ખેડુતમિત્રો, સેપ્ટેમ્બર મહિનામાં ભલામણ કરેલ ખેતીના (recommended agriculture work for september) કાર્ય નિચે મુજબ છે.
- તુવેરના પાકમાં કુલ અવસ્થા બાદ આંતરખેડ કરવી નહિ.
- ડાંગરની ફેરરોપણી બાદ પાકની જીવ પડાવ અને કંટી નીકળવાની અવસ્થાએ પૂર્તિ ખાતરનો બીજો અને ત્રીજો પડાવ હતો. ક્યારીમાંથી પાણી નીતારી લઇ આપવો. તેમજ કર મોડી અને પાનના ભૂરા ટપકાં જેવા રોગો અને પાન વાળનારી ઇયળના નિયંત્રણના સંકલિત પગલાં ભરવા.
- વરિયાળી, પિયત અને બિન પિયત દિવેલાના પાકમાં પૂર્તિ ખાતરનો પ્રથમ હપ્તો આપવો. પિયત દિવેલામાં ૩૦ કિલો અને બીન પિયત દિવેલાના ૧.૫ કિલો નાઇટ્રોજન પ્રતિ હેકટરે આપવો. દિવેલાના પાકમાં ધોડિયા ઇયળનો ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટે સંકલિત પદ્ધતિ અપનાવવી.
- કપાસના પાકમાં પૂર્તિ ખાતરનો ત્રીજો હપ્તો આપવો. આ સમય દરમિયાન યુસિયા જીવાતનો ઉપદ્રવ જણાય તો નિયંત્રણના સમયસર પગલાં લેવા.
- સ્પાઇડર લીલીનો રાસાયણિક ખાતરનો બીજે હપ્તો આપવો.
- ગલગોટાના ધરૂ રોપવાની કામગીરી આદરવી.
- ઓગષ્ટના છેલ્લા અથવા સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં આાંબામાં નિયમિત ફલન માટે ૧૦ થી ૩૦ વર્ષના પૂર્ણ વિકસીત ઝાડમાં ર૦ મિલી કલ્ટાર ૧૦ થી ૧૫ લિટર પાણીમાં બરાબર મિશ્ર કરી ઝાડની ફરતે ર૦ થી ૩૦ કાણાં પાડી તેમાં રેડવું અને માટીથી કાણાં બંધ કરવા અથવા ૧.૫ થી ૨ મીટર અંતરે ખામણા બનાવી કલ્ટાર આપવું.
- ગલેડીઓલસની ગાંઠોની રોપણી ૪૫ x ૩૦ સે.મી. અંતરે વાવેતર કરવું. ર૦૦ + ર૦૦ + ર૦૦ (કિ.ગ્રા./ હે.) રાસાયણિક ખાતર પૈકી ૫૦% નાઇટ્રોજન કુલની દાંડી નીકળે ત્યારે આપવો.
- વધારાના કેળના પીલાને સમયાંતરે દૂર કરવા.
તમાકુ
તમાકુના એક સરખી ઊંચાઇએ ધરાવતા તંદુરસ્ત ધરૂની પસંદગી કરી સાંજના ઠંડા પહોરે ફેર રોપણી કરવી.
વરીયાળી
શિયાળુ વરીયાળી માટે વાવણી સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયા સુધી કરવી. ૧૫૦ થી ર૦૦ વર્ગ મીટરના ધરૂવાડીયામાં ર. પ થી ૩ કિલો બીજની વાવણી કરવી.
શેરડી
પ્રી-સીઝનલ શેરડીની રોપણી માટે મુખ્ય જમીનને તૈયાર કરવી. જમીનમાં હળ ચાલવી ટેકા ભાંગી જમીનને પોચી-ભરભરી તૈયાર કરવા માટે ર થી ૩ વખત દંતાળ મારવો.
તુવર
પાકની તમામ અવસ્થાઓ દરમિયાન જમીનમાં પાણી ભરાયેલ રહે નહિ તેની કાળજી લેવી તથા જરૂરિયાત જણાય ત્યારે પિયત કરવું.
બટાટા
બટાટાની કાપણી સમયસર કરવી. બટાટાની પલર કાપી લીધા બાદ કોદાળી અથવા તો બટાટા કાઢવાના યંત્ર વડે બટાટા, જમીનમાંથી ખોદીને કાઢવા.
પશુપાલન
- જયારે પશુ ટોળામાં ચરતા હોય ત્યારે તેના વર્તન અંગેનું ધ્યાન રાખવું. ધણમાંથી ઘણા પશુઓ મારકણા તોફાની હોય છે. જે બીજા પશુને ધકકા મારીને પૂરતો આહાર ખાવા દેતા નથી. જે પશુની દૂધ ઉત્પાદક્તા/ઉન ઉત્પાદક્તા વધારે હોય તેવા પશુ સ્વભાવે શાંત હોય છે. સાથી શાંત પશુને ધણમાં પરેશાની અનુભવાય છે. આવા પશુને ટોળાથી અલગ રાખી આહાર આપવો. વાછરડાના જન્મ બાદ તુરંત જ એક કલાકની અંદરમાં તેના વજનનું ૮ થી ૧૦ ટકા તેની માતાનું દૂધ પીવડાવવું.
- ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં પશુઓનું ગર્ભધારણ થાય છે તો તેથી તેને સિમેન્ટના પાકા ફલોર પર ન રાખતા, જમીન પર રાખવા એનાથી તેની તંદુરસ્ત અને આરોગ્ય જળવાઇ રહે છે.
- યુરિયાની માઠી અસર દૂર કરવા માટે પશુને આહારમાં ઘઉંનો ભરડો તથા કપાસીયાનો ખોળ સપ્રમાણમાં મીકસ કરી વાગોળતા પશુને આપવો.
- પશુનાં ઘાસચારા માટે મકાઇનું વાવેતર કરી શકાય.
koalas ma atyare kaya khatar apava joia
Comments are closed.