છેલ્લા બે વરસમાં દેશના મકાઇના વાવેતર થતા દસ રાજ્ય઼ઓમાં ઓછા વરસાદને કારણે દુકાળ જેવી પરિસ્થીતી સરજાઇ છે. જેથી કરીને 2015-2016 માં મકાઇના પાકના ઉત્પાદનમાં 40% ઘટડાની શક્યતા છે. સ્ટાર્ચ અને મરઘા પાલન ઉધોગની જરૂરીયાત પુરી કરવા સરકારે આયાત કર વગર પાંચ લાખ ટન મકાઈની આયાત કરવાની મંજુરી આપી છે. મકાઇના ઓછા ઉત્પાદનને લીધે છેલ્લા એક વરસમાં પાકની કિંમતમાં 25% વધારો થયો છે.
અત્યારની આયાત નિતી પ્રમાણે મકાઇની આયાત પર 50% આયાત કર લાગે છે. આયાત કરની આ છુટ “ટેરીફ રેટ ક્વોટા” સ્કીમની અંતર્ગત આપવામાં આવી છે.