રાઇની (Mustard) વૈજ્ઞાનિક ખેતી

રાઇ (Mustard) એક અગત્યનો શિયાળુ પાક છે. આવો આપણે રાઇની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી એ જાણીએ.

સુધારેલ જાતોની પસંદગી

ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા રાઈની વરૂણા, ગુજરાત રાઈ-૧, ગુજરાત રાઈ-ર, ગુજરાત રાઈ-૩ અને ગુજરાત રાઈ દાંતીવાડા-૪ જેવી જાતો વિકસાવવામાં આવેલ છે. રાઈની બિનપિયત પાક તરીકે અથવા જયાં ઓછા પિયતની સગવડ હોય ત્યાં ગુજરાત રાઈ-૧ ની પસંદગી કરવી, કારણ કે આ જાતને ઓછા પિયતની જરૂરિયાત રહેતી હોય અને વહેલી પાકતી જાત છે. ગુજરાત રાઈ દાંતીવાડા-૪ ગુજરાત રાઈ-૩ કરતાં ૧૫ થી ૧૭ ટકા વધુ ઉત્પાદન આપતી નવી જાત છે, જયારે નવીન વિકસાવેલ ગુજરાત રાઈ૪ જાતનું ઉત્પાદન ગુજરાત રાઈ-૩ કરતાં ૧૧.૧% જેટલું વધુ ધરાવે છે.

જ્મીનની પસંદગી અને તૈયારી

રાઈ પાકને રેતાળ ગોરાળુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે અને ઓછા નિતારવાળી જમીન રાઈના પાકને માફક આવતી નથી. વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકના વાવેતર માટે વધુ અનુકૂળ આવે છે. મધ્યમ ક્ષારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે લઈ શકાય છે.

સામન્ય રીતે રાઈના પાકનું બિનપિયત અથવા પિયત પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. જ્યારે રાઈના પાકનું બિનપિયત પાક તરીકે વાવેતર કરવાનું હોય ત્યારે ચોમાસુ ઋતુમાં ખેતર પડતર રાખી અવાર-નવાર જમીનના પ્રકાર પ્રમાણે વરાપ થયેથી હળ અને કરબડી વડે ખેડ કરી, સમાર મારી જમીનમાં વધુ ભેજ સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને પુરતા ભેજમાં દાણા પડે તે રીતે યોગ્ય સમયે વાવણી કરવી.

પિયત રાઈની ખેતી માટે અગાઉ દર્શાવેલ પાક પદ્ધતિ પ્રમાણે ચોમાસું પાક લઈ લીધા પછી જમીનમાં અગાઉના પાકના જડિયા મૂળિયા વગેરે દૂર કરી વાવણી પહેલા ઓરવણ આપીને વરાપ થયે જમીનના પ્રકાર પ્રમાણે કરબની ખેડ કરી, સમાર મારી, જમીન સમતળ કરવી. સારા સ્કૂરણ માટે જમીન ભરભરી બનાવવી ખાસ જરૂરી છે.

વાવણીનો યોગ્ય સમય

સામાન્ય રીતે રાઈની વાવણીનો ઉત્તમ સમય ઓકટોબર માસની ૧૫ થી રપ મી તારીખ ગણી શકાય. પરંતુ આ સમય દરમ્યાન દિવસનું ગરમીનું પ્રમાણ ઓછું હોય તે જોવું ખાસ જરૂરી છે. ઉપરોક્ત બતાવેલ સમયગાળા કરતા વહેલી વાવણી કરવાથી ગરમીને કારણે ખાણ પડવાથી હેટકર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવી શકાતી નથી અને સદર ગાળાથી મોડી વાવણી કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધે છે. જેના પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.

વાવણી અંતર, બિયારણનું પ્રમાણ અને બીજ માવજત

બે ચાસ વચ્ચે ૪૫ સે. મી.નું અંતર અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી.નું અંતર રાખી બીજ ૨ થી ૩ સે.મી.ની ઊંડાઈએ પડે તે રીતે દંતાળની મદદથી વાવણી કરવી. આ માટે હેકટરે ૩.૫ થી ૫.૦ કિલો બિયારણની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે રાઈનું વાવેતર ઉત્તર દક્ષિણ દિશામાં કરવાથી વધુ ઉત્પાદન મળતું હોય છે. આ ઉપરાંત મિક્ષ પાક તરીકે રાઈ સાથે રજકાનું બીજ ઉત્પાદન મિશ્ર પાક લઈ શકાય છે જેમાં રાઈનું ૩.૫ કિલો બીજ + રજકાનું પ કિલો બીજ મિશ્ર કરી ચાસમાં વાવણી કરવી અથવા રાઈને પ્રથમ પિયત આપતી વખતે હેકટર દીઠ પ કિલો રજકાનું બીજ રાઈના ઊભા પાકમાં પૂંખીને વાવવું. રાઈની કાપણી પછી રજકાની (લીલુ ઘાસ) કાપણી કરી હેકટર દીઠ ર૦ કિલો નાઈટ્રોજન આપી પિયત આપવું અને બીજ ઉત્પાદન માટે છોડી દેવા. આ પદ્ધતિથી રાઈના પછી ઉનાળુ બાજરીનો પાક લેવા કરતાં હેકટર દીઠ આર્થિક વળતર વધુ મળે છે અને પાણીનો બચાવ પણ થાય છે.

ખાતરનું પ્રમાણ

બિનપિયત પાક લેવાનો થાય તો ચોમાસુ શરૂ થતાં પહેલા જયારે પિયત પાક માટે ખેડ કાર્યો શરૂ કરતા પહેલા ૧૦ થી ૧ર ગાડાં છાણિયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ ૩ થી ૪ ટન/હે. મુજબ આપી. ખેડ કરવી જેથી સેન્દ્રિય ખાતર જમીનમાં ભળી જશે.

રાઈના પાકને ખાતર તરીકે વાવેતર વખતે પાયમાં હેકટર દીઠ પર કિલો નાઈટ્રોજન અને પ૦ કિલો ફોસ્ફરસ તત્વ આપવા માટે ૧૨૫ કિલો એમોનિયમ સ૯ફેટ અથવા પ૪ કિલો યુરિયા અને ૩૧૩ કિલો સિંગલ સુપર ફોસ્ફોટ (અથવા ૧૦૮ કિલો ડી.એ.પી. ૧ર કિલો યુરિયા અથવા રપ કિલો એમોનિયમ સલ્ફટ)નો ઉપયોગ કરવો.

પૂર્તિ ખાતર માટે રપ કિલો નાઈટ્રોજન પાક જ્યારે ફૂલદાંડી અસ્થાએ હોય ત્યારે એટલે કે અંદાજે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવો. આ સમયે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે. આ માટે પ૪ કિલો યુરિયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફટનો ઉપયોગ કરવો.

જમીનમાં ગંધકની ઉણપ હોય તે હેકટર દીઠ ૨૫૦ કિલો ગ્રામ પ્રમાણે ચિરોડી (જીપસમ)ના રૂપમાં વાવણી સમયે આપવો અથવા ૪૦ કિલો ગંધક તત્ત્વ આપવું અને રાસાયણિક ખાતરોમાં સિંગલ સુપર ફોસફેટ પસંદ કરવું. લોહ અને જસતની ઉણપવાળી જમીનમાં હેકટર દીઠ ૧૫ કિલો ફેરસ સલ્ફટ અને ૮ કિલો ઝિંક સલ્ફટ જમીનમાં વાવણી સમયે આપવો. ગુવાર, મગરાઈ, બાજરી (ઉનાળુ) પાક પદ્ધતિમાં રાઈ પાકને હેકટરે ૭૫ કિલો નાઈટ્રોજન અને પ૦ કિલો ફોસ્ફરસ આપવો.

આાંતરખેડ અને નીંદામણ

સામાન્ય રીતે રાઈની બિનપિયત ખેતી પદ્ધતિમાં એકાદ આંતરખેડ તેમજ નીંદામણની જરૂર પડે છે. જ્યારે પિયત પાકમાં વાવણી બાદ ર૦ થી રપ દિવસે પાકની હરોળમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે. મી.નું અંતર રહે તે રીતે પારવણી કરવી ત્યારબાદ જ પ્રથમ પિયત આપવું જોઈએ. પાક ર૦ સે.મી. ઊંચાઈનો થાય ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે આંતરખેડ કરી હાથથી નીંદામણ કરવું. જો પારવવાની ક્રિયા મોડી કરવામાં આવે તો પાકની વૃદ્ધિ પર ખરાબ અસર થાય છે અને પાકનું ઉત્પાદન ઘટે છે. શરૂઆતની અવસ્થામાં આા પાકને નીંદણ મુક્ત રાખવા માટે રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૦.૫ કિલો સક્રિય તત્વ પેન્ડિમીથાલિન (સ્ટોમ૫) પ્રતિ હેકટરે ૪૦૦ લિટર લઈને વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્કૂરણ પહેલા છટકાવ કરવો. ૧૨ થી ૧૫ દિવસના ગાળે આપવા. પિયત આપવાના સમયે જો હવામાન વાદળવાળુ હોય તો પિયત થોડું થોડું આપવું કારણ કે આ વખતે પિયત આપવાથી મોલોમશી અને સફેદ ગેરૂનો ઉપદ્ધવ વધે છે. જો મર્યાદિત પિયત પાણીની સુવિધા હોય ત્યારે પાકની પિયતની કટોકટીની અવસ્થાએ પિયત આપવું.

  • આતંરગાંઠ વિકાસનો સમય (૩૦ થી ૩૫ દિવસે)
  • ફૂલ આવવા (૪૫ થી પ૦ દિવસે)
  • શીંગોમાં દાણોના વિકાસ થવો (૭૦ થી ૭૫ દિવસે)

પાકની ફેરબદલી

સંશોધનના પરિણામોના આધારે જાણી શકાયું છે કે વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગુવાર-રાઈ અને તલ-રાઈની અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારામાં જયાં પિયતની વ્યવસ્થા હોય ત્યાં મગફળી (ચોમાસુ), રાઈ (શિયાળું) અને મગફળી (ઉનાળુ)ની વ્યવસ્થાપન વધુ લાભદાયી છે.

પાક સંરક્ષણ

કીટકો

  • મોલો મશી/રંગીન ચૂસિયા : આ જીવાતને કાબૂમાં લેવા રાઈનું વાવેતર ભલામણ મુજબ સમયસર કરવું. જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે કોઈપણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છટકાવ કરવો. ફોસ્ફોમીડોન (ડીમક્રોન-૪ મિ.લિ.) અથવા ડાયમીથોએટ (રોગર ૧૦ મિ.લિ.) અને જરૂરિયાત જણાય તો બીજો છટકાવ ૧૦ થી ૧ર દિવસે કરવો. મિથાઈલ પેરાથિયોન ર% (ફોલીડોલ અથવા ક્વિનાલફોસ (ઈકાલક્ષ) પાઉડર પ્રતિ હકેટરે રપ કિલો પ્રમાણે છટકાવ કરવો.

રોગો

  • સફેદ ગેરૂ : આ રોગના નિયંત્રણ માટે પાકનું સમયસર વાવેતર કરવું. અગમચેતીના પગલા તરીકે આા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે મેનકોઝેબ દવા ૦.૨ ટકા (૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં પ્રવાહી મિશ્રણ બનાવી આપવી) છાંટવાથી ફાયદો થાય છે.
  • ભૂકી છારો : આ રોગના નિયંત્રણ માટે પાકમાં રોગ આવવાની શરૂઆત થાય ત્યારે ૩૦૦ મેશ ગંધકનો હેકટર દીઠ ૨૦ કિલો પ્રમાણે છટકાવ કરવો અને બીજો છટકાવ ૧૫ દિવસના અંતરે કરવો. આ રોગને અસરકારક રીતે અટકાવવા વેટેબલ સલ્ફર ૦.૨ ટકા (રપ ગ્રામ દવા, ૧૦ લિટર પાણીમાં ભેળવી) અથવા ડીનો કેપ ૦.૦૨૫ ટકા (પ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી)ના કુલ ત્રણ છટકાવ કરી શકાય છે.

કાપણી અને સંગ્રહ

મુખ્ય ડાળીની શીંગોનું પીળુ પડવું, છોડના નીચેના પાનનું સુકાવું અને ખરવું વગેરે બાબતો કાપણી કરવાનો સમય સૂચવે છે. સામાન્ય રીતે રાઈના પાકની કાપણી સવારમાં કરવી જોઈએ. બપોર પછી કાપવામાં આવે તો સીંગો ફાટી જઈ દાણા ખરી પડે છે. કાપણી કરી પાકને જે તરત જ ખળામાં લાવી વ્યવસ્થિત ગોઠવી અથવા ખેતરમાં રાખી ૮ થી ૧૦ દિવસ સુધી સુકાવ્યા બાદ ટ્રેકટર ફેરવી પગર તૈયાર કરી દાણા છૂટા પાડી ઉપણીને દાણા તૈયાર કરવા. દાણામાં ૮-૧૨ ટકા જેટલો ભેજ રહે તેવી રીતે તડકે સૂકવીને યોગ્ય રીતે કોથળા ભરીને સંગ્રહ કરવો. આમ ઉપર જણાવ્યા પ્રમાણે રાઈની ખેતી સમજપૂર્વક કરવામાં આવે તો ખેડૂતો રાઈનું ધાર્યું ઉત્પાદન મેળવી શકે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.