વેલા વાળા શાકભાજી અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના કીડા ફળની અંદર રહી ફળનો ગર્ભ કોરી ખાય છે. પાનકોરીયાની ઈયળ પાનના બે પડ વચ્ચે રહી બોગદુ બનાવી નુકસાન કરે છે. ચીકુની કળી કોરનાર ઈયળ વિકસતી કળીની અંદર ભરાઈ રહી નુકસાન કરે છે. મોસંબીના ફળમાંથી રસ ચૂસનાર ફૂદું લીંબુવર્ગના ફળોમાં પોતાના મુખાંગ (સુંઢ) ખોસી અંદરથી રસ ચૂસે છે. ઉદર અને કરચલા જમીનમાં દર બનાવી રહે છે. આવી નુકસાન કરતી જીવાતો અને પ્રાણીઓ માટે જતુનાશક દવાનો સીધો ઉપયોગ શકય નથી પરંતુ વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરી આવી જીવાતોના પુખ્તની વસ્તી ધટાડવામાં આવે તો સરવાળે જીવાતનું નિયંત્રણ થતું હોય છે.
ફળપાક
ફળપાકોમાં નુકસાન કરતી ફળમાખીના નર મિથાઈલ યુજીનોલ નામના રસાયણ તરફ આકર્ષાય છે. તેથી મિથાઈલ યુજીનોલનો ઉપયોગ કરી વિષ-પ્રલોભિકા બનાવવામાં આવે છે. એક લિટર પાણીમાં ૨૦ મિ.લિ. મિથાઈલ યુજીનોલ અને ૨ થી ૩ મિ.લિ. ડાયક્લોર વોસ ઉમેરી આવા પ્રવાહી મિશ્રણમાં વાદળીના ટુકડાં (ર × ૨ સે.મી. માપના) ઝબોળી તેને પ્લાસ્ટિકની બરણી (૧૧ સે.મી. વ્યાસ, ૨૦ સે.મી. લંબાઈ અને બન્ને છેડે ર સે.મી. વ્યાસના કાંણાવાળી)માં મૂકી આવી પ્લાસ્ટિકની બરણી (પ્રતિ હેક્ટરે પ થી ૬ અને વધુમાં વધુ ૧O) ઝાડ પર જમીનથી દોઢેક મીટરની ઉંચાઈએ લટકાવવાની ભલામણ કરવામાં આવે છે. તે સિવાય ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકાનો છંટકાવ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. તે માટે ૧0 લિટર પાણીમાં ૪૫૦ ગ્રામ ગોળ અથવા ૧૫૦ ગ્રામ મોલાસીસ ઓગાળી તેમાં ૧O મિ.લિ. મેલાથીઓન પO ઈસી અથવા ડાયકલોર વોસ ૭૬ ઈસી મિશ્ર કરી આવું પ્રવાહી મિશ્રણ મોટા ફોરા પડે તે રીતે સાવરણી વડે ફળવાડીના ઝાડ પર, ફળવાડીની આજુબાજુની વાડ પર અને શેઢા-પાળા પરના ધાસ પર છંટકાવ કરવાથી ફળમાખીના પુખ્ત તેના તરફ ખાવા માટે આકર્ષાય છે. આમ થતા નર ફળમાખી નાશ પામે છે અને છેવટે તેની વસ્તીનું પ્રમાણ ઘટે છે.
વેલાવાળા શાકભાજી
વેલાવાળા શાકભાજીના પાકોમાં નુકસાન કરતી ફળમાખી (Bactrocera cucurbitae) મિથાઈલ યુજીનોલ તરફ આકર્ષાતી નથી. પરંતુ તે “કયુલ્યુર” નામના રસાયણ તરફ આકર્ષાય છે. વાડીમાં કયુલ્યયુર યુક્ત પ્લાઈવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે ગોઢવતા તેનું નિયંત્રણ થાય છે.
ચીકુ
ચીકુની કળી કોરનાર ઈયળની નર ફૂદીઓ કાળી તુલસીના પાનના અર્ક તરફ આકર્ષાય છે કારણ કે તુલસીના પાનમાં મિથાઈલ યુજીનોલ નામનું તત્વ રહેલું હોય છે. કાળી તુલસીના પOO ગ્રામ તાજા પાનને થોડા પાણી સાથે લસોટી નીકળેલા રસને ૧ લિટર જેટલો જથ્થો બનાવી તેમાં ર મિ.લિ. ડાયક્લોર વોસ ઉમેરી વિષ-પ્રલોભિકા બનાવવામાં આવે છે. આવી વિષપ્રલોભિકામાં અગાઉ ફળમાખીના નિયંત્રણ માટે જણાવ્યા મુજબ વાદળીના ટુકડાં ઝબોળી પ્લાસ્ટિકની બરણી (ટ્રેપ)માં મૂકવામાં આવે છે. આવા ટ્રેપ બે ઝાડ દીઠ એકની સંખ્યામાં ઝાડના બહારના ઘેરાવામાં જમીનના સ્તરથી ૩-૪ મીટરની ઉંચાઈએ લટકાવવાની ભલામણ કરવામાં આવે છે. આવા ટ્રેપમાં ચીકુની કળી કોરનાર ઈયળની નર કૂદીઓ આકર્ષાઈને આવે છે અને તેનો નાશ થાય છે.
લીંબુ વર્ગના ફળો (લીંબુ, સંતરા, મોસંબી)
લીંબુ વર્ગના ફળો (લીંબુ, સંતરા, મોસંબી વગેરે) અને ટામેટાના પાકા ફળમાંથી મોસંબીનુ પુખ્ત (ફૂદું) રસ ચૂસી નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે વિષ-પ્રલોભિકા બનાવવા વિનેગાર, પાણી અને કાબરીલ પO% વે..પા. નો ઉપયોગ થાય છે. ૧ લિટર પાણી + ૧OO ગ્રામ ગોળ/મોલાસીસ + ૬ મિ.લિ. વિનેગાર (સરકો) + ૬ ગ્રામ કાબરીલને મિશ્ર કરી વિષ-પ્રલોભિકા બનાવવામાં આવે છે. આવી વિષ-પ્રલોભિકાને પહોળા મોઢાવાળી બોટલમાં ભરી બગીચામાં અમુક અમુક જગ્યાએ લીંબુ વર્ગના ઝાડની નીચે મૂકવામાં આવે છે. આવી બોટલમાં ફૂદું પોતાના સુંઢ જેવા મુખાંગો અંદર દાખલ કરી વિષ-પ્રલોભિકા ચૂસે છે. જેને લીધે તેને ઝેરી અસર થતા તે નાશ પામે છે. આમ થતા ધીરે ધીરે આ જીવાતથી થતુ નુકસાન ઘટે છે.
ઉંદર
ઉંદર એ સંશય રાખનારૂ પ્રાણી છે. તે ઝેરી દવાવાળો ખોરાક ખાતા નથી. તેથી શરૂઆતમાં વિષ (ઝેર) ભેળવ્યા વગરનો ઉદરને ભાવતો શુધ્ધ/સારી ગુણવતાવાળો ખોરાક (પૂર્વ-પ્રલોભિકા) આપવો જરૂરી છે. ઉદર આવો ખોરાક ખાવા ટેવાય એટલે ૩-૪ દિવસ પછી ખોરાક સાથે ઉદરનાશક રસાયણ (રીડેન્ટીસાઈડ) મિશ્ર કરી તેની વિષપ્રલોભિકા બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ઉદર નિયંત્રણ માટે કરવામાં આવે છે. આવી વિષ-પ્રલોભિકા બનાવવા માટે ૧OO ગ્રામ ઘઉં કે જુવારનો ભરડો લઈ તેમાં થોડું મીઠું તેલ (મગફળીનુ તેલ) અને ૧.૫ થી ર ગ્રામ ઝીંક ફોસ્ફાઈડ (રોડેન્ટીસાઈડ) મિશ્ર કરી લાકડીના ટુકડાં વડે બરાબર હલાવી મિશ્ર કરવું. આ પ્રમાણે તૈયાર કરેલ વિષ-પ્રલોભિકા માનવ રહેઠાણ વિસ્તારમાં અને ખેતરોમાં ઉદર નિયંત્રણ માટે વપરાય છે. સામાન્ય રીતે માનવ વસાહતવાળા વિસ્તારમાં, ગોડાઉન અને ઘરમાં ઉદર નિયંત્રણ માટે ૧.૫%ની અને ખેતરોમાં ઉદર નિયંત્રણ માટે ૨%ની વિષપ્રલોભિકાનો ઉપયોગ કરવામાં આવે છે.
કરચલા
ડાંગરના પાકમાં કરચલાની વસ્તી કાબૂમાં લેવા રાંધેલા ભાતમાંથી બનાવેલ વિષ-પ્રલોભિકાનો ઉપયોગ થાય છે. તે બનાવવા માટે ૯00 ગ્રામ રાંધેલા ભાતમાં ૧OO ગ્રામ કાબરીલ પO% વે..પા. અને રO ગ્રામ ગોળનો ઉપયોગ થાય છે. આવી વિષપ્રલોભિકામાંથી આશરે ૧૫ થી ૨૦ ગ્રામની નાની ગોળીઓ બનાવી ડાંગરના શેઢા-પાળા પર મૂકવામાં આવે છે.