જુન મહિનાના ભલામણ કરેલા કાર્યો (recommended agriculture work for June)

Farmer in field

ખેડુતમિત્રો, જુન મહિનામાં ખેતી અને પશુપાલનને લગતા ભલામણ કરેલા કાર્યો (recommended agriculture work for June) નિચે મુજબ છે.

 • શેઢાપાળાનું ઘાસ સાફ કરવું. ઇચ્છીત જાતનું ડાંગર ધરૂવાડિયું તૈયાર કરવું. ચોમાસું પાકો મોડા લેવાના હોય તેવી જમીનમાં લીલા પડવાશ માટે શણનું વાવેતર કરવું.
 • ચોમાસું મરચીનું ધરૂ ઉછેર કરવું.
 • પડતર જમીનમાં રહેલાં કાયમી અને હઠીલા નિંદણોને દૂર કરવા.
 • પાકની વાવણી પહેલાં ૧ લિટર ગ્લાયકોસેટ અથવા અડધો લિટર ગ્રામઓકઝોન દવાનો છંટકાવ કરવો.
 • કૃષિ પાકોના બિયારણને વાવણી પહેલાં જરૂરી ફૂગનાશક (બાવીસ્ટીન ક્રાયકોડમાં) નો પટ આપવો. બાદ જવિક કલ્ચરનો પટ આપવો.
 • સારો વરસાદ થયે ફળપાકના પ્રમાણિત નર્સરીમાંથી રોપા લાવી અગાઉ તૈયાર કરેલા ખાડામાં ભલામણ મુજબ સેન્દ્રીય અને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉમેરી રોપણી કરી તરત જ પાણી આપવું.

મકાઈ

મકાઈની જાતો : જીએમ ૧, ર, ૪, ૬ નર્મદા, મોતી અને ગંગા સફેદ-ર અને શક્તિમાન વાવણીલાયક વરસાદ થયે વાવેતર કરવું. બીયારણનો દર અને વાવણીનું અંતર ર૦-રપ (કિ.ગ્રા./ હે.) અને ૬૦ x ર૦ સેમી અને શંકર જાતો માટે ૭૫ x ર૦ સેમી રાખવું. ૧પ ગાડા છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર ૧ર૦+૦+૦ (કિ.ગ્રા./ હે.) મુજબ આપવું.

કપાસ

શંકર જાત : હાઇબ્રીડ કપાસ ૪, ૬, ૮, ૧૦ અને ૧ર પૈકી જાતોમાંથી જાત પસંદ કરી ૪ (કિ.ગ્રા./ હે.) રાખવો. જેની વાવણી ૧ર૦ x ૬૦ અથવા ૯૦ x ૩૦ – ૬૦ સેમી અંતરે વાવણી લાયક વરસાદ થયે કરવી. જેમાં ૩૨૦ + ૦ + ૦ નો દર ૯ થી ૧૦ (કિ.ગ્રા./ હે.) મુજબ રાખવો. વાવણી ૧ર૦ x ૪૫ સેમી અંતરે કરવી અને ૧૮૦ + ૦ + ૦ રાસાયણિક ખાતર (કિ.ગ્રા./ હે.) આપવું. દેશી હાઇબ્રીડ કપાસની જાતો કપાસ, ૭ અને ૯. બીયારણનો દર (૩ કિ.ગ્રા./ હે.) રાખવો.

તુવર

તુવેરની ભલામણ કરેલ જાતો પૈકી બી.ડી. એન-ર, જી.ટી. – ૧૦૦ અને જી. ટી. – ૧ (શાકભાજી માટે ) આઇ.સી.પી.એલ. – ૮૭ અને ૮ તેમજ આઇ.સી.પી.એલ.- ૮૭૧૧૯ (મધ્યમ મોડી) જાતોનું વાવેતર કરવું.

તલ

ગુજરાત તલ-૧ અને ર નું વાવેતર ૪૫ x ૧૫ સેમી. અંતરે કરી રપ + રપ + ૦ રાસાયણિક ખાતર આપવું. સ્પાઇડર લીલીનું વાવેતર ૯૦ x ૩૦ સેમી કરવું. ખાતરનો ૩૦૦ + રરપ + ૩૦૦ (કિ.ગ્રા./ હે.) જથ્થા પૈકી ૨૧ ટકા વાવણી સમયે આપવો.

મગફળી

ખરીફ મગફળીના પાકનું વધારે ઉત્પાદન મેળવવા માટે આ માસ દરમિયાન વાવેતર પૂર્ણ કરવું.

એરંડા

જમીનમાં છેલ્લી ખેડ કર્યા બાદ ૧પ  ટન ગળતીયું અથવા છાણિયું ખાતર પ્રતિ હેક્ટર મિશ્ર કરવું.

પશુપાલન

 • પશુ આહારમાં અચાનક ફેરફારથી દૂર રહેવું. પશુને આપવામાં અથવા લીલાચારાના જથ્થામાં અચાનક વધારો કે કચરાથી તેની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન ક્ષમતા પર થાય છે.
 • પશુને બી. કયુ. પોલીવેલેન્ટ રસીનો પ્રથમ ડોઝ ૬ મહિનાની ઉમરે આપવો ત્યારબાદનો ડોઝ દર વર્ષે આપવો.
 • પશુઓને એન્થોકસસ્પોટ વેકસીનનું રસીકરણ કરવું.
 • પશુઓના પગના નખોને ડામર લગાવવો જેનાથી ચીખલીયા રોગ અટકાવી શકાય.
 • છાણ નાખવા માટે ઉકરડાની વ્યવસ્થા પશુના રહેઠાણથી શક્ય તેટલી દૂર કરવી. પશુના મળ મૂત્રનો ત્વરીત નિકાલ કરી સ્વચ્છતા જાળવવી.
 • દૂધ દોહનાર વ્યક્તિ ચેપી રોગથી મુક્ત હોવા જોઇએ. દૂધ દોહતી વખતે છીંક અને ખાસી ઉધરસ ન થાય તેની કાળજી રાખવી.
 • ખરવા-મવાસા રસીનું રસીકરણ અવશ્ય કરાવવું.
 • પશુને ઠંડીથી, ગરમીમાં લૂ થી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
 • બચ્ચાંની ઓળખ માટે ગળામાં તકતી પહેરાવવી. વાછરડી/ પાડીની (બચ્ચાંની) ઉમર ૧૦ થી ૧૫ દિવસની થાય પછી તેને ધીરે ધીરે લીલો ચારો અને દાણ આપવું.
 • વિયાણની પ્રક્રિયાને કુદરતી થવા દેવી જોઇએ, પશુના બચ્ચાંને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહીં.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.