ગુજરાત માટે હીંદ મહાસગરમા ઉભુ થયેલુ વાવાઝોડુ ઓખી બાબતે ખાસ સલાહ
હીંદ મહાસગરમા ઉભુ થયેલુ વાવાઝોડુ ઓખી, અરબી સમુદ્રમા પંહોચ્યુ છે, આ વાવાઝોડુ આવતી કાલે તારીખ 5મી ડીસેમ્બર મધરાત સુધીમા મહારાષ્ટ્રા અને ગુજરાતની સરહદેથી સુરત થઇ દક્ષીણ દિશામા જમીન પર પ્રવેશવાની પુરી શક્યતા છે. તેની અસર હેથળ દરીયો તોફાની થી ખુબ તોફાની થવાની અને દરીયાકાંઠાના વિસ્તારોમા કલાકના 50 થી 60 કીમી ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. પવનની આ ઝડફ થોડા સમય માટે વધીને કલાકના 70 કીમી થવાની સંભાવના છે. આ શક્યતાને ધ્યાનમા રાખીને માછીમારોને ગુરૂવાર સાંજ સુધી દરીયો નહી ખેડવાની સલાહ અપાઇ છે.
હિંદ મહાસગરમા સર્જાયેલુ વાવાઝોડુ ઓખી સુરતથી દક્ષીણ દિશામા હવાના હળવા દબાણરૂપે આવતી કાલ મધરાત સુધીમા ગુજરાતમા પ્રવેશે તેવી પુરી શક્યતા છે જ ત્યાથી ઇસાન દિશામા આગળ વધે તેવી સંભાવના છે. તેની અસર હેઠળ 4 થી 6 ડીસેમ્બર દરમ્યાન અનેક સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે તેની સાથે તોફાની પવન પણ ફુંકાવાની શક્યતા છે.
ખેડુત ભાઇઓ તથા બહેનોને, શિયાળુ પાકોને પિયત નહી આપવાની, કપાસ વહેલી તકે વીની લેવાની, ખેતરમાથી વરસાદી પાણીના નિકાસની વ્યવસ્થા કરવાની, કુમળા પાકને કે બાગાયતી પાકોના વ્રુક્ષોને ટેકા આપવાની સલાહ છે. પશુપાલકોની તેમના પશુઓને સુરક્ષીત પાકા મકાનોમા રાખવાની પણ ભલામણ કરાઇ છે. સૌરાષ્ટ્રામા તેની અસર સામાન્ય રહે તેવી શક્યતા છે. પરંતુ સાવધાન રહેવાની અને આવતી કાલના સંદેશ સાંભળવા વિનંતી છે.