આંબામાં રોગ-જીવાતનું સંકલિત નિયંત્રણ (insect control in Mango crop)

Mango

શિયાળો પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે વનવગડામાં આંબા પર કેરી આવી છે. ક્યારેક બદલાતા વાતાવરણને કારણે આંબાવાડીયું રોગના ભરડામાં સપડાઇ જાય છે. જેના કારણે આંબાવાડીયામાં અનેક આંબાઓ જાણે કે વાંઝીયા હોય તેમ દેખાય છે. પરંતુ ખેડૂતોએ તેની યોગ્ય સારસંભાળ લેવી જોઇએ. જો તેમ કરવામાં આવે તો તેના કારણે આંબા પરનો મોર ડાળી પરથી ખરી જતો નથી અને વિકાસ પણ સારો થઇ શકે છે.

રોગ-જીવાત નિયંત્રણ

આંબામાં મોર આવવાના સમયે મધિયો, ડૂંખ અને મોરને કોરી ખાનાર ઇયળ, ફૂલો ખાતી ઇયળ અને મોરની ગાંઠીયા માખી જેવી જીવાતો અને ભૂકી-છારા નામના રોગનો ઉપદ્રવ જોવા મળે છે.

 

આંબાનો મધિયો

આ જીવાત આંબામાં સૌથી વધુ નુકસાન કરે છે. મધિયાનાં પુખ્ત કીટકો અને બચ્ચા પાન અને મોરમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, જેથી ફૂલ ચીમળાઇને ખરી પડે છે. મધિયાના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ થાય છે, જેથી પાન પર કાળી ફૂગ ઉગી નીકળે છે. આના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાવાથી કેરીના ઉત્પાદન પર માઠી અસર થાય છે. મધિયાના નિયંત્રણ માટે મોર નીકળતી વખતે ૧૦ લિટર પાણીમાં ફોઝેલોન (૩૫ ટકા ઇ.સી.), ૨૦ મિ.લી. અથવા ઇમીડાકલોપ્રીડ (૧૭.૮ એસ.એલ.) દવા ૨.૫ મિ.લી. મીકસ કરીને છંટકાવ કરવો.

ડૂંખ અને મોર કોરી ખાતી ઇયળ તથા મોરના ફૂલ ખાતી ઇયળ

મોર કોરી ખાતી ઇયળ મોર આવે ત્યારે કુમળા પુષ્પ વિન્યાસનો અંદરનો ભાગ ખાઇ જાય છે. આથી મોર સુકાઇ જાય છે અને કેરીઓ બેસતી નથી. આ ઇયળોના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં મોનોફ્રટોફેસ ૧૦ મિ.લી. અથવા કિવનાલ ફ્રોસ ૨૦ મિ.લી. અથવા ફેન્વલરેટ ૧૦ મિ.લી. પૈકી ગમે તે એક દવાનો ૨ થી ૩ છંટકાવ કરવા.

ભૂકી-છારાનો રોગ

ફૂગથી થતો આ રોગ મોર ફૂટે તે સમયે જોવા મળે છે. આ રોગના કારણે અવિકસિત ફળો તથા મોર ખરી પડે છે. આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થતી જોવા મળે કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ વેટેબલ સલ્ફર મશિ્ર કરીને છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસે ૧૦ લિટર ૩૦ ગ્રામ વેટેબલ સલ્ફર મશિ્ર કરીને છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસે ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લી. ડીનોકેપ મશિ્ર કરીને છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ લિટર પાણીમાં ૫ મિ.લી. ટ્રાયડેમોર્ફ દવા મશિ્ર કરીને છાંટવી.

ખાતર અને પિયત

આંબામાં કેરી બેઠા પછી કેરીઓ વટાણા જેવડી થાય ત્યારે તેના વિકાસ માટે પુખ્ય વયના આંબાના ઝાડ દીઠ ૨ કિલો એમોનિયમ સલ્ફેટ, થડથી એક મીટર દૂર રગમાં આપીને પિયત આપવું. કેરી વટાણા કદની થાય ત્યારેજ પ્રથમ પિયત આપવાનું હોય છે. આથી આ સમયે ખાતર આપીને પ્રથમ પિયત આપવું.

કેરીઓનું ખરણ અટકાવવા માટે

આંબામાંની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી જાય છે. ફળ ખરતા અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૨૦૦ મિ.લી. થી ૨૫૦ મિ.લી. નેપ્થેલીન એસેટિક એસિડ તથા ૨૦૦ ગ્રામ યુરિયા મીકસ કરીને ૧૫-૨૦ દિવસના અંતરે બેવાર છંટકાવ કરવો.

સંદ્રભ: દૈનિક ભાસ્કર

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.