Kuldipsinh Vala

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી જુનાગઢ કુષિ યુનિવર્સિટી ની વેબસાઈટ www.jau.in પર શરૂ છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી
હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની ઓનલાઈન અરજી
ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી માહિતી :
1) ફોર્મ ભરવા માટે જરૂરી આધાર ની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે જેમાં (1)ખેડૂત નો ફોટો, (2)ખેડૂત ની સહીં કરેલી ઈમેજ, (3)૭-૧૨ અ ની નકલ અથવા ૮ અ ની નકલ નો સમાવેશ થાય છે.
2) અપલોડ કરવાના ખેડૂત ફોટા ની મહતમ સાઈઝ : 100 KB અને jpg ટાઇપ હોવી જોઈએ જયારે અપલોડ કરવાના બીજા આધારો ની મહતમ સાઈઝ : 150 KB અને jpg ટાઇપ હોવી જોઈએ.
3) એક ખેડૂત ખાતેદારે એક આધાર કાર્ડ પર એકજ અરજી કરી શકશે, જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારા ની બધી અરજી રદ કરવામાં આવશે.
4) જો કોય અરજદાર ની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે.અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
5) ઓનલાઈન અરજી ની રજૂઆત થયા બાદ પહોંચ ની પ્રિન્ટ અરજદારે રાખવાની રહેશે અને જરૂર પડ્યે રજુ કરવાની રહેશે.
6) હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) નાં રોપ નોધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ (અહીંથી જ) સ્વીકારવામાં આવશે.
7) મળવા પાત્ર રોપ ની માહિતી અહીં નોંધાયેલ મોબાઈલ અથવા સરનામાં પર મોકલવા માં આવશે જેની નોંધ લેવી.
8) આધાર કાર્ડ માં અરજદાર નું જ નામ હોવું જોઈએ અને રોપા લેતી વખતે અરજી માં દર્શાવેલ બધા આધારો અસલ બતાવવાના રહેશે અન્યથા આપની અરજી રદ ગણાશે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.