ખેતી પાકોમાં નુકશાન કરતી વિવિધ પરજીવી વનસ્પતિઓ (parasitic plant)

ખેડુતમિત્રો, ખેતીમાં વિવિધ પ્રકારની પરોપકારી વનસ્પતિઓ (parasitic plants) ઘણું નુકસાન કરી શકે છે. આ વનસ્પતિઓનું તેમનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો.

અમરવેલ (સંપૂર્ણ થડ પરજીવી)

ઓળખ

 • અમરવેલ પાતળી દોરી જેવી થડવાળી હોય છે
 • રંગ લીલાથી પીળો અથવા નારંગી રંગની હોય છે
 • છલકાતા રંગના કારણે યજમાન પાક ઉપર સહેલાઈથી જોઈ શકાઈ છે

નુકસાન

 • યજમાનના વિકાસને અટકાવે છે
 • ઘણી વખત છોડની વૃદ્ધિ ઘટાડી નાશ કરે છે
 • અમરવેલ યજમાન પાકમાંથી પોતાનો ખોરાક મેળવી વૃદ્ધિ પામતી હોય છે
 • અમરવેલ સંપૂર્ણપણે ક્ષૃપ તેમજ નાના જાડ પર છવાઈ નુકશાન કરે છે

વ્યવસ્થાપન

 • અમરવેલનાં બીજમુક્ત હોય તેવું બિયારણ વાપરવું
 • તેના યજમાન પાક ના હોય તેવી વાવણી કરવી
 • નિંદાણ દૂર કરવા
 • હાથથી વીણી અથવા કાપી ને દૂર કરવા
 • નીંદણ નાશક દવાઓનો છટકાવ જમીન ઉપર બીજનું સ્ફુરણ થાય તે પેહલા કરવો

વાંદો (અર્ધ થડ પરજીવી)

ઓળખ

 • સમાન્ય રીતે આબાં ઉપર જોવા મળે છે
 • આબાંની ડાળી તેમજ થડ ઉપર અર્ધ પરજીવી તરીકે રહે છે
 • વાંદાના પાન નિલકણો ધરાવતા હોઇ ખોરાક બનાવે છે
 • વાંદાને પોતાની મૂળ રચના હોતી નથી. આબાંના થડમાથી જ પોષણ મેળવે છે

નુકશાન

 • સતત યજમાન પાકમાંથી પોષણ ચૂસે છે
 • જે જગ્યા આંબા સાથે જોડાય ત્યાં ગાંઠ બનતી હોય છે
 • વાંદાના ફૂલ જુમખા માં થાઈ છે. જેમાં બીજ ચીકણા અને મીઠા હોય અને પશુ પક્ષી દ્વારા ફેલાય છે
 • વાંદો લાગેલ વૃક્ષનાં નીચેના ભાગ માં કદ ઘટે અને બિંતંદુરસ્ત લીલા પાંદ દેખાઈ છે

વ્યવસ્થાપન

 • પરજીવી ધરુંઅવસ્થામાં હોય ત્યારે જ રોગીષ્ટ ડાળી પરથી કાપી નાખવી
 • ગાંઠથી પૂરતા નીચેના ભાગેથી કાપી નાખવા
 • રોગીષ્ટ ડાળીઓમાં કોપર સલ્ફેટ અથવા ૨-૪ ડી દવા દાખલ કરવાથી પરજીવી દૂર કરી શકાઈ છે

વાકુંભા (સંપૂર્ણ મૂળ પરજીવી)

ઓળખ

 • ૧ મીટર જેટલી લંબાઈ ધરાવે, નિલકણ રહિત હોય છે
 • યજમાન પાકના મૂળ જરણની મદદથી તેના બીજનું સ્ફુરણ થાય છે
 • ઘણી જાતોમાં જમીનમાથી નીકળ્યા બાદ અઠવાડિયામાં જ ફૂલો દેખાઈ છે
 • વાકુંભાના બીજ ગઢા બદામી રંગના, ખરબચડી સપાટીવાળા ભૂકી જેવા હોય છે

નુકશાન

 • યજમાન પાકના મૂળમાથી પોતાના વિકાશ માટે પોષક તત્વો મેળવે છે
 • વાકુંભા નિલકણ રહિત હોય, ટામેટાં,રીંગણ વટાણા,સૂર્યમુખી પાકોમાં જોવા મળે છે
 • યજમાન અપકની વૃદ્ધિ અટકે છે તેમજ ઉત્પાદનમાં નોધપાત્ર ઘટાડો કરે અને નાશ કરે છે

વ્યવસ્થાપન

 • ફૂલ અવસ્થા પેહલા હાથથી ઉપાડી નાશ કરવો
 • વારંવાર આંતર ખેડ કરવી

આંજીયો  (આંશિક મૂળ પરજીવી )

ઓળખ

 • આંજીયાને ચળકતું લીલા રંગનું થડ,પાન તેમજ નાના ચલક્તા લીલા રંગના આકર્ષક ફૂલો હોય છે
 • આંજીયાને યજમાન પાકની જરૂરિયાત સ્ફુરણ તેમજ શરૂઆતના વિકાસ માટે જરૂરી હોય છે
 • સમાન્ય રીતે મકાઇ, જુવાર, ડાંગર અને શેરડી પાકમાં જોવા મળે છે

નુકશાન

 • આંજીયાને કારણે યજમાન પાકની વૃદ્ધિ રૂંધાય અને પીળા પડી સુકતા હોય છે
 • ઉત્પાદનમાં ખુબજ ઘટાડો થાય અને ઘણી વખત પાક નિષ્ફળ જતો હોય છે

વ્યવસ્થાપન

 • યજમાનપાકનું બિયારણ અંજીયા બિયારણ મુકત હોવું જોઈએ
 • પાકમાં ઉપયોગકતા યંત્રો, કપડાં, સાધનો વગેરે સાફ કરી વાપરવા
 • પિંજર પાક તરીકે કપાસ, જુવાર, સૂર્યમુખી અને અલસી ઉપયોગી નીવડે છે
 • આંજીયાગ્રાહય પાક વાવી અંજીયાનું બિયારણ થાય તે પેહલા નાશ કરવો
 • કોપેર સલ્ફેટ ૧ થી ૩ ટકાનું દ્રાવણ જમીન ઉપર રેડવું
 • ૨-૪ ડી દવાના દ્રાવણનો છટકાવ કરવાથી કાબુમાં લાવી શકાઈ છે

લેખક

અમિત યૂ ગોજીયા, અંકુર વી. દેસાઇ, ડૉ. જે. આર. પંડ્યા.

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાલય,

ન.કૃ.યુ. નવસારી (૩૯૬ ૪૫૦)

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.