ચોમાસુ વેલાવાળા શાકભાજીના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટેની ભલામણો

મિત્રો, ચોમાસાની મોસમમાં વેલાવાળા શાકભાજીનું ઉત્પાદન મેળવવા માટે વિવિધ ક્રુષિ યુનિવર્સિટી દ્વારા નિચે મુજબની ભલામણ કરવામાં આવેલ છે.

ભલામણ કરેલ જાતો

  • દુધીઃ આણંદ દુધી-૧, પુસા નવિન, પી.એસ.પી.એલ., અરકા બહાર, પંજાબ કોમળ
  • તુરીયા : પુસા નસદાર, કોઈમ્બતુર-૧ અને ર, જયપુર લાંબા, આણંદ તુરીયા-૧
  • ગલકા: પુસા ચિકની, ગુજરાત ગલકા-૧
  • કારેલા : પુસા દો મોસમી, અરકા હરીત, પ્રિયા, ગુજરાત જુનાગઢ તુરીયા હાઈબ્રીડ-૧
  • કાકડી: ગુ. કાકડી-૧, પુસા સફેદ, હિમાન્ચી, પુસા સંયોગ, જાપાનીઝ લોંગ ગ્રીન
  • કંકોડા : લોકલ જાતો
  • નાના અને મોટા કોળુ : ગુજરાત કોળું-૧, અરકા નંદન અને પુસા વિશ્વાસ
  • પરવળ અને ટીંડોરા : સ્થાનિક લોકલ જાતો, ટુંકા અને લાંબા

પાકની માવજત

  • વેલાવાળા શાકભાજીને મંડપ પધ્ધતિથી વેલા ઉપર ચઢાવી વાવેતર કરવું જોઈએ જેથી વધુ ઉત્પાદન તેમજ સારી ગુણવત્તાવાળા ફળો મળે છે, ફળો સડી જતા અટકે છે, રોગ જીવાતનો ઉપદ્રવ ઘટે છે તેમજ પિયત, દવા, છંટકાવ, આંતરખેડ, નિંદામણ અને વીણી જેવી કામગીરીમાં ઘણી જ અનુકુળતા રહે છે.
  • દૂધી જેવા પાકમાં પીન્ચીંગ એટલે કે જયાર વેલા ૨ થી ૩ ફુટના થાય ત્યારે અગ્ર ડુંખને કાંપી નાંખવી જોઈએ જેથી બાજુઓમાં પ્રશાખાઓ ફુટે છે અને નર પુષ્પોની સંખ્યા ઘટી માદા પુષ્પોની સંખ્યામાં વધારો થાય છે. વેલાવાળા પાકોમાં ભલામણ મુજબ વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ જેથી નર પુષ્પોની સંખ્યા ઘટાડી માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરી શકાય છે.
  • ચોમાસુ શાકભાજીમાં દવા છંટકાવ વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ. એટલે કે દવાનો છટકાવ વહેલી સવારના કે સાંજના સમયે જયારે વરસાદ બંધ હોય ત્યારે કરવો જોઈએ. તેમજ છંટકાવ બાદ તુરત જ વરસાદ થાય તો ફરીથી દવાનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ફળ કે શીંગો ઉતારી લીધા બાદ જ દવાનો છંટકાવ કરવો
  • પાકની કુલ અવસ્થા સુધી ઝેરની લાંબો સમય સ્થાઈ અસર ધરાવતી દવાઓ જેવી કે, મોનોક્રોટોફોસ કે રોગર જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ. પરંતુ ફુલ આવ્યા બાદ ઝેરની ટુંક સમયની સ્થાઈ અસર ધરાવતી દવાઓ જેવી કે મેલાથીઓન, ડાયકલોરોવોશ કે ફોઝેલોન જેવી દવાઓનો છટકાવ કરવો જોઈએ અથવા બાયોકન્ટ્રોલ કે સંકલિત જીવાત નિયંત્રણના પગલાં લેવા જોઈએ.
  • કંકોડાના પાકમાં નર-માદાના છોડ અલગ હોવાથી નર-માદાનો રેશિયો ૧:૯ નો રાખવો જોઈએ જેથી ઉત્પાદન સારૂ મળી શકે.
  • શકય હોય તો જીવાતોના નિયંત્રણ માટે પ્રકાશ પિંજર કે મિથાઈલ યુજીનોલ ફેરોમેનટ્રેપનો ઉપયોગ કરવો.

રોગ નિયંત્રણની ભલામણો

  • દુધીના પાકમાં આવતા ભુકીછારાના રોગના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર પ ગ્રામ અથવા ડીનો કેપ : મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • દુધીના પાકમાં આવતા રૂટનોટ રોગના નિયંત્રણ માટે પ્રેસમડ ૧૦ ટન/હે. અથવા પોલ્ટીમેન્યોર (મરઘાનું ખાતર) ટન/હે વાવેતર પહેલા એક અઠવાડીયાએ આપવાથી ભલામણ છે.
  • દુધીના પાકમાં આવતા પાનના ટપકાના રોગના અસરકારક નિયંત્રણ માટે કાર્બન્ડાઝીમ અથવા થાયોફેનેટ મિથાઈલ પ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ત્રણ છટકાવ ૧૫ દિવસના અંતરે કરવા જોઈએ.
  • તુરીયાના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા કેપ્ટાફોલ ર૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.
  • મંડપ પધ્ધતિથી ઉગાડુલ તુરીયાના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે તુરીયાના બીજને મેટાલેકઝીલ અને મેન્કોઝેબ ૪ ગ્રામ/કિલો બીજદીઠ બીજ માવજત આપી જુના પાન દુર કરવા અને બપોર બાદ મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧૨ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.
  • કારેલાના પાકમાં આવતી ફળમાખીના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ઝેરની પ્રલોભન બેટ (પ૦ ગ્રામ ગોળની રસી પ્રતિ લીટર પાણીમાં ઓગાળી અને મેલાથીઓન ૧૦ ગ્રામ અથવા ડીડીવીપી પ મિ.લી/૧૦ લીટર પાણીમા ભેળવી) ના ત્રણ છટકાવ ફુલ આવવાના સમયથી ૧૫ દિવસના અંતરે કરવા જોઈએ.
  • કારેલાના પાકમાં આવતા તળછારા રોગના અસરકારક નિયંત્રણ માટે મેટાલેકઝીલ અથવા કલોરોથેલોનીલ ૧૪ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.