મુખ્ય જીવાત વ્હાઈટ ગ્રબ (white grub) છે. એને અટકાવવા માટે 5% એલ્ડ્રીન હેક્ટેર દિઠ 25 કિલો પ્રમાણે વાવણી પહેલા જ્મીનમાં છેલ્લી ખેડ કરતી વખતે આપવો.  તળછારાના રોગ ને અટકાવવા માટે 0.2% ઘુલનશીલ ગંધકનો (wetteble sulphur) છંટકાવ 2 થી 3 વખત કરવો.

પાકની કાપણી

પાકની કાપણી સવારના સમયમાં કરવી. છોડને જમીનની નજીકથી કાપવો. પાક્ને કાપ્યા બાદ ખેતરમાં 2 થી 3 દિવસ રાખી મુક્વો અને ત્યાર બાદ ટ્રેક્ટ્રર અથવા બળદની મદદથી ઇસબગુલના બી છુંટા પાડવા.

સારા પાકમાં હેક્ટેર દિઠ 700-800 કિલો ઇસબગૂલ મળે છે.

લેખક

ડો. એસ. એન. ગોયલ

મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

2 thoughts on “ઇસબગુલ ની ખેતી”

  1. ABDUL GHAFFAR KODVAVI

    શુ.પાકિસતાની ખેડુતો આપની સેવાનો લાભ લઈ શકે છે?.

    1. સફલ કિસાનની સેવા બધા ખેડુતમિત્રો માટે છે. તમે નોઘણી કરાવશો તો તમને પણ વોટસઅએપ પર માહીતી મળશે.

Comments are closed.