ઉનાળુ તરબુચની (watermelon) ખેતી

તરબુચનું (watermelon) વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબુચ આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે. જેથી તરબુચને રણનું અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ વિશેષ હોય છે. તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. આમ આ પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં ફળ તેની ગરજ સારે છે. 

હવામાન

આ પાકને ગરમ અને સુકુ હવામાન વિશેષ માફક આવે છે. હિમથી આ પાકને ખુબ જ નુકશાન થાય છે. સામાન્ય રીતે ૨૫થી ૩૦ સે. તાપમાન જરૂરી છે. તરબુચને (watermelon) પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. સૂર્યપ્રકાશના લીધે તરબૂચના શર્કરાનું પ્રમાણ વધે છે અને પર્ણને લગતા રોગોનું પ્રમાણ ઘટે છે. તરબુચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાંતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની વાવણી કરવી જેથી ઉગારો સારો મળે. પરંતુ ડીસેમ્બર, જાન્યુઆરી મહિનામાં તરબુચના ભાવ સારા મળતા હોવાથી વરસાદ પૂરો થાય કે તરત જ સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનાની આખર સુધી વાવણી કરવી જેથી વાવણી કર્યા બાદ શરૂઆતમાં પ૦ થી પ૫ દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય. પછી જો ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. એ રીતે તરબુચનો પાક વર્ષમાં બે વાર પણ લઈ શકાય

જમીન અને જમીનની તૈયારી

તરબુચની (watermelon) ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેમાંય નદીના પટની રેતાળ જમીન માં ફળોનું ઉત્પાદન વિશેષ મળે છે. ગોરાળુ જમીનમાં પણ સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે. જો જમીનની નિતાર શક્તિ સારી હોય ત્યાં આ પાક થઈ શકે. આ પાકના વાવેતર માટે જમીનને બરાબર ખેડી તૈયાર કરવી. ત્યારબાદ રોટાવેટરથી જમીનને બરાબર ખેડવી. જમીનની તૈયારી વખતે પાયાના ખાતરો જમીનમાં આપી બરાબર ભેળવી દેવા.

વાવેતરનો સમય, અંતર અને બીજનો દર

સામાન્ય રીતતરબુચની વાવણી જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી માંડીને માર્ચની આખર સુધીમાં કરી શકાય છે જયારે શિયાળાની ઋતુમાં ફળ મેળવવા માટે કે જયારે સારા બજારભાવ મળે તે માટે ખેડૂત મિત્રોને વરસાદ પૂરો થાય કે તરત સપ્ટેમ્બરથી ઓકટોબરના અંત સુધીમાં તરબુચનુ વાવેતર કરવું જેથી તેને પપ દિવસ સુધી ગરમી મળે જેથી તરબુચનો વાનસ્પતિક વિકાસ થઈ જાય પછી ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. તરબુચ જાન્યુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર- ડીસેમ્બર માસમાં તરબુચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીહાઉસ ટનલ બનાવી તેમાં રાખી એક માસ

ત્યાં ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરતબ જ જમીનમાં કોથળી તૈયાર કરેલ છોડ રોપી તરબુચનો પાક ૩૦ થી ૪૦ દિવસ વહેલો મળે જેથી બજારભાવ સારા મળે. જમીનની પ્રત અને તેની ફળદ્રુપતાને ધ્યાને રાખીને તરબુચનું ૨ મીટર x ૧ મીટરનાં અંતરે વાવેતર કરવું અથવા જોડિયા હાર પદ્ધતિથી ૧ મીટર X ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે (દરેક હારમાં બે છોડ વચ્ચે ૧ મીટર, બે હાર વચ્ચે ૩.૪ મીટરના અંતરે) વાવણી કરવી. ટુંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ૨.૫ થી ૩.૦ બીજ એક હેકટરના વાવેતર

માટે જરૂરી છે. બીજને વાવણી કરતા પહેલા ફુગનાશક દવાની બીજ માવજત આપવી. 

ખાતર

રેતાળ જમીનમાં જમીન તૈયારી વખતે હેકટર દીઠ ૩૦૦ થી ૪૦૦ કિવલ્લ જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર જ મીનમાં નાખીને બરાબર ભેળવી દેવું. છાણિયુ ખાતર અને રાસાયણિક ખાતરો ખામણા દીઠ આપવામાં આવે તો ખાતરનો બગાડ થતો અટકાવી શકાય છે. ખામણા દીઠ ૧૬ ગ્રામ નાઈટ્રોજન ૧૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧૦ ગ્રામ પોટાશ યુકત ખાતરો આપવા જોઈએ જેથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે. વાવણી પહેલાં ૩૦ સે.મી.x ૩૦ સે.મી.x ૩૦ સે.મી. ના ખાડાતૈયાર કરવા. તેમાં બરાબર કોહવાયેલું છાણિયું ખાતર ૪ કિગ્રા માટી સાથે મિશ્ર કરી નાખવું. તે ખાડામાં ૩૨ ગ્રામ એમોનિયમ સલ્ફટ, ૬૨ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફટ અને ૧૬ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ એ બધુ જ માટી સાથે મિશ્ર કરી ખાડામાં નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલ દરેક ખામણાંમાં બે અથવા હાઈબ્રીડ બિયારણ હોય તો એક બીજ થાણવાં બીજના જલદી અને એક સરખા માટે થાણતાં પહેલા બીજને ૨૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખી ત્યારબાદ વાવવા.

  • વાવણી વખતે પાયામાં: ૧૧૦ કિગ્રા/હેકટર યુરીયા, ૩૦૦ કિગ્રા/હેકટર. એસ.એસ.પી,  ૮૦ કિગ્રા/હેકટર મ્યુરેટ ઓફ પોટાશ 
  • વાવણી બાદ ૩૦ દિવસે: પપ કિગ્રા/હેકટર યુરીયા અથવા ૧૨૫ કિગ્રા/હેકટર એમોનિયમ સલ્ફટ
  • ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે: પપ કિગ્રા/હેકટર યુરીયા અથવા ૧૨૫ કિગ્રા/હેકટર એમોનિયમ સલ્ફટ

જો વાવણી જોડિયા હાર પદ્ધતિથી કરવામાં આવે તો તેમાં પોટાશ અને ફોસ્ફરસ ઉપર મુજબ લેવું પણ નાઈટ્રોજન યુકત ખાતર ૧૫૦ કિગ્રા આપવું જેમાં ૭૫ કિગ્રા નાઈટ્રોજન વાવણી વખતે ૩૭,૫ કિગ્રાવાવણી બાદ અને બીજદ ૩૭.૫ કિગ્રા ફળો બેસાવની શરૂઆત થાય ત્યારે આપવો. કુલ આવે ત્યારે કેલ્શિયમ નાઈટ્રેટ ૨ ગ્રામ/લિટર અને વેલા ઉગી ગયા બાદ ૧૫-૨૦ દિવસે મેગ્નેશીયમ સલ્ફટ૨ ગ્રામ/લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ+ કેલ્શિયમ ૧ ગ્રામ/લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો છોડની સારી વૃદ્ધિ થાય. 

પારવવું

છોડની સારી વૃદ્ધિ થયા બાદ ખામણમ દીઠ એક એક રહેવા દઈને વધારાના છોડ કાઢી. નાખવા। ફળની સંખ્યા કરતા કદ પર ભાર મુકવાનો હોય ત્યારે ફળ નાના હોય તે વખતે વધારાના ફળો તોડી નાખી સંખ્યા ઓછી કરવી જેથી બાકી રહેલા ફળનો વિકાસ સારો થાય. 

આંતરખેડ અને પિયત

આ પાકના મૂળ ઉંડા જતાં નથી આથી નિંદામણનો નાશ કરવા છીછરી આંતરખેડ કરવી. વેલા મોટા થયા બાદ ખુરપીથી નિંદામણ કરવું. આ પાકના આયુષ્ય કાળા દરમ્યાન ૮થી ૧૦ દિવસનાં અંતરે પિયત આપવું. વેલાની વૃદ્ધિ નીકળી એક જ બાજુએ થાય એ માટે શરૂઆતથી જ દરેક વેલાને કેળવવા. આમ કરવાથી નીકમાં પિયત સહેલાઈથી આપી શકાય છે અને ફકત નીકમાં જ પિયત આપવાથી ફળને વધુ ભેજથી થતું નુકશાન અટકાવી શકાય. પાછલી અવસ્થામાં પાણી ઓછુ આપવું જેથી એની ગુણવતા સારી રહે. પાકની શરૂઆતની અવસ્થા વેલાની ઝડપી વૃદ્ધિ થાય છે તે સમયે ૬ થી ૭ દિવસે પાણી આપવું ત્યાર પછી સામાન્ય રીતે ૧૦ થી ૧૨ દિવસે પાણી આપવું અને ફળ પાકવાની શરૂઆત થાય તે અગાઉ પાણી આપવાનું બંધ કરવું. શરૂઆતની વીણી બાદનાના રહેલ ફળના વિકાસ માટે લાંબા ગાળે હળવું પિયત આપવુ. ગોરાડુ જમીનમાં અથવા રેતાળમાં ટુંકા ગાળે પાણી આપવું. 

જાતિય પરિવર્તન

સામાન્ય રીતે તરબુચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા આવશ્યક છે. આ માટે ઈથેફોન પ૦થી ૧૦૦ મીલીગ્રામ/લિટર અથવા જિબ્રેલીક એસીડ ૨૫ મિ.ગ્રા/લિટરનું દ્રાવણ બનાવી બે છંટકાવ (બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમુ પાન નીકળે ત્યારે ) કરવાથી માદા પુષ્પોનો વધારો કરી અને ઉત્પાદન વધારે મેળવી શકાય છે. 

લણણી

તરબુચના ફળની પરિપક્વતા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા. 

  • પ્રકાડને છેડેતણાવો સુકાવા માંડે. 
  • ફળને આંગળીના ટકોરો મારતા ભાતુ જેવો રણકાર આવે તો ફળઅપરિપક્વ છે જયારે ધેરોબોટો અવાજ આવે તો તે ફળ પરિપક્વ છે. 
  • જમીનને અડકેલ ફળના ભાગની છાલનો રંગ ફળ પરિપક્વ થતા સફેદમાંથી બદલાઈપીળાશ પડતો થાય છે. 
  • ફળના ડીંટા આગળ લાગેલા વેલો લીસો અને બિલકુલ રૂવાંટી વગરનો દેખાય તો તરબુચ પાકી ગયુ છે તેમ માની શકાય. 

ઉત્પાદન તરબુચનો પાક ૮૫ થી ૯૦ દિવસનો છે. તેમાં ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે http://safalkisan.com/ugc-contribution/ જુઓ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.