શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation)

શેરડી (sugarcane) એક મહત્ત્વનો લાંબા સમયનો રોકડિયો પાક છે. કૃષિવિશ્વનો અથવા કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો અગત્યનો ઉધોગ છે. સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય ભલામણો ખેડૂતમિત્રો દ્વારા અપનાવાય તો ચોક્સ શેરડીનું (sugarcane) ઉત્પાદન ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. શેરડીમાં છેલ્લા પાંચ-છ વર્ષથી રોગ-જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે. ખાસ કરીને સુકારો, રાતડો, વેધકો અને સફ્ટ ખામી તથા વિવિધ ખાતરો અને ખર્ચાળ ખેતી પદ્ધતિઓથી ઉત્પાદન ખર્ચ વધે છે. ત્યારે શેરડીની સુધારેલા ખેતી પદ્ધતિઓ અપનાવી જરૂરી છે. જેથી ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય છે.

આબોહવા

શેરડીના (sugarcane) પાકને ભેજવાળી આબોહવા માફક આવે છે. વાવેતર સમયે ૧૨° સે.થી ઓછું ઉષ્ણતામાન અને પરિપક્વા થવા માટે સૂકી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. હાલ અત્યારના સમયમાં વધતા-ઓછા પ્રમાણમાં બધા જ હવામાનમાં ઉગાડવામાં આવે છે.

જમીન અને જમીનની તૈયારી

શેરડીનાં પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી અને ગોરાડું જમીન ખૂબ જ માફ્ટ આવે છે. શેરડીનું સારું ઉત્પાદન મેળવવા માટે જમીનમાં તળપાણીની સપાટી ૧.૦ મીટરથી નીચે હોવી જોઈએ. દક્ષિણ ગુજરાતની મધ્યથી ભારે કાળી જમીનમાં જ્યારે શેરડીનો પાક લેવાનો હોય ત્યારે સબ સોઈલિંગ અને ટ્રેક્ટર વડે વારંવાર ખેડ કરી સખત પડને તોડવું જરૂરી બને છે. ત્યાર બાદ ઊંડી રીઝર વડે યોગ્ય રોપણી મુજબનાં અંતર સાથે નીકો અને પાળા બનાવવા. સાથે સાથે ૧૦ થી ૧૫ મીટરના અંતરે પિયત માટે ઢાળિયા બનાવવા.

જાતોની પસંદગી

શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે રોગજીવાત સામે ટકી રહેવાની શક્તિ હોવી જરૂરી છે. સાથે સાથે રોપણી માટેની જાતો સુકારા અને રાતડા સાથે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતો પસંદ કરવી.

રોપણીનો સમય

ગુજરાત રાજ્યમાં શેરડીની રોપણી ઓક્ટોબર મધ્યથી ફેબ્રુઆરી સુધીમાં રોપણી કરવી.

રોપણીનું અંતર અને પદ્ધતિ

શેરડીની (sugarcane) રોપણી ૬૦ સે.મી.નાં અંતરે અથવા જોડકા હારમાં બે જોડકા વચ્ચે ૧૨૦ સે.મી અંતર રાખવું. સામાન્ય રીતે શેરડી ૯૦ થી ૧૦૫ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. પરંતુ હવે મશીનથી થતી કાપણી માટે વધુ અંતરે (૧૨૦ થી ૧૫૦ સે.મી.) રોપણી કરવી જરૂરી બનેલ છે.સામાન્ય રીતે શેરડીને એકાંતરે ટુકડા ગોઠવી (છેડાછેડ)ને રોપણી કરવામાં આવે છે. જેથી ખેતી ખર્ચ ઘટે છે.

બિયારણનો દર

શેરડીનું વધુ ઉત્પાદન માટે પ્રતિ હેક્ટરે ૩૫,૦૦૦ ત્રણ આંખવાળા ટુકડા અથવા ૫૦,૦૦૦ બે આંખવાળા ટુકડાની પસંદગી ૮ થી ૧૦ માસના રોપણી. પાકમાંથી કરવામાં આવે છે. આમ એક હેક્ટર વિસ્તારમાં ૧,૦૦,૦૦૦ આંખ આવે તે રીતે રોપણી કરવી જોઈએ. શેરડીની ઘનિષ્ટ ખેતી પદ્ધતિમાં એક આંખના કટકામાંથી બનાવેલ રોપા/ષ્ણગાયેલ એક આંખના કટકાનો ઉપયોગ થતો હોય બિયારણનો જથ્થો ઘણો જ ઓછો (લગભગ ૧ ટન) જરૂર પડે છે.

બિયારણની પસંદગી

બિયારણ માટે યુનિવર્સિટી/સુગર ફેક્ટરી દ્વારા લેવામાં આવતા બીજ પ્લેટમાંથી બીજ પસંદ કરવું. આ ઉપરાંત અન્ય પાસેથી બીજ લેવાનું થાય તો બિયારણની પસંદગી રોગ-જીવાત મુક્ત પ્લોટમાંથી કરવી. બિયારણ ૮ થી ૧૦ માસના પાકમાંથી જ પસંદ કરવું અને નીચેનો ૧/૩ ભાગ કાઢી નાખવો અને ઉપરનો ૨/૩ ભાગના ટુકડા પાડવા. રોગ-જીવાતવાળા કટકાને દૂર કરી દેવા.

બીજ માવજત

પ્રતિ હેક્ટરે ૨૮૦ લિટર પાણીમાં કાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/ લિટર) અને મેલાથીઓન (૨ મિ.લિ./લિટર) અથવા ડાયમીયોએટ (૧ મિ.લિ./લિટર)ના દ્રાવણમાં ૫ મિનિટ ટુકડાને બોળીને રોપવા અથવા શેરડીના કટકાને ૧૦ લિટરમાં પાણીમાં ૨૦ ગ્રામ એમીસાન અથવા બાવિસ્ટીન અને ૨૦ ગ્રામ મેલાથીઓન દ્રાવણ બનાવી પાંચ મિનિટ કટકા બોળીને રોપવા.

ખાતરનું પ્રમાણ

 • સેન્દ્રિય ખાતર : શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો સારો ઉતારો મેળવવા માટે રાસાયણિક ખાતર સાથે ૨૫ ટન છાણિયું ખાતર આપવું અથવા હેક્ટર દીઠ ૬૨૫ કિ.ગ્રા. દિવેલાનો ખોળ અથવા ૧૨ ટન પ્રેસમડ આપવો.
 • જૈવિક ખાતર : શેરડીની રોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે હેક્ટર દીઠ ૨. કિ.ગ્રા. એમેટોબેક્ટર આપવું. આ માટે છાણિયા ખાતર સાથે મિશ્ર કરી ખાતરમાં આપવું જેથી ૨૫ ટકા જેટલા નાઈટ્રોજન ખાતરનો બચાવ થઈ શકે છે.
 • રાસાયણિક ખાતર : રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા પહેલા જમીનની ચકાસણી કરવી જરૂરી છે. સામાન્ય સ્થિતિમાં ૨૮૦-૧૨૫-૧૨૫ કિ/હે. નાઈટ્રોજન, ફોરસ અને પોટાશ આપવું (નાઈટ્રોજન ખાતરની ચાર હપતામાં ૧૫, ૩૦, ૨૦, ૩૫ ટકા પ્રમાણે અનુક્રમે પાયામાં ૨, ૩, ૫ મહિને આપવું) ફોસ્ફરસ અને પોટાશને રોપણીના સમયે પાયામાં આપવું. ગંધકની પૂર્તિ માટે 900 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર દીઠ જીપ્સમ અને ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ઝીંક સલ્ફટ રોપણી સમયે આપવું.

પિયત

કોઈપણ પાકને ક્યારે, કેટલું અને કઈ રીતે પિયત આપવું તેનો આધાર તે વિસ્તારનું હવામાન, જમીન અને પાકની જાત પર નિર્ભર છે. શેરડીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પાણી આપવાથી પાણીની કાર્યક્ષમતા તથા પાણીની બચત કરી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ગુજરાતની કાળી જમીનમાં શેરડીના પાકને ૧૪ પિયત જરૂરી બને છે. જેમાં ૨૨ થી ૨૫ દિવસના ગાળે શિયાળામાં અને ૧૪ થી ૧૮ દિવસના મુજબ ૧૫ થી ૨૦ મીટરના અંતરે ઢાળિયા બનાવી નીકોનો પોણા ભાગ ભરાય તેટલું પાણી આપવું. એકાંતરે પાળિયા પિયત પદ્ધતિથી ૪૦ ટકા જેટલા પિયત પાણીની બચત થાય છે. શેરડીમાં ટપક પિયત પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ શેરડીનું જોડીયા હારમાં વાવેતર કરવું. ટપક પદ્ધતિ દ્વારા ખર્ચામાં ૪૦ ટકાની બચત કરી શકાય છે, ટપક પદ્ધતિ ચલાવવાનો સમય એક દિવસના અંતરે ૪૬ થી ૫૨ મિનિટ ઓક્ટોબરથી માર્ચ દરમ્યાન ૬૦ થી ૮૨ મિનિટ એપ્રિલ-જૂન દરમ્યાન તથા ૩૪ થી ૪૬ મિનિટ જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન અને પ્રતિ કલાકે ૪ લિટરનું ડ્રીપર ચલાવવું. ટપક પદ્ધતિ દ્વારા રોપણી બાદ એક મહિનાના અંતરે પાંચ સરખા હપ્તામાં (૩૦-૧૨.૫-૧૨.૫) ના.ફો.પો. કિ.ગ્રા./હે. આપવું જેથી ૫૦% ખાતર અને ૪૦% પિયતનો. બચત કરી શકાય છે.

નીંદણ નિયંત્રણ

શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી. નીંદણમુક્ત રાખવો જરૂરી છે. હાથ નીંદણ તથા આંતરખેડ કરી નીંદણમુક્ત રાખવું. જો મજૂરો ઉપલબ્ધ ન હોય તો નીંદણનાશક દવાઓ ઉપયોગ કરી નીંદણ નિયંત્રણ કરવું.

 • એટ્રાઝોન ૨-૪ ફ્લિો/હેક્ટર છાંટવું અને ૨૪ ક્લિો સોડિયમ સોલ્ટ વાવણીના ૬૦ દિવસ પછી ૧.૨૫ કિલો/હે. છાટવું.
 • પેરોક્વટ ૦.૬ મિ.લિ. રોપણીના ૨૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.
 • આંતર પાક લેતા હોય ત્યારે પેન્ડીમિથાલીન 3.33 ક્લિો/હે. છાંટવું.

નીંદણનાશક દવાઓનો છંટકાવ માટે બ્લ્યુએટ અથવા ફ્લેટર્ન નોઝલનો ઉપયોગ કરવો.

સંકલિત રોગજીવાત નિયંત્રણ

શેરડીના પાકમાં મુખ્યત્વે રોગોમાં સુકારો, રાતડો અને ચાબુક આંજિયા જોવા મળે છે. તથા જીવાતોમાં વેધકો, પાયરીલા, સર્દી માખી, ચીક્ટો અને અન્ય જીવાતો મળે છે.

 • રોગમુક્ત તથા ૫ થી ૯ માસનું બિયારણ પસંદ કરવું.
 • જો પાકમાં સુકારો અને રાતડા રોગગ્રસ્ત જડીયાને મૂળ સાથે નાશ કરવો અને જમીનમાં ડાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/લિ.) દ્રાવણ બનાવી રેડવું.
 • સુકારા તથા રાતડા જેવા રોગો માટે ટ્રાયકોડમાં શેરડીને સેન્દ્રિય ખાતરમાં સંવર્ધન કરી રોપણી સમયે (૮ ટન/હે.)ના દરથી ચાસમાં આપવું.
 • રોગપ્રતિકારક જાતો વાવવી જોઈએ.
 • વેધકોના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૦.૩ ટકા દાણાદાર દવા હેક્ટરે ૨૩ કિલો અથવા ફોરેટ, ૨૦ ટકા દાણાદાર દવા હેક્ટરે ૧૦ કિલો પ્રમાણે વાવણી બાદ ૩૦ અને ૧૪૦ દિવસે જમીનમાં આપવી.
 • સુકારો કે રાતડાના એકલ-દોકલ જડીયા દેખાય તો ઉપાડી તેનો નાશ કરવો તેમજ તે જગ્યાની નજીક બાવિસ્ટીન (૨.૦ ગ્રામ પ્રતિ ૧ લિટરમાં) દ્રાવણ બનાવી જમીનમાં રેડવું.
 • સદ્દ માખીના નિયંત્રણ માટે ૨૦ લિટર પાણીમાં ઈમિડાક્લોપ્રિડ ૨૮ મિ.લિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. સફ્ટ એફીડનો ઉપદ્રવ જોવા મળે તો મીથાઈલ-ઓડીમેટોન ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. દવા અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૫ એસ.એલ. ૩૦ મિ.લિ. ૧૦૦ લિટર પાણીમાં મિશ્રણ બનાવી છંટકાવ કરવો.
 • ઉંદરથી થતા નુકસાન માટે ઝીંક ફોસ્ફાઈડની ૨ ટકા ઝેર અથવા બ્રોમાડીઓલોન ૦.૦૦૫ ટકા ઝેર ખાધ સાથે દર દીઠ ૧૦ ગ્રામ ચૂકવવું.
 • પાકની યોગ્ય બદલીથી રોગ-જીવાતોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
 • આંતરપાક – શેરડીમાં આતરપાક તરીકે ચણા અથવા પાપડી અથવા મગ અથવા ડુંગળી અથવા લસણનું વાવેતર આર્થિક રીતે વધુ પોષણયુક્ત છે. પરંતુ ખેડૂતમિત્રોની અનુકૂળતા મુજબ અન્ય પાકો વાવી શકાય છે.

અન્ય ખેતી કામો

શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકા કદના પાળા. ચઢાવવા અને પાંચમાં મહિને ભારે કદના પાળા ચઢાવવા. – શેરડીના વધુ ઉતાર લેવા તેમજ ખાંડનું પ્રમાણ વધારવા રોપણી બાદ ૬, ૭ અને ૮ મહિને ત્રણ વખત શેરડીના પાકના ૨૫ ટકા પણે શેરડીના સાંઠા ઉપરના ફ્લ પણના નીચેથી ચોથા ભાગના પણ કે જે સુકાયેલા હોય છે તે કાઢવાની ભલામણ છે. જેથી રોગ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે. ખેતરમાં પાણીની યોગ્ય બે ખેતરો વચ્ચે ઊંડી (એક મીટર)ની નિતાર નીકો બનાવવી. શેરડીની પતારી બાળવાની સલાહ આપવામાં આવતી નથી. બની શકે તો જમીનમાં મેળવવી.

શેરડીના લાભ પાકની ખેતીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

 • શેરડીના જડીયામાંથી આંખોના અંકુર નીકળે તે માટે કાપણી જમીન સપાટીથી બરાબર સરખી રીતે કરવી. પિયત આપ્યા બાદ વરાપ આવે પછી શેરડીના જડીયાની બને બાજુ હળથી ખેડ કરવી જોઈએ.
 • શેરડીના લાભ પાકનું આર્થિક રીતે વધુ ઉત્પાદન માટે ખાલી પડેલી જગ્યામાં અગાઉ સુધરેલ તે જાતના એક આંખવાળું ધરૂ રોપવો તેમજ ૩૦૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં (૨૫ ટકા પાયામાં અને ૫૦ ટકા બે થી ત્રણ મહિને ૨૫ ટકા પાળા ચઢાવતી વખતે) આપવું.
 • પ્રથમ લાભ પાકને હેક્ટર દીઠ ૬૨.૫ કિલો ફોસ્ફરસ આપવો. લામ પાકને ત્રણ થી ચાર માસનો થાય ત્યાં સુધી જરૂર મુજબ નીંદણ કરવું તથા આંતર ખેડ કરવી. લામ પાક માટે કુલ ૧૩ પિયત આપવી. રોગ-જીવાતનું પ્રમાણ વધારે હોય તો એક જ લામ પાક લેવો હિતાવહ છે.

શેરડીની ખેતીમાં બીજનું મહત્ત્વ અને ઉત્પાદન

શેરડીનો પાક વાનસ્પતિક વૃદ્ધિ (સાંઠાના ટુક્કા રોપી) કરવામાં આવે છે. આથી બીજા સાથે રોગ-જીવાતનો પ્રશ્ના ઊભો થાય છે. તેથી બીજ પ્લોટ માટે અગાઉના વર્ષમાં સુકારો રાતડો ન આવેલ હોય અને શેરડી સિવાય અન્ય પાકો લીલો પડવાશ કરેલ હોય તેમજ પાણી/રસ્તાની સારી સગવડ હોય એવા ખેતરની પસંદગી કરવી.

શેરડીની નવી જાતોની ઝડપથી બીજવૃદ્ધિ માટે એક આંખવાળા ટુકડામાંથી તૈયાર કરેલ ૩૦ દિવસના છોડને અથવા એક આંખવાળા ટુકડાને ૧૦ x ૫૦ સે.મી.ના અંતરે અથવા બે આંખવાળા ટુકડાને ૧૦ x ૫૦ સે.મી.ના અંતરે રોપવાથી બીજની ગુણવત્તા સારી મળે છે.

 • રોપણી સમયે ૮ થી ૧૦ માસનું કુમળું બિયારણ મળી રહે તે પ્રમાણે બીજ પ્લોટની વાવણી કરવી.
 • શેરડીના તંદુરસ્ત અને રોગમુકત બિયારણ માટે ટીસ્યકલ્ચર છોડની ૧ X ૧ મીટરના અંતરે રોપણી કરવી.
 • પાકમાં સારો જુસ્સો મેળવી રાખવા દર ત્રણ થી ચાર વર્ષ બિયારણ બદલતા રહેવું.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.