માર્ચ મહિના માટે ભલામણ કરેલા ક્રુષિ કાર્ય (Agriculture work for March)

crops ખેડુતમિત્રો માર્ચનો મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં કરવા લાયક ખેતીના કાર્ય (agriculture work for March) નીચે જણાવ્યા મુજબ છે.

જુવાર

શિયાળુ જુવાર તથા પોંકની – જુવારમાં દાણાની મીજની ઈયળને રોકવા માટે કણસલા ઉપર મેલાથીયોન પo ઇ.સી. ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. ૧૦ દિવસે બીજો છંટકાવ કરવો. પૉકની જુવારમાં દવાનાં છંટકાવ અને ડુંડા લણણી વચ્ચે ૧૦ થી ૧ર દિવસનો સલામત સમય રાખવો. જુવારની સંકર જાતોમાં કણસલાની લીલી ઈયળના નિયંત્રણ માટે મેલાથીઓન પ ટકા ભૂકી રપ થી ૩૦ કિગ્રા/હેિકટર કણસલા ઉપર પડે તેમ છાંટવી.

શાકભાજી પાકો

લીલી ઇયળનાં નિયંત્રણ માટે ટામેટી અને મરચીનાં પાકની ફરતે પાંચ લાઇન બાદ પીળા હજારીગોટાના કુલની એક લાઇન પિંજરપાક તરીકે વાવેતર કરવું. જેથી લીલી ઇયળની માદા હજારીગોટાનાં ફૂલ ઉપર ઈંડા મુકવાનું વધુ પસંદ કરે છે. આવા ઇંડા સહિતનાં ફૂલ તોડીને વેચી દેવાથી લીલી ઇયળની નવી પેઢી વધતી અટકાવી શકાય છે.

રતનજયોત

રતનજયોતમાં લીલા — ચૂસિયાંનો ઉપદ્રવ જોવા મળે ત્યારે લીમડાની લીંબોળીની મીંજ પ૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધારે ઉપદ્રવ વખતે ઇમિડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૪ મિ.લિ. અથવા – થાય । મે થો કઝા મ રપ ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર૦ એસ.પી. ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

લસણ

નિંદામણ નિયંત્રણ પેન્ડીમીથીલીન (સ્ટોમ્પ) ૪૦ મી.લી. અથવા ફલૂકલોરાલીન (બાસલીન) ૪૦ મી.લી. નિંદામણનાશક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને કળીની વાવણી પછીના દિવસે જમીનમાં ભેજ હોય ત્યારે ફલેટ અથવા જેટ – નોઝલનો ઉપયોગ કરી છંટકાવ કરવો. ઉપરોકત બંનેમાંથી કોઇપણ એક નિંદામણનાશક દવાનો હેકટર દીઠ ર લીટર દવા/પ૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

થ્રિપ્સ

આ જીવાતનો ઉપદ્રવ ફેબ્રુઆરી અને માર્ચ માસમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાન દીઠ ૧૫ થી થ્રિપ્સ દેખાય તો તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૩૦ મી.લી. એસીફેટ ૧પ ગ્રામ અને મોનોક્રોટોફોસ ૧૫ મી.લી. અથવા ટ્રાયઝોફોસ ૩૦ મી.લી., એસીફેટ ૧પ ગ્રામ અને ઇમીડાકલોપ્રિડ પ મી.લી. દવા ૧૫ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો તેમજ સમયસર પિયત આપતા રહેવું જરૂર જણાય તો ગૌમુત્રનો છંટકાવ ૧૦ દિવસના ગાળે ૧૦ લિટર પાણીમાં પ૦૦ મી.લી. લઈ છંટકાવ કરતા રહેવું.

પાન કથીરી

શરૂઆતમાં નાના કુંડાળામાં ઉપદ્રવ જણાય ત્યારે તુરંત જ નિયંત્રણના પગલા લેવા. ડાયકોફોલ ૩૫ મી.લી. અથવા ઇથીયોન ૩૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર પાવડર ૬૦ ગ્રામ અથવા ફેનાઝાકવીન ૧પ મી.લી. અથવા પ્રોપરગાઇટ રપ મી.લી., એબામેકટીન પ મી.લી. દવા ૧૫ લીટર પાણીમાં ભેળવી છોડનો દરેક ભાગ ભીંજાય તે રીતે બારીક ફુવારાથી વારા ફરતી છંટકાવ કરવો. (પંપમાં ૧-ર ચમચી સર્ફ પાવર નાંખવો). સીન્થટીક પાયરેથ્રોઇડ ગ્રુપની જંતુનાશક દવાનો સતત ઉપયોગ ટાળવો કેમકે આ દવાના ઉપયોગથી કથીરીનો ઉપદ્રવ ઉલ્ટાનો વધે છે.

ભૂકી છારો

રોગ દેખાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ ટકા ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ટકા પ મી.લી. અથવા હેકઝાકોનેઝોલ પ ટકા ૧૦ મી.લી. અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.

જાંબલી ધાબાનો રોગ

થ્રિપ્સ કીટકનું નિયંત્રણ કરવું. પાકને નીંદણમુકત રાખવો. મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. (રછ ગ્રામ/૧૦ લીટર પાણી) દવાના ૩ છટકાવ ર૦-૨૦ દિવસના અંતરે કરવા.

પિયત ઘઉં

આ પાકમાં ગેરૂ રોગ જણાય તો તુરત ઝાયનેબ ૦.ર ટકા દ્રાવણના દર પંદર દિવસે ત્રણ છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થઇ શકે છે. ઉધઇથી ઉભા પાકમાં નુકશાન જોવા મળે તો હેપ્ટાકલોર (ર૦ ઇસી) ૧.રપ લીટર દવા પ્રતિ હેકટરે પિયત સાથે ટીપે ટીપે આપવી અથવા એન્ડોસલ્ફાન (૩પ ઈસી) ર.૩ લીટર દવાને પાંચ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિલો રેતીમાં બરાબર ભેળવીને ઉભા પાકમાં ખૂપવી. આ પદ્ધતિમાં પહેલા પિયત આપેલું હોવું જોઇએ અથવા દવાવાળી રેતી પુંખ્યા બાદ હળવું પિયત આપવું. જયારે ખપૈડીના નિયંત્રણ માટે મીથાઇલ પેરાથીઓન ર ટકા પાવડર પ્રતિ હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.

ચીકુ

કળી કોરનાર ઇયળ અને પાનના ટપકા તેમજ અન્ય રોગો માટે કાર્બારીલ વે.પા. (૮૦૦ ગ્રામ) + કાર્બનડેઝીમ (૧૦૦ ગ્રામ) ર૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

કપાસ

છોડના અવશેષો જેવા કે ડાળી, ડાળખા, પાન વગેરે હળની મદદ વડે જમીનમાં દબાવી દેવા. જેથી નવી ઋતુના પાક માટેનો સેન્દ્રીય તત્વોની મુખ્ય સ્ત્રોત પુરો પાડશે.

ઉનાળુ મગફળી

દર ૧૦ દિવસના અંતરે પિયત આપવું. ઉનાળુ મગફળીની ક્રાંતિક અવસ્થા, કુલ ઉઘડવા, સુવા બેસવા અને ડોડવાના વિકાસ સમયે પિયત અવશ્ય આપવું. ઉનાળુ મગફળી માં પિળાશની સમસ્યા જોવા – મળે તો ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હિરાકસી) સાથે ૧૦ ગ્રામ (સાઇટ્રીક એસિડ) લીંબુના કુલ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૮-૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

કુલ પાક

ગેલાર્ડિયા અને ગલગોટા જેવા કુલ છોડના ધરૂ બનાવી આ મહિનામાં રોપણી કરવી. જેમાં ગેલાડિયામાં હેકટર દીઠ ૧૫ થી ર૦ ટન કહોવાયેલું છાણીયું ખાતર તેમજ પ૦+પ૦+પ૦ (ના ફોન પો કિ.ગ્રા./ હેકટર) અને ગલગોટામાં ર૦૦+૧૦૦+૧૦૦ (નામ ફો+પો કિ.ગ્રા./હેકટર) આપવું. વાવણી સમયે પ૦ ટકા નાઇટ્રોજન આપવો અને બાકી રહેલો નાઇટ્રોજનનો જથ્થો ૪૫ દિવસ પછી આપવો.

નાળીયેર

સારી ગુણવત્તાવાળા ધરૂ પ્રાપ્ત કરવા માટે બીજ માટેના નાળીયેર આ મહીના દરમિયાન ઉતારવા.

અાંબો

કેરી લખોટા જેવડા કદની થાય ત્યારે એન્ડોસલ્ફાન (૪ર૦ મી.લી.) અથવા ફોઝેલોન (૪ર૦ મી.લી.) + ડીનોકેપ (૨૦૦ મી.લી.) અથવા ટ્રાયકોડમાં (૧૦૦ મી.લી.) ને ર૦૦ લીટર પ્રવાહીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

અન્ય જરૂરી સૂચનો

  • પાકમાં બપોરના સમયે પિયત આપવું નહી.
  • તુવેર, તમાકું તથા રાયડાના પાકની બાદ જડીયા ખોદી ખેતર તપવા દેવું.
  • ખરીફ ઋતુમાં લેવાના પાકોની જમીનનું પૃથ્થકરણ કરાવી લેવું.
  • પરિપકવ થયેલી મેથી તથા ધાણાની કાપણી વહેલી સવારે કરવી.
  • બકરીને સ્ટોલ ફેડ સ્થિતિમાં રાખવી જેમાં બકરીને લીલા ચારા સાથે દાણ મિશ્રણ આપવામાં આવે છે. જેથી તેના વજનમાં વધારો થાય છે.
  • ઘેટાં અને બકરીને રોગ પ્રતિકારક દવા પિવડાવવી. ૧૦૦ કિલો ઘઉંના ભૂસામાં ૧.રપ લીટર સોડિયમ હાઇડ્રોકસાઇડ ૧૦o લીટર પાણીમાં ઓગાળી સૂકવીને પશુને આપવું.
  • પશુઓને દર ૬ માસે ખરવા-મોવાસાની રસી અચુક મુકાવવી હિતાવહ છે. પશુને કાળીયા તાવ સામે રક્ષણ આપવા ફેબ્રુઆરી કે માર્ચ દરમિયાન એનથેકસ સપોર વેકસીનથી રસીકરણ કરવું.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.