ખળા, ગમાણના ઘાસમાંથી ગળતીયું ખાતર

ખેડૂતમિત્રો, કિંમતી ડી.એ.પી./એન.પી.કે. જેવાં રાસાયણિક ખાતરોના કરકસરયુકત વપરાશ માટે આપણા ખળા, ગમાણ કે ખેતરમાં પાકના ઊભા ઘાસને બાળવાના બદલે તેને ડી.એ.પી., યુરિયા તથા જીપ્સમ સાથે કહોવડાવીને વાપરવાથી પાકઉત્પાદનમાં ફાયદો મેળવી શકાય છે. રાસાયણિક તથા દેશી ખાતરનો સંગમ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલ ફોસફો-સલફોનાઇટ્રો (P.S.N.) ગાળતિયું ખાતર જેમાં 2.5% જેટલો નાઈટ્રોજન અને 4% જેટલો ફોસ્ફોરસ ઉપરાંત અન્ય પાક ઉપયોગી પોષકતત્વો હોય છે.

આ ખાતરના વપરાશથી પાકને તમામ તત્ત્વો ઉપલબ્ધ થવાથી વધુ ઉત્પાદન મળે છે. આવું ઉત્તમ 500 કિલો જેટલું ફોસ્ફોરસ, સલ્ફર અને નાઇટ્રોજન યુક્ત ગાળતિયું ખાતર નીચે મુજબની પદ્ધતિથી બનાવી શકાય છે.

પધ્ધતી

  1. સૂર્યપ્રકાશવાળી જગ્યામાં 10 ફૂટ લંબાઇ X 5 ફુટ પહોળાઈ X 4 ફટ ઊંડાઈનો ખાડો બનાવી તેમાં 15 કિલો ગામાણનું કે પાક્નું ઘાસ પાથરીને તેના ઉપર 15 કિલો તાજા છાણની રબડીનો થર પાથરવો.
  2. તેના ઉપર જ 330 ગ્રામ યુરિયા ૧ લિટર પાણીમાં ઓગાળી છાંટવું.
  3. આ થર પર 1.5 કિલો ડિ.એ.પી.  અથવા 2.5 કિલો એન.પી.કે. –  10:26:26 અથવા 2.2 કિલો એન.પી.કે. 12:32:16 ખાતર અથવા 8.6 કિલો રૉક ફોસ્ફોટનો થર પાથરવો.
  4. આની ઉપર 6.25 કિલો જીપ્સમ/ફોસ્ફોજીપ્સમનો થર પાથરવો.
  5. ઉપરોકત થર ઉપર 1.5 કિલો જેટલી, નીંદણમુકત જમીનની તાજી માટી વેરી દેવી.
  6. આ રીતે ઉપર મુજબ મુદ્દા નં.1 થી 5 પદ્ધતિથી ત્રણ ફૂટ ઊંડાઈના ખાડામાં થર બનાવતા જવું અને છેલ્લે ખાડામાં આશરે 2.5 ઇંચ ઉંચાઈવાળા કુલ 16 થર બનશે. છેલ્લા થર ઉપર છાણની રબડી થી બરાબર લીપીં દેવું. આ ખાતરમાં ભેજ અને ગરમી જાળવવા ખાડાને પ્લાસ્ટિક શીટથી ઢાંકવો. ખાડામાં સમાયેલ કુલ 16 થર બનાવવા નીચે જણાવેલ કુલ સામગ્રીના જથ્થાની જરૂર છે.
    1. ગામાણનું કે પાકનું 240 કિલો ઘાસ અને 240 કિલો જેટલું છાણ (પોદળા).
    2. યુરિયા 5.5 કિલો, ડી.એ.પી. ૨૫ કિલો અથવા અથવા એન.પી.કે. 12:26:26- 40 કિલો અથવા એન.પી.કે. 10:26:26 – 40 કિલો અથવા રોક ફોસ્ફોટ : 143 કિલો 100 કિલો જીપ્સમ/ફોસફોજીપ્સમ
    3. 25 કિલો જેટલી નિંદણમુક્ત જમીનની તાજી માટી
  7. ત્રણથી ચાર અઠવાડીયા બાદ ખાડામાંના ખાતરના પુરા જથ્થાને પલટાવી દેવો અને ખાડામાં 60 થી 70% જેટલો ભેજ જાળવવા માટે ચાર ખૂણે ચાર અને વચમાં એક પોલા વાંસના કે પીવીસી પાઈપના ટુકડા ખોસી દઈ તેના દ્વારા પાણી રેડતાં રહેવું.
  8. આ પ્રમાણે 110-120 દિવસ બાદ કુલ વાપરેલ 775 કિલો સામગ્રીમાંથી 500 કિલો જેટલું ઉત્તમ ફોસ્ફો-સલફો-નાઇટ્રો (P.S.N.) કમ્પોસ્ટ ખાતર મળશે. જેમાં અંદાજે 1.5% થી 2.5%, નાઇટ્રોજન અને 3.4% થી 4.2% જેટલો ફોસફોરસ ઉપરાંત અન્ય ગૌણ/સંક્ષ્મ પાક ઉપયોગી કિંમતી તત્વો હોય છે.
  9. ખાડામાંથી પાકેલ 500 કિલો જેટલું ગળતિયું ખાતર ખેતરમાં પાયામાં નાખતા અગાઉ તેમાં 1 કિલો (5 પેકેટ) ફોસફોરસવાળાં પીએસબી (PSB) કલ્યર ભેળવીને પછી નાખવું.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.