ફેબ્રુઆરી માસનાં ભલામણ કરેલા ક્રુષિ કાર્ય (Recommended agriculture work for February month)

Farmer in field

ખેડુતમીત્રો, ખેતીમાં સફળ થવા માટે આગોતરી તૈયારી કરવી ખુબ જરૂરી છે. ફેબ્રુઆરી મહિના માટે ભલામણ કરેલા ક્રુષિ કાર્ય નીચે આપ્યા મુજબ છે.

  1. ઉનાળુ મગફળીના વાવેતર માટે જે તે વિસ્તારને અનુકૂળ આવે તે જાતનું શુદ્ધ બીયારણ મેળવી વાવેતર કરવું.
  2. જીરૂ અને ઈસબગુલ પાકમાં ઝાકળ અથવા વાદળવાળું વાતાવરણ હોય તો પાણી આપવાનું ટાળવું.
  3. વરીયાળીના પાકમાં ખાસ પાણી આપવાનું ટાળવું જેમાં પાક સંરક્ષણ પગલા લેવાં.
  4. વરીયાળીમાં મધીયોના નિયંત્રણ માટે પાણી આપવું નહી તેમજ નાઈટ્રોજન યુક્ત ખાતર આપવા નહી તેમજ મશીના નિયંત્રણ માટે કોઈપણ શોષક પકારની દવાનો છંટકાવ કરવો.
  5. કાળીયા રોગના નિયંત્રણ માટે ડાયથેન એમ-૪૫ દવા ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  6. જીરૂનો પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ દવા (ડાયર્થન એમ-૪૫) ૧૦ લીટર પાણીમાં ૨૫ ગ્રામનું દ્રાવણ બનાવીને છંટકાવ કરવાથી ચરમીનો રોગ આવતો અટકે છે. ત્યારબાદ ૧૦ થી ૧૫ દિવસે બે થી ત્રણ છંટકાવ કરવા
  7. ચોમાસામાં વાવેતર કરેલ વરીયાળીના તૈયાર થયેલ ચક્કરની વીણી કરી છાંયામાં સુકવવા.
  8. બટાટાના પાકમાં પાળ ચઢાવવા અને જરૂર મુજબ પિયત આપવું.
  9. મરચાના પાકમાં મશી અને થ્રિપ્સ જેવી ચૂસીયા પકારની જીવાત પાનમાંથી રસ ચૂસે છે અને પરિણામે પાન કોકડાઈ જાય છે. જેને ખેડૂતો કોકડવાનો રોગ કહે છે. તેના નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાઈઝોફોસ ૪૦ ઈ.સી. ૧૨ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છટકાવ કરવો.
  10. આંબાના પાકમાં મોર આવવાની શરૂઆત થાય ત્યારે ફુગનાશક દવા જેવી કે બાવીસ્ટોન અથવા મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો તથા જંતુનાશક દવાઓ જેવી કે એન્ડોસલ્કાન મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવાથી આાંબાના ચીટકા અને આંબાનો મેઢ જીવાતનું નિયંત્રણ કરી શકાય.
  11. કોબી, ફ્લાવર અને અન્ય શાકભાજી તૈયાર થયે ઉતારી ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાની વ્યવસ્થા કરવી જેથી ભાવ સારા મળે છે.
  12. સવારે ઝાકળનું પમાણ વધારે હોય તો ઝાકળ ઉડયા પછી પાક સંરક્ષણ માટે દવાનો છંટકાવ કરવો,
  13. રાઈ પાકમાં ડાળીઓ પરની શીંગો સોનેરી રંગની થઈ સુકાઈ જાય અને છોડ પરના પાન ખરી પડે ત્યારે સવારે કાપણી કરી કાપણી કર્યા પછી પાંચ થી સાત દિવસે ભેગો કરી પછી થ્રેસરમાં લેવો.
  14. ઉનાળું બાજરીનું સર્ટીફાઈડ બિયારણ મેળવી ફેબ્રુઆરી માસના બીજા અઠવાડીયામાં વાવેતર કરવાથી ઉત્પાદન વધુ મળે છે.
  15. ઉનાળું બાજરીનું વાવેતર કરવાનું હોય અને ખેતર તૈયાર ન હોય તો ફકત એક પિયત આપી ધરૂવાડીયું તૈયાર કરી શકાય.
  16. ઉનાળું મગફળીનું વાવેતર બાકી હોય તો પુરૂ કરવું.
  17. ઉનાળું મગનું વાવેતર પણ ફેબ્રુઆરી માસમાં કરવાથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે.
  18. વરીયાળીના પરીપકવ ચક્કર ઉતારી ગુણવતા સારી સચવાય ને માટે છાયામાં સુકવી અને ત્યારબાદ લેવી.
  19. ઉનાળું ભીડી-ચોળીનું વાવેતર જમીન તૈયાર હોયતો કરવું.
  20. કેળના પાકમાં રોપણી બાદ પાંચમા માસે છોડ દીઠ ૩૦૦ ગ્રામ એમોનીયમ સલફેટ ૨૦૦ ગ્રામ સુપર ફોસ્ફેટ અને ૧૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવો.
  21. આંબાવાડિયામાં ગોદ કરી ઉપર મુજબ ખાતર આપવા.
  22. રાઈ પાકમાં ફુલ અવસ્થાએ પિયતની ખેંચ ન પડે તેની પુરતી કાળજી રાખી પિયત આપવું.
  23. કપાસના પાકમાં વીણી ચાલુ રાખી પ્રથમ વીણીનો કપાસ અલગ રાખી વેચાણ કરવું. કપાસની વીણી સવારે ઝાકળ ઉડયા બાદ કરવી.
  24. તમાકુની રોપણી બાકી હોય તો પુરી કરવી.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

4 thoughts on “ફેબ્રુઆરી માસનાં ભલામણ કરેલા ક્રુષિ કાર્ય (Recommended agriculture work for February month)”

  1. ડુંગળી ના પાક માટે જીવાતના નિયંત્રની માહીતી આપો

    1. વિશાલભાઇ, થોડા સમયમાં ડુંગળીના પાકમાં જીવાત વિષે માહિતી આપીશું.

Comments are closed.