બાજરાની ચોમાસુ ખેતી પધ્ધતિ (Kharif pearl millet cultivation)

બાજરી (pearl millet) એ ગુજરાત રાજયનો અગત્યનો ધાન્ય પાક છે. અને બીજા ધાન્યપાકોની સરખામણીમાં ભેજની ખેંચની પરિસ્થિતિનો સૌથી વધારે પ્રતિકાર કરી શકે  છે. આથી મુખ્યત્વે રાજયના સુકા અને અર્ધ-સુકા વિસ્તારોમાં ખરીફ ઋતુમાં વરસાદ આધારીત પાક તરીકે વાવવામાં આવે છે.

જમીનની પ્રાથમિક તૈયારી

  • હળની એક તથા કળીયાની બે થી ત્રણ ખેડ.
  • ૪પ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ઉદ્યાડવા.
  • હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો.

ભલામણ કરેલ જાતો

હાઈબ્રીડ બાજરીમાં ઉતરોતર કુતુલ રોગનો ઉપદ્રવ વધતા કુતુલ સામે  પ્રતિકાર કરી શકે તેવી નીચે જણાવેલ નવી જાતો બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર દ્વારા ખરીફ ઋતુ માટે બહાર પાડી અને વાવેતર માટે ભલામણ કરેલ છે.

  • વહેલી પાકતી:    જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭
  • મધ્યમ પાકતી – જીએચબી-૭૪૪, ૯૦પ
  • મોડી પાકતી – જીએચબી-પપ૮, ૭૩ર

વાવેતર માટેનો યોગ્ય સમય

  • વાવણી લાયક વરસાદ થયે તુરંત જ વાવેતર કરવું. જેથી વધુ ઉત્પાદન મળે,  રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે અને પછીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય.
  • જો વાવણી લાયક વરસાદ ૧પ જુલાઈ પછી થાય તો વહેલી પાકતી જાતનું વાવેતર કરવું.

બીજનો દર અને વાવેતર

  • હેકટરે બિયારણ નો દર ૪ કિ.ગ્રા. (ક્ષાારીય,  ક્ષારીય ભાસ્મીક અને ભાસ્મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેરટર) પ્રમાણે રાખી દંતાળથી બે હાર વચ્ચે ૪પ  અથવા ૬૦ સે.મી. અંતર રહે અને બીજ જમીનમાં ૪ સેં.મી.થી વધારે ઉંડે ન જાય તે રીતે વાવેતર કરવું.

ખાતર વ્યવસ્થા

  • દેશી ખાતર – હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમીક ખેડ પહેલા છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા  ચાસે ખાતર ભરો.
  • રાસાયણિક ખાતર – હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જેમાંથી અડધો નાઈટ્રોજન અને બધોજ ફોસ્ફરસ વાવેતર અગાઉ ચાસમાં  નાખવો બાકીનો અડધો નાઈટ્રોજન પાક એક માસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પૂરતી ખાતર તરીકે પુરતો ભેજ હોઈ ત્યારે જ આપવા.
  • જૈવિક ખાતર – હાઈબ્રીડ બાજરીના પાકમાં ચાર કિ.ગ્રા. બીજમાં ર૦૦ ગ્રામ  એઝોટોબેકટર અથવા એઝોસ્પાઈરીલમ કલ્ચર વડે બીજ માવજત આપવામાં આવે તો ભલામણ કરેલ નાઈટ્રોઝોનયુકત રાસાયણીક ખાતરનો અડધો જથ્થો (૪૦ કિ.ગ્રા./ હે. ) બચાવી શકાય છે.

પારવણી અને ફેર રોપણી

  • પાક જયારે ૧પ થી ર૦ દિવસનો થાય ત્યારે બે છોડ વચ્ચેનું અંતર ૧૦ થી  ૧ર સે.મી. નું રહે તે પ્રમાણે વધારાના નબળા, રોગ અને જીવાત લાગેલ  છોડને ખેંચી કાઢવા.
  • જે હારોમાં મોટા ગામા-ખાલા-હોય ત્યાં ભેજની યોગ્ય પરિસ્િથતિમાં  પારવણી સાથો સાથ નીકળેલા તંદુરસ્ત છોડની ફેર રોપણી કરી છોડની પુરતી સંખ્યા જાળવવી.

નિંદામણ અને આંતર ખેડ

  • પાક ૧પ   દિવસનો થાય ત્યારે પારવણીની સાથો સાથ હાથ નિંદામણકરી, પાકને નિંદણ રહીત કરવો. પાક ઉગ્યા બાદ દશેક  દિવસથી નિંધલમાં આવે ત્યાં ‘સુધીમાં પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૈાતિક પરિસ્થિતિ સારી રહે તે માટે બે થી ત્રણ આંતર  ખેડ કરવી. જરુર જણાય તો ફરી નિંદામણ કરવું.
  • જે વિસ્તારમાં મજુરોની અછત હોય તે વિસ્તારમાં નિંદામણનાશક દવા એટ્રોઝોન હેકટર દીઠ ૦.પ૦૦ કિ.ગ્રા.હેકટરે સક્રિય તત્વ મુજબ વાવણી બાદ તુરત જ ( પિ્ર. ઈમરજન્સ તરીકે ) પરંતુ બીજના  સ્ફુરણ પહેલાં પ૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પિયત

  • ચોમાસુ બાજરીમાં સામાન્ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણકે બાજરી મુખ્યત્વે વરસાદ આધારીત પાક છે. વરસાદની ખેંચ જણાય તો એક પુરક પિયત આપવાની ભલામણ છે.

રોગ નિયંત્રણ

બાજરીના પાકનું વહેલું વાવેતર કરવાથી રોગોનો ઉપદ્રવ મહદઅંશે ઘટે છે.

  • કુતુલ – પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. બીજને એપ્રોન ૩પ એસ.ડી.  ૬ ગ્રામ/ કિગ્રા અથવા રીડોમીલ ૮ ગ્રામ/કિગ્રા. દવાનો પટ આપવો.
  • અંગારિયો(સ્મટ) – રોગના નિયંત્રણ માટે બીજને પારા યુકત દવાનો પટ આપી વાવેતર કરવું.
  • ગુંદરીયો (અરગટ) – જો બિયારણમાં અરગટની પેશીઓ રહેલી હોય તો બીજને ર૦ ટકા મીઠાનાં દ્રાવણમાં બોળી, ચોખ્ખા પાણીથી ધોઈ,સુકવ્યા બાદ થાયરમ ૩ ગ્રામ/કિ.ગ્રા. દવાનો પટ આપી વાવેતર કરવુ.
  • ગેરૂ – રોગની શરુઆતથી ૧પ દિવસનાં અંતરે ૦.ર ટકા મેન્કોઝેબ અથવા ૦.ર ટકા  ઝાયનેબનાં બે છંટકાવ કરવા         

કિટક નિયંત્રણ

ઘૈણ

વાવેતર પહેલા દાણાદાર ફોરેટ ૧૦ જી હેકટર દીઠ રપ કિ.ગ્રા. ચાસમાં આપવુ. ચોમાસાની શરૂઆતમાં પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવાથી પુખ્ત કિટકો મોટા પ્રમાણમાં આકર્ષાય છે. જેને એકઠા કરી તેનો નાશ કરવો.

સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ

  • ઉપદ્રવ જણાય તો, ઉગાવા બાદ ૧પ દિવસે અને જરુર જણાય તો ફરી ૧પ દિવસે એન્ડોસલ્ફાન અથવા કવીનાલફોસ ર૦ મી.લી. અથવા ટ્રાઈઝોફોસ ૧૦ મી.લી., ૧૦ લીટર પાણીમાં ભેળવી હેકટરે ૬૦૦ લીટરના’દરે પ્રવાહી છંટકાવ કરવો.
  • બિયારણનો દર પ.૦ કિ.ગ્રા./હેકટરે રાખી, પારવણી વખતે ”ડેડહાર્ટ”વાળા  છોડ દુર કરવા.
  • બાજરીના ઉગાવા બાદ ૧પ દિવસે  મીથાઈલ પેરેથીઓન ર ટકા ભુકી રપ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે અથવા મેલેથીઓન પ ટકા ભુકી રપ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે એક છંટકાવ કરવો.
  • સાંઠાની માખીના નિયંત્રણ માટે નિમાર્ક ૩૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી બાજરીના ઉગાવા બાદ ૧૦,ર૦ તથા ૩૦ દિવસે એમ ત્રણ છંટકાવ કરવા.
  • સાંઠાની માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ  ૦.૦પ ટકા અને સાબુ ૪ ગ્રામ પ્રતિ એક લીટર પાણીમાં ભેળવી પાકના ઉગાવા બાદ ૧૦ તથા ર૦ દિવસે બે છંટકાવ કરવા.
  • ખપેડી, લીલી ઈયળ અને કાંસીયા: ઉપદ્રવ જણાયે  મીથાઈલ પેરેથીઓન ર ટકા ભુકી ર૦ કિ.ગ્રા./ હેકટર પ્રમાણે  છંટકાવ કરવો. કાંસીયા અન્ય ઉપાયમાં કાંસીયા ડૂંડા ઉપરથી કેરોસીન વાળા પાણીમાં ખંખેરી લેવા તેમજ પ્રકાશ પિંજર ગોઠવવા.

કાપણી

પાક તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી. ડુંડા બરાબર તપાવી, દાણા છુટા  પાડી, દાણાને બરાબર સાફ કરી, પુરતા સુકવી, વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખવા.

સંદર્ભ: જૂનાગઢ ક્રૂષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.