મરચીની જીવાતો
થ્રિપ્સ
થ્રીપ્સ એક જાતની જીવાત છે જે છોડના પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે જેથી કરીને પાકને નુકસાન થાય છે.
- ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ અથવા થાયામેથોક્ઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી.
- ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩જી દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. આપવી.
- ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ.અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામઅથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટરપાણીમાં મિશ્ર કરી છાંટવી.
પાનકથીરી
- લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.
મરચીના રોગો
કોકડવા
- ધરુવાડીયામાં કર્બોફ્યુરાનની માવજત આપવી.
- ફેરરોપણી બાદ છોડની આજુબાજુ જમીનમાં કર્બોફ્યુરાનન ૩જી આપવી.
- મરચીમાં કોકડવા થયેલ છોડનો ઉપાડીને નાશ કરવો.
- કોકડવા સફેદમાખી વડે ફેલાતો રોગ હોઈ તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવાનો ૧૦ િલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
કાલવ્રણ અથવા પરિપક્વ ફળનો સડો
- મરચીમાં પિરપક્વ ફળનો સડો (કાલવણ) તથા સકારાના ુ રોગનો ફેલાવો બીજ દ્વારાથતો હોઈ થાયરમ અથવા કેપ્ટાન ૨ થી ૩ ગ્રામ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી.
- ફેરરોપણી બાદ ૨ મહિને કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.
સંદર્ભ: આઈ-ખેડૂત