નવી પાક વિમા યોજના (Prime-minister crop insurance scheme)

India_Farmingઆ બુધવારે સરકાર દ્વારા નવી પ્રધાનમંત્રી પાક વિમા યોજનાની (Prime-minister crop insurance scheme) જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો ધ્યેય ખેડુતો દ્વારા આપવું પડતું વિમા પ્રિમીયમ ઘટાડીને વધુને વધુ ખેડુતોને આવરી લેવાનો છે. આ યોજનાના અંતર્ગત ખેડૂતોને વિમાની કુલ રકમના વધુમાં વધુ 2.5% જ ચૂકવવાના રહેશે. મકાઈ, ડાંગર જેવા ખરીફ પાક માટે વધુમાં વધુ 2.5% જ ચૂકવવાના જ ચૂકવવાના રહેશે. દાળ અને રવિ પાક માટે વધુમાં વધુ 2 % જ ચૂકવવાના રહેશે. ઘઉં માટે 1.5% પ્રિમિયમ આપવું પડશે. ફળ અને શાકભાજી માટે વધુમાં વધુ 5% જ પ્રિમિયમ ચૂકવવાના રહેશે. પ્રિમિયમના બાકીનાં નાણાં કેન્દ્ર સરકાર ચૂકવશે.

દેશ્માં છેલ્લા બે વર્ષમાં ઓછા વસસાદને કારણે ઘણા વિસ્તારોમાં દુકાળ જેવી પરિસ્તીથી સર્જાઈ છે.જુની પાકવિમા યોજનાઓમાં જોખમો માત્ર આંશીક રીતે આવરી લેવામાં આવ્યા હતા ખેડુતોને આપવું પડતુ વિમાનું પ્રીમીયમ ઘણુ વધારે હતુ. નવી પાક વિમા યોજનામાં જોખમ પુરી રીતે આવરી લવામાં આવ્યા છે અને વિમાનું પ્રીમીયમ ઓછું છે જેથી દેશના ખેડુતોને ઘણો ફાયદો થવાની સંભાવના છે.

 

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.