સજીવ ખેતીનું (organic farming certification) પ્રમાણનપત્ર કેવી રીતે મેળવવું?

સજીવ ખેતી (organic farming) એ કૃત્રિમ સંસાધનો (ઇનપુટસ)ના ઉપયોગ વગર તેમજ પર્યાવરણની ગુણવત્તાની જાળવણી અને વિકાસ કરીને, સ્થાનિક રીતે ઉપલબ્ધ કુદરતી સ્ત્રોત તથા રોગ/જીવાત નિંદામણ અને પોષક તત્વોની જેવિક વિવિધતાઓનો ઉપયોગ કરીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ટકાઉ ઉત્પાદન મેળવવાની સાતત્યપૂર્ણ પધ્ધતિ છે. આ પધ્ધતિ બરાબર કાર્યરત થાય તે માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાંક ધારાધોરણો નકકી કરવામાં આવ્યા છે, જેને સેન્દ્રિય ખેતીના ધારાધોરણો કહે છે.

સેન્દિય ખેતીના ધારાધોરણોનું વર્ગીકરણ

આંતરરાષ્ટ્રીય  ધારાધોરણ: IFOAM, Codex જેથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / કાનૂની સત્તાઓ ધ્વારા નકકી કરવામાં આવેલ ધારાધોરણો.

પ્રાદેશિક ધારાધોરણો: વિશ્વના જુદા જુદા ખંડોએ પણ પોતાનાં અલગ ધારાધોરણો વિકસાવ્યા છે જેવા કે, એશિયન ધોરણો, યુરોપિયન ધોરણો વગેરે.

રાષ્ટ્રીય ધારાધોરણો: જે તે દેશ ધ્વારા નકકી કરવામાં આવતાં રાષ્ટ્રીય ધારાધોરણો જેવાં કે યુએસડીએ પ્રમાણ, કેનેડિયન ઓર્ગેનિક પ્રમાણ, એન.એસ.ઓ. પી. વગેરે. ભારતમાં સજીવ ઉત્પાદન માટે રાષ્ટ્રીય સજીવ ઉત્પાદન કાર્યક્રમ (NPOP) અંતર્ગત સંસ્થાકીય વ્યવસ્થાના અમલ ધ્વારા આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને અનુલક્ષીને રાષ્ટ્રીય ધારાધોરણો અંતર્ગત કૃષિ પેદાશોને પ્રમાણિત કરવામાં આવે છે.

ધારાધોરણોનાં પ્રકાર

તબદીલીનો સમયગાળો

ખેડૂત જયારે રાસાયણિક ખેતીમાંથી તેની ખેતીને સેન્દ્રિય ખેતીમાં તબદીલ કરે છે ત્યારે આ તબદીલી માટે પાક, જમીન, હવામાન વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને તબદીલીનો સમયગાળો નકકી કરવામાં આવે છે.સામાન્ય રીતે સેન્દ્રિય ખેતી હેઠળ પાકની વાવણીના બે વર્ષ પહેલા સુધીનો સમય તબદીલી સમયગાળો ગણવામાં આવે છે. તેમાં પણ ઘાસચારા સિવાયના બહવષાંય પાકોની વાવણી થઈ ગયેલ હોય તો આ સમયગાળો ત્રણ વર્ષનો ગણવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાનની કૃષિ પેદાશોને ‘તબદીલી કાર્યવાહી’ નું લેબલ લગાવી બજારમાં વેચી શકાય છે.

પાકની જાતની પસંદગીના ધારાધોરણો

  • પસંદ કરેલ જાતનું બીજ ‘સજીવ ખેતી’ પ્રમાણિત સંસ્થા દવારા પ્રમાણિત હોવુ જોઈએ.
  • પસંદ કરેલ બીજ ‘જીનેટિકલી મોડિફાઈડ’ હોવું જોઈએ નહિ દા.ત. બીટી કપાસ
  • પ્રમાણિત બીજ અપ્રાપ્ય હોય તો સ્થાનિક (લોકલ) જાતનો ઉપયોગ થઈ શકે.

સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો

  • સ્થાનિક રીતે તેયાર કરેલ કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ વાપરી શકાય.
  • બહારથી લાવેલ સેન્દ્રિય પોષક તત્વો કે કૃત્રિમ (રાસાયણિક) પોષક પદાર્થોનો ઉપયોગ ન થઈ શકે.
  • બહારથી લાવેલ સેન્દ્રિય ખાતર, જો ‘સજીવ ખેતી પ્રમાણિત સંસ્થા / ખેતર’માં તેયાર કરેલ હોય તો ઉપયોગમાં લઈ શકાય.
  • પોષક દ્રવ્યમાં રહેલ ભારે ધાતુઓને દૂર કરવા તેમજ અકાર્બનિક તત્વોના સમૃધ્ધિકરણ (મિનરલ એનરીચમેન્ટ) માટે રાસાયણિક માવજત આપવા પૂરતી રોક ફોસફેટ અને બેજીક લેગના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
  • માનવ વપરાશમાં લેવાના શાકભાજીના પાકોમાં માનવ મળ-મૂત્ર ધરાવતાં સેન્દ્રિય ખાતરોનો વપરાશ ન થઈ શકે.

પાકની ફેરબદલી માટેનાં ધારાધોરણો

  • જમીનની ફળદ્રપતા વધારવા માટે પાકની ફેરબદલીમાં કઠોળપાકોને સ્થાન આપવું.
  • પાક ફેરબદલી/આંતરપાક વ્યવસ્થામાં એવા ફેરફારો કરવા કે જેથી જમીનની ફળદ્રપતા વધે, નીંદામણ, રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટે અને પાણીનો ભરાવો તથા પોષક તત્વો (નાઈટ્રેટ)નું જમીનમાં અંદર ઉતરવું (લીચિંગ) ઘટે.

નીંદામણ, રોગ/જીવાત વ્યવસ્થાના ધારાધોરણો

  • કૃત્રિમ નીંદણનાશકો, જીવાતનાશકો, ફૂગનાશકો વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ.
  • આરક્ષિત ખેતી પધ્ધતિઓ અપનાવવી જેવી કે: સાનકળ પાક ફેરબદલી, આવરણનો ઉપયોગ, યાંત્રિક નિયંત્રણ, ફેરોમેન ટ્રેપ/પ્રકાશ પિંજરનો ઉપયોગ, સોઈલ સોલરાઇઝેશન, વાનસ્પતિક જંતુનાશકો તથા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ

પાક સંરક્ષણને લગતા ઉત્પાદનોના ધારાધોરણો

સજીવ ખેતીના પ્રમાણન માટે માન્ય કરેલ પાકસરંક્ષણ પદાર્થો જ વાપરવા જરૂતી છે. સરંક્ષણ માટે માન્ય કરેલ પદાર્થો છે – ફેરોમેન, ક્રોમેટિક ટ્રેપ, ફુગ/વાઇરલ/બેક્ટેરિયલ પ્રીપરેશન, મધમાખીનું મીણ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કોફી પાઉડર, ઇથાઇલ આલ્કોહોલ, આવરણ, લીમડો, પરજીવી/પરભક્ષી

સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો

સજીવ ખેતીના પ્રમાણન માટે માન્ય કરેલ સ્વનિર્મિત સેન્દ્રિય પોષક: છાણિયું ખાતર, સ્લરી, મુત્ર, કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ, પાનનું ખાતર, અઝોલા, જૈવિક ખાતર

જળ અને જમીન સંરક્ષણના ધારાધોરણો

  • સાતત્યતા જળવાય તે રીતે માવજત કરવી.
  • અતિશય ઉપયોગ ટાળવો.
  • ક્ષારીયતા, ધોવાણ અને અયોગ્ય ઉપયોગ ટાળવો.
  • પાક અવશેષો બાળીને જમીનને ચોખ્ખી કરવા પર પ્રતિબંધ.
  • જંગલને બાળીને (નાશ કરીને) જમીનને કૃષિ યોગ્ય બનાવવા પર નિષેધ.

પેકેજીગ માટેના ધારાધોરણો

  • પેકેજીગ માટેની વસ્તઓ પર્યાવરણ-મિત્ર (ઈકો ફેન્ડલી) હોવી જોઈએ.
  • અનાવશ્યક પેકેજીંગ સાધનોનો ઉપયોગ ટાળવો.
  • પુનઃવપરાશમાં લઈ શકાય તેવી વસ્તઓનો ઉપયોગ કરવો.
  • પેકેજીંગમાં વપરાતી વસ્તઓ પેદાશને દૂષિત કરે તેવી ના હોવી જોઈએ.

લેબલિંગ માટેનાં ધારાધોરણો

  • જયારે પ્રમાણિત એજન્સીને ઉત્પાદિત પેદાશો સંપૂર્ણ ધારાધોરણો અનુસાર પેદા થયાનાં પૂરાવા મળે ત્યારે તેને ‘સેન્દ્રિય’ તરીકે પ્રમાણિત કરવામાં આવે છે.
  • આ લેબલિંગ સેન્દ્રિય પેદાશોને અન્ય પેદાશોથી અલગ તારવી શકે તેવું હોવુ જરૂરી છે.

સંગ્રહ અને પરિવહન માટેનાં ધારાધોરણો

  • પેદાશોની ગુણવત્તા જળવાવી જોઈએ.
  • અન્ય પેદાશો જોડે મિશ્રિત થઈ દૂષિત ન થાય તનું ધ્યાન રાખેલ હોવુ જોઈએ.
  • સેન્દ્રિય પેદાશોની આગવી ઓળખ જળવાવી જોઈએ.
  • પેદાશોની તાજગી અને ગુણવત્તા જાળવી રાખવા માટે યોગ્ય માધ્યમ અને પધ્ધતિઓનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.

પ્રમાણપત્ર/જૂથ પ્રમાણપત્ર માટેની પ્રક્રિયા

  • ખેડૂત અથવા ઉદ્યોગકારોએ સો પ્રથમ તો તેમની કૃષિ / ઉદ્યોગની પધ્ધતિ જે સંસાધનો (ઈનપુટસ) વાપરેલ હોય તેના દસ્તાવેજો, જમીન પૃથકકરણનો અહેવાલ, અગાઉ જે ખેતીકાર્યો કરેલ હોય તેની સંપૂર્ણ વિગતો સાથેની અરજી માન્ય ચકાસણી એજન્સીને કરવી કે જેથી એજન્સી ખેડૂત અને માન્ય પ્રમાણન એજન્સી વચ્ચેનું એગ્રિમેન્ટ ફોર્મ મોકલી શકે.
  • પ્રાથમિક માહિતીને આધારે પ્રમાણન એજન્સી ખેડૂતો/ઉદ્યોગ સાહસિકને કોન્ટેકટ (સંપર્ક) ફોર્મ મોકલે છે.
  • ચકાસણીની ફી, ચકાસણીની સંખ્યા તેમજ અન્ય જરૂરી શરતો અંગેની સ્વીકૃતિ બદલની સહી કરીને ખેડૂત સંપર્ક ફોર્મ માન્ય પ્રમાણન એજન્સીને મોકલી આપે છે.
  • આ ફોર્મની સાથે ખેડૂતે કૃષિ પેદાશો પ્રમાણિત કરવાની રકમની પO% રકમ ભરવી પડે છે, જે મળે પ્રમાણિત એજન્સી તેમનો ચકાસણી (નિરીક્ષણ) કાર્યક્રમ અને રાષ્ટ્રીય ધારાધોરણ અંગેની જાણ ખેડૂતને કરે છે.
  • ત્યારબાદ, ચકાસણી એજન્સી નકકી થયેલ કાર્યક્રમ મુજબ તેના નિરીક્ષકો મોકલે છે. કેટલાક કિસ્સાઓમાં નિરીક્ષકો કાર્યક્રમ સિવાય પણ યુનિટની અચાનક મુલાકાત લઈને ચકાસણી કરે છે અને નકકી થયેલ રાષ્ટ્રીય ધારાધોરણોનો અમલ બરાબર થયેલ છે કે નહીં તેની ચકાસણી કરે છે.
  • જરૂર પડે ચકાસણી એજન્સી નીચે દશાંવેલ દસ્તાવેજોની પણ ચકાસણી કરે છે.
    • તબદીલી સમયગાળા પૂર્વેનો અને ત્યારબાદનો જમીન પૃથકકરણનો અહેવાલ
    • માન્ય લેબોરેટરીમાંથી અવશેષ્ય જંતુનાશકો અને સેન્દ્રિય ઉપજોના નમૂનાઓનો અહેવાલ
    • સેન્દ્રિય પદાર્થો / વપરાશી વસ્તાઓ / ચીજ વગેરેના સંબંધિત દસ્તાવેજો
  • ત્યારબાદ, ચકાસણી એજન્સી તેનો સંપૂર્ણ અહેવાલ પ્રમાણન એજન્સીને મોકલે છે. જેના આધારે પ્રમાણન એજન્સી અરજદાર ખેડૂત / ઉદ્યોગસાહસિકને તેની પેદાશો માટે ‘સેન્દ્રિય પેદાશ અંગેનું પ્રમાણપત્ર આપે છે.
  • જૂથ પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતોએ મંડળીની રચના કરવી અને મંડળીના સભ્ય ખેડૂતો માટે ઉપર મુજબની જ કાર્યવાહી હાથ ધરવી.
  • જૂથ પ્રમાણપત્ર માટે ચકાસણી નિરીક્ષક વર્ગમૂળની સંખ્યામાં ખેડૂતોના ખેતર/ દસ્તાવેજોની ચકાસણી કરે છે. (દા.ત. ૧ સભ્યોની મંડળી હોય તો ૪ અને ૪૯ સભ્યો હોય તો ૭ એ મુજબ). આનાથી પ્રમાણપત્ર મેળવવાના ખર્ચમાં ઘણો જ ઘટાડો થાય છે.

ભારત સરકાર દ્વારા માન્ય ચકાસણી એજ્ન્સીઓનું નામ, ફોન અને સરનામાની વિગતો મેળવવા માટે http://ncof.dacnet.nic.in/Organic_Certification_System/List_of_certification_Bodies.pdf જુઓ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.