પુરની પરિસ્થિતીમાં પાક બચાવવા માટેની ખેડૂતોને ભલામણ (flood advise)

રાજયમાં વરસાદની અનિયમીતતાને કારણે ઘણીવાર ચોમાસાના સમયગાળા દરમ્યાન ભારે અતિભારે વરસાદ થતાં પુરની પરિસ્થિતી ઉભી થવા પામે છે. જેથી અસરગ્રસ્ત સંબધીત વિસ્તારોમાં ખેતરોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ઉભી થવા પામે છે. આવા સંજોગોમાં ઉભા પાકને બચાવવા તથા પાક સંપુર્ણ નિષ્ફળ ગયો હોય ત્યાં તથા નવા પાકનું વાવેતર કરવા નીચે જણાવ્યા મુજબની ખેડૂતોને ભલામણ (flood advise) કરવામાં આવે છે.

ઉભા પાકને બચાવવા માટે

 • શક્ય તેટલી ઝડપે ખેતરમાં ભરાયેલ પાણીનો નિકલ કરવો.
 • પાકની અવસ્થાને ધ્યાને લઇ પુર્તિ ખાતરનો હપ્તો આપવો તથા એમોનિયમ સલફેટનો ઉપયોગ કરવો. ડાંગર તથા અન્ય પાકમાં જયાં જસત (ઝીંક) તત્વની ઉણપ જણાય ત્યાં ૧o લી. પાણીમાં પo ગ્રામ ઝીક સલફેટ અને રપ મી.લી. ચુનાનું દ્રાવણ ભેળવીને છંટકાવ કરવો.
 • મગફળીના પાકમાં લોહ તત્વની ઉણપના કારણે પાન પીળા પડી ગયેલ હોય તો ૧o લી. પાણીમાં ԱO ગ્રામ હીરાકશી (ફેરસ સલફેટ) અને ૨૫મી.લી. ચુનાનું દ્રાવણ ભેળવીને છંટકાવ કરવો.
 • ગંધક તત્વની ઉણપવાળા વિસ્તારોમાં પૂતી ખાતર તરીકે યુરિયાને બદલે એમોનીયમ સલફેટ આપવું. કપાસના પાકમાં યુસિયા તથા ઇયળ વર્ગની જીવાતનો ઉપદ્રવ જણાય તો મોનોકોટીફીસ ૧૦ મી.લી ૧o લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો.
 • કપાસના પાકમાં મુળખાઇના રોગના નિયંત્રણ માટે ઝાયનેબ ૨૫ ગ્રામ, મેન્કીઝેબ રપ ગ્રામ પ્રમાણે ઓગાળી દ્વાવણ છોડના મૂળમાં રેડવું તલના પાકમાં કાળીયો (બલાઇટ) રોગના નિયંત્રણ માટે ૧o લીટર પાણીમાં કોપર ઓક્ઝીક્લોરાઇડ30 ગ્રામ અથવા મેન્કીઝેબ રપ ગ્રામ ઓગાળીને વારા ફરતી છટકાવ કરવો.
 • મગફળીના પાકમાં ગેરૂ અને ટીક્કા રોગના નિયંત્રણ માટે ૧0 લીટર પાણીમાં કાર્બેન્ડીઝીમ પ ગ્રામ અથવા મેનકીઝેબ -૨૫ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ રપ ગ્રામ પૈકી કેઇ એક દવાનો છંટકાવ કરવો અને જરુર જણાય તો વારા ફરતી ૧૦-૧૨ દિવસના અંતરે ફરી છટકાવ કરવો.
 • ડાંગરમા પાનના સુકારાના રોગના નિયંત્રણ માટે ૧o લીટર પાણીમાં અડધો ગ્રામ સ્ટ્રેપ્ટીસાઇક્લીન, પ ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ દવા ભેળવીને છંટકાવ કરવો. ડાંગરમાં ગાભમારાની ઇયળ, પાનવાળનારી ઇયળ, ડાંગરના યુસિયા વગેરેના નિયંત્રણ માટે ૧o લીટર પાણીમાં ક્વીનાલફોસ-૨૦ મી.લી. કાબરીલ ૪o ગ્રામ પૈકી કોઇ એક દવાનો છંટકાવ કરવો.
 • શેરડીના પાકમાં દક્ષિણ ગુજરાતના ખેડુતોને સુકારા અને રાતડા રોગના નિયંત્રણ માટે શેરડીના ટુકડાઓને રીપણી પહેલાં એમીસાન અથવા કાર્બેન્ડીઝીમ ૨ ગ્રામ/લીટર ના દ્વાવણમાં પ મીનીટ બોળી રાખ્યા બાદ રોપણી કરવાની ભલામણ છે.
 • શેરડીના પાકમાં સુકારાને મદદરૂપ થતા મૂળ વેધક અને કૃમિના નિયંત્રણ માટે કાબાઁફયુરાન દવા હેક્ટરે પ0 કિ.ગ્રામ પ્રમાણે જમીનમાં આપવી.
 • દિવેલાના પાકમાં ધોડીયા ઇયળના નિયંત્રણ માટે ક્વિનાલફોસ-ર૦ મી.લી. ૧o લીટર પાણીમાં ઓગાળી છટકાવ કરવો.

વધુ વરસાદ/પુરગ્રસ્ત વિસ્તારોમાં પાક નિષ્ફળ જાય ત્યાં ખેતીમાં આકસ્મિક પાક આયોજન

(૧) સુરત, નવસારી અને વલસાડ જીલ્લો

 • ખેતરમા ભરાયેલ વધારાના પાણીનો શક્ય તેટલી ઝડપથી નિકલ કરવો
 • નીચે મુજબ શિયાળુ શાકભાજીના વાવેતર માટે ધરૂ રાખવું
  • મરચી એસ-૪૯, ગુ. મરચી ૧૦૧, ૧૧૧. રીંગણ- ગુ. રીંગણ-૧, ગુ. ઓબલોંગ રીગણ-૧, ગુ. ટામેટી-૧, આણંદ ટામેટા-ર.
  • શાકભાજી માટે તુવેર- ગુ.૧, ૧oo. બી. ડી. એન-ર જાતોનું વાવેતર કરવું
  • આાંબા, ચીકુ, કેળ જેવા બાગાયતી પાકોની રોપણી કરવા માટે યોગ્ય સમય છે.
  • શાકભાજી ના પાકો ગુજરાત- વાલ-૧, વાલ-૧૨૫, ૩૬. પુસા અલી-પોલીફીક જાતોની વાવણી થઇ શકે.
  • હાઇબ્રીડ દિવેલા-ગુ. હા, દિવેલા-૨, ૪, પ, ૬ નું વાવેતર કરવું (ઓગષ્ટ આત સુધી વાવેતર થઇ શકે).
  • જુવાર- એમ-૩૫-૧.
  • મકાઈ- ગુ. મકાઈ-૨-૪-૬. નર્મદા, મોતી જાતનું વાવેતર કરવું.
  • સૂર્યમુખી – ઇસી ૬૮૪૧૪. ગુ. સૂર્યમુખી-૧. મોડર્ન જાતનું વાવેતર વર્ષ દરમ્યાન કોઇપણ સમયે કરી શકાય છે. અર્ધ શિયાળુ જુવારનું વાવેતર કરવું.
 • ડાંગરની ક્યારીમાંથી પાક નાશ પામેલ હોય તેવા વિસ્તારમાં ફણગાવેલ ડાંગર પધ્ધતિથી ડાંગરના ફણગાવેલા બીજને પo થી ૬૦ કગ્રિામ / હેક્ટર પ્રમાણે ધાવલ કરીને જમીનમાં પુખીને વાવેતર કરવું.

(ર) ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા જીલ્લા માટે

 • ડાંગર – ડાંગરની રોપણી મોટા ભાગના વિસ્તારમાં કરવામાં આવેલ હોય પરંતુ આવી વિપરીત પરિસ્થિતીમાં ડાંગરની રોપણીને માઠી અસર થયેલ હોય ઉપલબ્ધ ડાંગર જીઆર-૧૧ (ગુ -૧૭) અને ગુર્જરીના ઘરૂના ફેરરોપણી કરવી. ડાંગરના ધરૂ ઉપલબ્ધ ડાંગરના બીજને પo થી ૬૦ કિ. ગ્રામ /હેક્ટર પ્રમાણે ધાવલ કરીને પાણી નિતારીને ક્યારીની જમીનમાં પુખીને વાવેતર કરવું.
 • મકાઈ- ગુ. મકાઈ ર. ૪. ૬. નર્મદા, મોતી જાતોનું વાવેતર કરવું.
 • તુવેર – ગુ. તુવેર-૧, બીડીએન-ર, વૈશાલી જાતનું વાવેતર કરવું.
 • દિવેલા – હા, દિવેલા જાત-ર. ૪, પ, ૬, ૭ નું વાવેતર ઓગષ્ટ અંત સુધી થઇ શકે છે.
 • દેશી કપાસ – દેશી કપાસની ગુ કપાસ-૧૩, ૨૧, ૨૩ અને વી-૭૯૭ જાતનું વાવેતર કરવું.
 • મરી મસાલા – વરીયાળી ગુ. વરીયાળી-૧ અને ર જાતની રોપણી / વાવણી સપ્ટેમ્બરમાં સુધી થઇ શકે.
 • શાકભાજી – શાકભાજીના વાવેતર માટે ઘરૂ નાખવું.
 • રીગણ – ગુ. રીંગણ-૧, ગુ. ઓબલોંગ-રીંગણ-૧
 • ટામેટી – ગુ. ટામેટા-૧, આણંદ ટામેટા-ર
 • જુવાર – જુવાર એમ-3પ નું વાવેતર કરવું. તલ – અર્ધ શિયાળુ પુર્વા-૧ જાતનું વાવેતર સપ્ટેમ્બર માસમાં કરવું. તમાકુની ફેરરોપણી કરવી.

(૩) અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જિલ્લાનો ભાલ અને જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તાર માટે

 • અગાઉ વાવેતર કરેલ બીન પિયત કપાસના પાકમાં ખાલા પડયા હોય ત્યાં વાવેતર કરેલ જાતના કપાસથી ખાલા પુરવા.
 • બીન પિયત હા. દિવેલા- જી.એ.યુ.સી.એસ.એચ-૧. જી.સી.એચ-ર. પ જાતનું વાવેતર કરવું.
 • તલ અર્થ શિયાળુ પુર્વા-૧ જાતનું વાવેતર સપ્ટેમ્બર માસમાં કરવું.
 • મરીમસાલા- વરીયાળીની ગુવરીયાળી-૧, ર જાતોને રોપણી/ વાવણી સપ્ટેમ્બર માસમાં થઇ શકે
 • સુવા- ગુ. સુવા-૧. ર જાતનું વાવેતર કરવું.
 • અજમો- ગુ. અજમી-૧ જાતનું વાવેતર કરવું.

(૪) ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર

 • જયાં પાણી ભરાઇ જાય અને પાક કહોવાઇ જાય ત્યાં અગાઉ વાવેતર કરેલ કપાસના પાકમાં દિવેલા પાકથી ખાલા પુરવા.
 • અર્ધ શિયાળુ તલ-પુર્વા-૧ જાતની વાવણી સપ્ટેમ્બર માસમાં કરવી.
 • દિવેલા – હા, દિવેલા ગુ. દિવેલા-૧, ૨, ૪, પ, ૬, ૭ પૈકી કોઇપણ એક જાતનું વાવેતર ઓગષ્ટ અંત સુધીમાં થઇ શકે
 • મરી મસાલા – વરીયાળી-ગુ -૧, ર જાતની રોપણી / વાવણી સપ્ટેમ્બર માસમાં થઇ શકે.
 • સુવા- ગુ. સુવા-૧. ર જાતનું વાવેતર કરવું.
 • અજમો – ગુ. અજમી-૧ જાતનું વાવેતર કરવું.
 • તુવેર- શાકભાજી માટે તુવેર-૧. બીડીએનઆર. ગુ. તુવેર-૧ જાતનું વાવેતર કરવું.
 • બીન પિયત દેશી કપાસ – ૧૩, ૧૭, ૨૧, ૨૩ જાતનું વાવેતર કરવું.
 • શાકભાજીના પાકોનું વાવેતર કરવું.
 • મરચી – એસ-૪૯, ગુ. મરચી-૧o૧, ૧૧૧
 • રીગણ – ગુ. રીંગણ-૧, ગુ. ઓબલોંગ-રીંગણ-૧
 • ટામેટી – ગુ. ટામેટા. આણંદ ટામેટા-ર સુર્યમુખી – સુર્યમુખી- ઇસી-૬૮૪૧૪. ગુ. સુર્યમુખી-૧, મોડર્ન જાતોનું વાવેતર આખા વર્ષ દરમ્યાન કોઇપણ સમયે કરી શકાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.