જીરાના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ (Disease & pest control in cumin crop)

cumin

ગુજરાત રાજયમાં જીરૂના પાકમાં મુખ્ય ત્રણ રોગો જેવા મળે છે.

૧. કાળીયો અથવા ચરમી

ર. ભૂકી છારો

૩. સુકારો

આ રોગોને લીધે પાક ઉત્પાદન તેમજ દાણાની ગુણવત્તા પર ખૂબ જ વિપરીત અસર પડે છે અને ઘણી વખત તો જીરૂનો પાક સદંતર નિષ્ફળ જાય છે. તો આ રોગોની ઓળખ, રોગને અનુકૂળ વાતાવરણ અને તેનું અસરકારક નિયંત્રણ ખેડૂત મિત્રો માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

કાળીયો અથવા ચરમી

ઓળખ

 • પાક જયારે ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે આ રોગ જેવા મળે છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે. જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જેવા મળે છે.
 • રોગપ્રેરક ફુગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબ જ સક્રીય બની ઝડપથી ફેલાવા લાગે છે અને અંતે આખા છોડ કાળા પડી સુકાઇ જાય છે. તેથી તેને કાળીયો પણ કહે છે.
 • રોગીષ્ટ છોડ પર કુલ બેસતા નથી અને જે દાણા બેસે તો પણ તે ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.

કારણ

 • એકમ વિસ્તારમાં છોડની વધુ પડતી .
 • કમોસમી વરસાદ.
 • વાદળછાયું વાતાવરણ.
 • કયારામાં વધુ પડતો પાણીનો ભરાવો.

નિયંત્રણ

 • લાંબાગાળાના પાકની ફેરબદલી કરવી.
 • રોગમુક્ત બીયારણની વાવણી માટે પસંદગી કરવી.
 • ૧૫ થી રપ ઓકટોબર વચ્ચે વાવણી કરવી.
 • બીજને વાવતાં પહેલાં એમીસાન, થાયરમ અને મેન્કોઝેબ પૈકી કોઇપણ એક ફુગનાશક દવાનો ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે, પટ આપવો.
 • પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આાંતર ખેડ કરવી.
 • ક્યારા ખૂબ જ નાના અને સમતલ બનાવવા જેમાં હલકુ પિયત આપવું.
 • વાદળછાયા વાતાવરણમાં પિયત આપવાનું ખાસ ટાળવું.
 • નાઇટ્રોજનયુક્ત ખાતર ભલામણ મુજબ જ આપવું.
 • ઘઉં, રજકો અને રાઇ જેવા વધુ પાણીની જરૂરીયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું નહીં.
 • રોગ આવવાની રાહ જોયા વિના, પાક જયારે ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૩પ ગ્રામ / ૧૦ લીટર પાણી તથા ર૦ મીલી દેશી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી છાંટવું. ત્યારબાદ ૧૦ દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવા.

ભૂકી છારો

ઓળખ

 • સફેદ રંગની કુગની વૃદ્ધિ શરૂઆતમાં છોડના નીચેના પાન પર જેવા મળે છે.
 • સમય જતાં કુગની વૃદ્ધિ છોડના દરેક ભાગ પર જેવા મળે છે. જેના પરિણામે છોડ પર સફેદ પાવડર છટલ હોય તેવું લાગે છે.
 • થોડા સમય પછી કુગનો સફેદ રંગ રાખોડી રંગમાં ફેરવાઇ જાય છે. જેના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે.
 • છોડ પર દાણા બેસતા નથી અને જે બેસે તો તે અવિકસિત અને વજનમાં સાવ હલકાં રહે છે.
 • છારો હંમેશા શેઢા-પાળા ઉપર આવેલા વૃક્ષોના છાંયાવાળા ભાગથી શરૂ થાય છે.

કારણ

 • સાધારણ ઉષ્ણ હવામાન સાથે વાતાવરણમાં ભેજ
 • પવન સાથે કમોસમી વરસાદ.

નિયંત્રણ

 • વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેરા ગંધકની ભૂકી રપ કિલો પ્રતિ હેકટર પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવાથી ખેતરમાં રોગ આવતો અટકાવી શકાય છે.
 • રોગ દેખાય કે તરત જ ઉપર મુજબની દવા અથવા વેટેબલ સલ્ફર રપ ગ્રામ અથવા કલેક્ષીન ૭ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે ર- ૩ ઇંટકાવ કરવા.
 • વેટેબલ સલ્ફર અને કેલેક્ષીન દવાનો છંટકાવ દિવસે છોડ પરથી ઝાકળ ઉોડી ગયા બાદ જ સુકા છોડ પર કરવો જેથી દવા સારી રીતે છોડ પર ચોંટી શકે.

સુકારો

ઓળખ

 • રોગગ્રસ્ત છોડ પાણીની ખેંચ હોય તેવી રીતે લંધાય છે.
 • તંદુરસ્ત છોડની કુણી ટોચો અને ડાળીઓ એકદમ નમી પડે છે અને સુકાઇ જાય છે. રોગ શરૂઆતમાં ખેતરમાં કુંડાળા સ્વરૂપે જેવા મળે છે અને છેવટે સમગ્ર ખેતરમાં પ્રસરવા લાગે છે.
 • રોગિષ્ટ છોડમાં દાણા બેસતાં નથી.
 • રોગિષ્ટ છોડના થડને ચીરીને જોતાં જલવાહીનીઓ બદામી અથવા કથ્થાઇ રંગની જેવા મળે છે.

કારણ

 • એકના એક ખેતરમાં સતત જીરાનું વાવેતર.
 • ૨૮ થી ૩૦ સે. ઉષ્ણતામાન.

નિયંત્રણ

 • ઉનાળામાં ઊંડી ખેડ કરી ખેતર તપવા દેવું.
 • લાંબાગાળાની પાકની ફેરબદલી કરવી.
 • રોગપ્રતિકાર જાતો જેવી કે ગુ. જીરૂ-૪ અને ગુ. જીરૂ- ૩નું વાવેતર કરવું.
 • બીજને કાર્બેન્ડાઝીમ દવા ૩ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ (ર ગ્રામ) + કેપ્ટાન (ર ગ્રામ) અથવા ટ્રાયકોડમાં (૪ ગ્રામ) પ્રતિ ૧ કિ.ગ્રા. બીજને પટ આપી વાવેતર કરવું.
 • સારૂં કોહવાયેલું છાણીયું ખાતર (૧૦ ટન / હે.) અથવા રાયડાનો ખોળ કે દિવેલાનો ખોળ (ર.પ ટન/હેિ.) નાખવાથી રોગના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે.

રોગની સરખામણીમાં જીવાતથી જીરૂના પાકને ઓછું નુકસાન જેવા મળે છે. તેમ છતાં જીરૂમાં મુખ્ય જેવા મળતી જીવાતોમાં તડતડીયા, મોલોમશી અને થ્રિપ્સ છે. આવી ચુસિયા પ્રકારોની જીવાતોના કારણે દાણાના વિકાસ અને ગુણવત્તા ઉપર વિપરીત અસર જેવા મળે છે. જેના અસરકારક નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવા જરૂરી છે.

 • દશ લીટર પાણીમાં મિથાઇલ-ઓ-ડીમેટોન અથવા ડાયમિથોએટ ૧૦ મીલી અથવા મોનોક્રોટોફોસ ૧ર મીલી અથવા ફોસ્ફામિડોન ૧૦ મીલી દવાનો છંટકાવ કરવો.
 • ભૂકા રૂપ દવાઓનો છંટકાવ કુલ અવસ્થાએ કરવો નહીં કારણ કે આનાથી દાણા બેસવા પર વિપરીત અસર થાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.