વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને નિયંત્રકોં (growth regulator) દ્વારા વધુ ઉત્પાદન

ખેડુતમિત્રો, પાકમાં વૃદ્ધિ નિયંત્રણ કરનારા પદાર્થો (વૃદ્ધિ અંતઃસ્ત્રાવો/વૃદ્ધિ નિયંત્રકોં અથવા હોર્મોન્સ, growth regulator) પાકના સારા વિકાસ અને ઉત્પાદમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. પાકની વૃદ્ધિમાં યોગ્ય ફેરફાર અને સુધારા કરી એકમદીઠ પાકનું ઉત્પાદન વધારવાની સાથે સાથે પાકની ગુણવત્તામાં પણ સુધારો લાવી શકાય છે.

વૃદ્ધિ અંતઃસ્ત્રાવો/વૃદ્ધિ નિયંત્રકોં (હોમોંન્સ) એટલે શું ?

સામાન્ય રીતે હોર્મોન્સ કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના જોવા મળે છે. કુદરતી હોર્મોન્સ એ છોડના કોઈપણ ચોક્કસ ભાગમાં કે અંગમાં ઉત્પન થઈને છોડની અંદરની વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. જ્યારે કૃત્રિમ હોર્મોન્સ એ છોડના વિકાસના ચોક્કસ તબક્કાએ ભલામણ કરેલ નિયત જથ્થામાં છટકાવ કરવાથી છોડની ચોક્કસ પ્રકારની દેહધાર્મિક અને જીવરસાયણ પ્રક્રિયાઓનું નિયમન કરી છોડ કે વનસ્પતિના વિકાસથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આવા વિવિધ પદાર્થોન વિજ્ઞાનની ભાષમાં વૃદ્ધિ અંત:સ્ત્રાવો (વૃદ્ધિ હોર્મોન્સ), વૃદ્ધિ નિયંત્રકો, વૃદ્ધિ ઉત્તેજકો અને વૃદ્ધિ પ્રતિરોધકો તરીકે પણ ઓળખાય છે. આવા પદાર્થો વનસ્પતિમાં નિસર્ગોત્પન (કુદરતી રીતે) ઉત્પન થાય છે અથવા બીજા કેટલાક કાર્બનિક સંયોજનોથી (કૃત્રિમ રીતે) તૈયાર કરવામાં આવે છે. આ વૃદ્ધિ અંત:સ્ત્રાવો/વૃદ્ધિ નિયંત્રકોને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે :

વૃદ્ધિપ્રતિરોધકો: જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા વનસ્પતિની જેવિક ક્રિયાઓ જેવી કે અભિક્તિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદથિોને વૃદ્ધિ પ્રતિરોધક કહેવાય છે.

વૃદ્ધિ ઉત્તેજકો : જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા વનસ્પતિની જેવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદથિોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે.

વૃદ્ધિ અંતઃસ્ત્રાવો/વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

  • છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિનું નિયંત્રણ
  • છોડના કોષમાં રહેલ ઉત્સમેચકોની પ્રક્રિયા ઉપર નિયમન
  • અમુક ઉત્સચકોનું સંશ્લેષણ – પર્ણના લીલા રંગે આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન
  • છોડના વજનમાં વધારો
  • ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયાને ઝડપી અથવા મોડી કરવી.
  • પાણી અને ક્ષારોનું શોષણ તેમજ છોડમાં તેનું વહન કરવું.
  • બીજનું સ્કૂરણ કરવું.

વૃદ્ધિ અંત:સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોનો ખેતી તથા બાગાયત પાકોમાં ઉપયોગિતા

  • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા.
  • છોડને ઢળી જ્તો અટકાવવો
  • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગફલનવાળા ફળ ઉત્પન કરવા એટલે કે બીજ વગરના ફળ મેળવવા.
  • કળીઓનું અંકુરણ થતું અટકાવવા.
  • પાકમાં થતા નિંદામણને અંકુશમાં રાખવા/દૂર કરવા.
  • યોગ્ય કદના ફળોનો વિકાસ કરવા.
  • વૃદ્ધિ (પ્રજનન સિવાયની) દબાવી દેવા.
  • બીજનું અંકુરણ વધારવા તથા બીજની સુષુપ્ત અવસ્થા કરવી
  • કટકાને મૂળ ઉત્પન કરવા.
  • ફૂલ બેસવા, ઉત્તેજિત કરવા અથવા અટકાવવા.
  • પાકને જંતુ અથવા કીટક પ્રતિકારક બનાવવા.
  • પાકને પ્રતિકુળ વાતાવરણ જેવાં કે તાપમાન, પાણી અને ખરાબ હવામાન સામે પ્ર્તિકારક બનાવવા.
  • છોડનું રાસાયણિક બંધારણ જાળવવા તથા ફળના રોગનું નિયંત્રણ કરવા. ફળની પરિપકવતા ઝડપી અથવા ધીમી કરવા.

હોર્મોન્સના ઉપયોગની પદ્ધતિ

હોર્મોન્સ ત્રણ રીતે આપી શકાય

  • પર્ણો ઉપર છટકાવ કરીને
  • બીજને માવજત આપીને
  • સ્થાનિક ભાગને આપવાની રીત-કલમના ટુકડા
  • બીજને માવજત આપીને

પાકમાં વૃદ્ધિ અંત:સ્ત્રાવો/વૃદ્ધિ નિયંત્રકોની કેટલીક ઉપયોગી ભલામણો

શાકભાજી પાકો

  • ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨, ૪-ડી પ પી.પી.એમ.નો (પ મિ.ગ્રા. એક લિટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દિવસે છટકાવ કરવાથી સારી ગુણવત્તાવાળા વધુ ફળનું ઉત્પાદન મળે છે.
  • ડુંગળીની ફેર રોપણી કર્યા પછી ૪૫મા દિવસથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મિ.ગ્રા. એક લિટર પાણીમાં) નેપથેલીક એસીટીક એસીડ (એન.એ.એ.)ના ત્રણ છટકાવ કરવાથી મોટા કદની ડુંગળીનું ઉત્પાદન મેળવી શકાય છે.
  • દુધિમાં ૩૦૦ પી.પી.એમ. (એક લિટર પાણીમાં ૩૦૦ મિ.ગ્રા.) મેલીક હાઈડ્રેઝાઈડ (એમ.એચ.) છાંટવાથી ફળની લંબાઈ અને ઉત્પાદન વધુ મેળવી શકાય છે.
  • શક્કરટેટીમાં ૧૦૦ થી ૨૦૦ પી.પી.એમ. (૧૦૦ થી ૨૦૦ મિ.ગ્રા. એક લિટર પાણીમાં) ઈથરેલ તેમજ ૧૦ થી ૨૦ પી.પી.એમ. (૧૦ થી ૨૦ મિ.ગ્રા. એક લિટર પાણીમાં ૧૦ થી ૨૦ પી.પી.એમ.) બેન્ઝીન એમીનો પ્યુરાઈન (બી.એ.પી.) છાંટવાથી સારી ગુણવત્તાવાળા ફળોનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  • રીંગણની સુરતી રવેયા જાતમાં ફળના વધુ જવણ માટે ૪ પી.પી.એમ. ૨, ૪-ડી નાં દ્રાવણનો ફૂલ આવવાના સમયે અને ત્યાર પછી ત્રીજા અઠવાડિયે એમ બે વાર છટકાવ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. (૪ મિલિગ્રામ-૨, ૪-ડી ૧ લિટર પાણીમાં અથવા વ ગ્રામ ૨, ૪-ડી ૨૫૦ લિટર પાણીમાં મિશ્ર કરવાથી ૪ પીપીએમનું દ્રાવણ તૈયાર થાય છે.)

ચીકુ

  • ચીકુમાં ૫૦ પી.પી.એમ. (૫૦ મિ.ગ્રા. એક લિટર પાણીમાં પo પી.પી.એમ.) નેપથેલીક એસીટીક એસીડ (એન.એ.એ.)નો માર્ચ-એપ્રિલ માસમાં વપ-૧૫ દિવસના અંતરે બે છટકાવ કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને ફળ બેસવામાં મદદ થાય છે.

કેરી

  • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લિટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ.-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે.
  • આાંબામાં ફૂલોનું પ્રમાણ વધુ લાવવા પ૦ પી.પી.એમ. જિબ્રેલીક એસિડ (જી.એ.-૩.) છટકાવ કરવો. (૧૦ લિટર પાણીમાં પ૦૦ મિલિગ્રામ જી.એ.-3).
  • આાંબાના ફળાઉ ઝાડમાં કેરી લખોટી જેવડી થયે નેપથેલીક એસીટીક એસીડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. સાથે ૨% ટકા યુરિયાના બે છટકાવ ૧૫-૨૦ દિવસના ગાળે કરવાથી ફળનું ખરણ અટકે છે. (૧૦ લિટર પાણીમાં ૨૦૦ મિલિગ્રામ એન.એ.એ. સાથે ૨૦૦ ગ્રામ યુરિયા) આાંબામાં તેમજ બીજા ફળપાકોમાં વહેલાં ફૂલો લાવવા માટે પાકિલોબ્યુટ્રાઝોલ (કલ્ટર) 3 થી ૫ ગ્રામ છોડ દીઠ આપવાની ભલામણ છે.
  • આાંબાનાં પાકમાં નેપથેલીક એસીટીક એસીડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨, ૪-ડી ૮ પી.પી.એમ.ના છટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લિટર પાણીમાં ૨૦૦ મિલિગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મિલિગ્રામ ૨, ૪-ડી).
  • ફળો એકસરખા પાકે તે માટે ઈથરલનો પ૦૦ થી ૧૦૦૦ પી.પી.એમ.નો છટકાવ કરવો જોઈએ.

લીંબુ

  • લીંબુના પાકમાં નેપ્થેલીક એસીટીક એસીડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨, ૪-ડી ૮ પી.પી.એમનાં છટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લિટર પાણીમાં ૨૦૦ મિલિગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મિલિગ્રામ ૨, ૪-ડી).
  • ફળ એકસરખા અને એકસાથે પકવવા માટે ઈથરલનો પ૦૦ થી ૧૦૦૦ પી.પી.એમ.નો છટકાવ કરવો જોઈએ.
  • લીંબુમાં વાનસ્પતિક વિકાસ વધુ હોય અને ફૂલોના આવે તો ૧૦ પી.પી.એમ. ૨, ૪-ડી અને પo પી.પી.એમ. નેપથેલીન એસીટીક એસીડ (એન.એ.એ.) (૧૦ લિટર પાણીમાં ૧૦૦ મિલિગ્રામ એન.એ.એ. અને પo મિલિગ્રામ ૨, ૪-ડી)ની સાથે ૧% યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો.

મગફળી

  • મગફળીના પાકમાં ફૂલ આવવાના અને ડોડવાના વિકાસના સમયે ભેજની ખેંચ વતયિ ત્યારે ફિનાઈલ મરક્યુરી એસીટેટ (પી.એમ.એ. ૦.૦૦૫%) ૦.૫ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવીને છટકાવ કરવાથી મગફળીનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.

ઉનાળુ ખેતી વિશે વધુ જાણકારી મેળવવા માટે http://safalkisan.com/tag/summer-crop/ જુઓ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.