બીટી ક્પાસનું (BT Cotton) ઉત્પાદન વધારવા માટે ખાતરનું આયોજન

ગુજરાતમાં કપાસનો પાક ખેડુતો માટે આગવું સ્થાન ધરાવે છે. આજે મોટાભાગના વિસ્તારમાં બીટી (BT Cotton) જાતોનું વાવેતર કરવામાં આવે છે. બીટી જાતોના આગમન પછી કપાસની ઉત્પાદકતામાં ખાસો વધારો થયેલ છે. બીટી કપાસના વધારે ઉત્પાદન માટે ખાતરનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. જુદા જુદા પ્રકારની જમીનમાં ખાતરની જરૂરિયાત જુદી હોય છે.

કપાસના પાકને પોષણ અને વૃદ્ધિ માટે ૧૭ થી ૧૮ પોષક તત્ત્વોની જરૂરિયાત પડે છે. જે પૈકી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ તત્વોની જરૂરિયાત બહોળા પ્રમાણમાં રહે છે, જે દર વર્ષે ખાતરના રૂપમાં પૂર્તિ કરવી પડે છે. આ તત્ત્વોને મુખ્ય પોષક તત્ત્વો કહેવામાં આવે છે, જયારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણતત્ત્વો કહેવાય છે. તેમની જરૂરિયાત મુખ્યતત્ત્વો કરતાં ઓછી હોય છે. આ ઉપરાંત લોહ, મેગેનીઝ, ઝીંક, તાંબુ, બોરોન જેવા તત્ત્વોની જરૂરિયાત પણ પડે છે, પરંતુ તેની જરૂરિયાત ઘણી જ ઓછી માત્રામાં હોવાથી તેમને સુક્ષ્મતત્વો કહેવામાં આવે છે, પણ તેમનું મહત્વ પાક-ઉત્પાદનમાં ઘણું હોય છે. કોઈપણ પાકને જરૂરિયાત મુજબ બધા જ પોષક તત્વો પુરતા પ્રમાણમાં મળવાથી તેનો વિકાસ સારો થાય છે અને સરવાળે વધુ ઉત્પાદન મળે છે, પરંતુ પાકને સંતુલિત પોષણ પુરતા પ્રમાણમાં ના મળે તો ઉત્પાદનમાં ૨૦ થી પ૦ ટકા સધી ઘટાડો થાય છે.

ભલામણો

  • કપાસનો પાક ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે અને પાકનો જીવનકાળ લાંબો વાનસ્પતિક વ્રુધ્ધિ,ફુલ ભમરી બેસવા, ફૂલ ખીલવા તેમજ જીડવા બેસવા આ જીડવાના વિકાસની અવસ્થાએ ખાતરની જરૂરિયાત વધારે હોય છે, તેથી આ અવસ્થાઓએ ખાતર આપવાથી પાકનો વિકાસ સારો થાય છે અને કપાસમાં ફુલ ભમરી અને જીંડવા કદ વધવાથી સરવાળે કપાસનું વધુ ઉત્પાદન મળે છે.
  • બીટી કપાસમાં જીંડવા એક સાથે વધારે બેસવાથી જીંડવાના પુરતા વિકાસ માટે પાછળથી અવસ્થાએ નાઈટ્રોજન તત્વની જરૂરીયાત વધુ રહેતી હોય છે. તેથી આ સમયે નાઈટ્રોજનયુકત ખાતરનો હપ્તો ખાસ પૂર્તિ ખાતરના રૂપમાં આપવો જોઈએ.
  • કપાસને વાવેતર પહેલા ચાસમાં હેકટરે ૧૦ ટન પ્રમાણે છાણિયું ખાતર આપવું. કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરિયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેકટરે ૨૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની જરૂરિયાત પડે છે, પરંતુ કપાસની વાવણી વખતે જેવિક ખાતર એઝોટોબેકટર અને ફોસફેટ કલચરનો બીજને પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે ૩૦ ગ્રામ મજબ પટ આપી વાવેતર કરવાથી રાસાયાણીક ખાતરની જરુરીયાતમાં ધટાડો થાય છે અને ખેતી ખર્ચ ઘટે છે
  • કપાસના પાકમાં પૂર્તિ ખાતર તરીકે ૨ કિગ્રા નાઈટ્રોજન એટલે કે ૧૦પ કિ.ગ્રા. યુરીયા ખાતર પ્રતિ હેકટરે ૩૦, ૬૦,૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો કપાસ થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને કપાસનું વધુ ઉત્પાદન મળે છે.
  • ટપક પધ્ધતિથી રાસાયણીક ખાતર આપવાથી પાકને જયારે અને જેટલી માત્રામાં ખાતરની જરૂરિયાત હોય તે પ્રમાણે આપવામાં આવતું હોવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી રહે છે. ટપક પિયત પદ્ધતિ દ્વારા કપાસના પાકમાં ખાતર આપવાનું હોય ત્યારે દશ સરખા હપ્તામાં દશ દિવસના ગાળે યુરિયા સ્વરૂપમાં ખાતર આપવું જોઈએ. આમ કપાસના પાકમાં ટપક પદ્ધતિ દ્વારા પિયત સાથે આપવાથી રપ ટકા નાઈટ્રોજન ખાતરની બચત થાય છે.
  • જ્મીનની ચકાસણી વખતે જ્મીનમાં ફોસ્ફરસ તત્ત્વનું પ્રમાણ ઓછું હોય તો હેકટરે ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૨૫૦ કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ) પાયાના ખાતર તરીકે કપાસના વાવેતર સમયે ચાસમાં આપવો જરૂરી છે.
  • બીટી કપાસમાં એક સાથે વધારે જીંડવા છોડ પર બેસવાથી તેના વિકાસ માટે વધુ પોટાશની જરૂરિયાત પડે છે. કપાસના મૂળ જમીનમાંથી જરૂરી પોટાશ શોષી પુરો પાડી શકતો ન હોવાથી જીંડવા બેસવાની અવસ્થાએ અને જીડવાના વિકાસની અવસ્થાએ પોટાશ આપવામાં આવે તો જીંડવાનો વિકાસ મારો થાય છે અને કપાસનું વધુ ઉત્પાદન મળે છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે ભાવ ઉંચા મળે છે. કપાસના પાકમાં ૨ ટકા પોટેશિયમ નાઇટ્રેટ્ના ત્રણ છંટકાવ ફ્લ બેસવાની અવસ્થાએ, જીંડવા બેસવાની અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ છોડ પર છંટકા કરમાં આવે તો કપાસનું વધુ ઉત્પાદન મળે છે.
  • એક ક્વિન્ટલ કપાસના ઉત્પાદન માટે આશરે ૬ થી ૮ કિલો નાઈટ્રોજન, ૦.૫ થી ૧.૨ કિ.ગ્રા ફોસફરસ અને ૭ થી ૧૦ કિ.ગ્રા, પોટાશની જરૂરીયાત રહે છે તેથી કપાસનું ઉત્પાદન કેટલું મેળવવું છે તે ધ્યાને રાખી ખાતરનો ઉપયોગ કપાસના પાકમાં કરવામાં આવે તો પાકને જરૂરી પોષક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે.
  • બીટી કપાસને ખાસ કરીને પાન લાલ થવાનો વિકટ પ્રકન ઉદભવે છે, આ અંગેની જાણકારી હોવી ખુબ જરૂરી છે. ફૂલ-ભમરી કે જીંડવા બેસવાની અવસ્થાએ પાન લાલ થતાં હોય ત્યારે નુકશાન વધારે થાય છે, જયારે જીંડવા બેસી ગયા પછી પાન લાલ થાય ત્યારે ઉત્પાદન પર અસર ઓછી જોવા મ્ળે છે. પાન લાલ થવા માટે પોષક તત્વોની ઉણપ પણ ઘણી વખતે જવાબદાર હોય છે, તે માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવાથી કપાસના પાન લાલ થતા અટકાવી છે.
  • છોડમાં નાઈટ્રોજન તત્વની ઊણપ જોવા મળે તો યુરીયા ખાતરનો ૨ ટકા પ્રમાણે છોડ પર એક્થી બે છંટકાવ કરવા.
  • ફૂલ-ભમરી બેસવાની અવસ્થાએ પોટેશિયમ નાઈટ્રેટનું ૨ ટકા દ્રાવણ, દશ દિવસના ગાળે ત્રણ છંટકાવ કરવા.
  • ફૂલ-ભમરી બેસવાની શરૂઆત અને જીંડવાના વિકાસની અવસ્થાએ મેગ્નેશિયમ સલ્ફેટ ૦.૫-૧.૦ ટકા અને ઝીંક સલફેટ ૦.૫ ટકાના દ્રાવણનો વારાફરતી છોડ ઉપર છંટકાવ કરવો.
  • જમીનમાં મેગનેશિયમ તત્તવની ઊણપ હોય તો હેકટરે પ કિ.ગ્રા. મેગનેશિયમ સલ્ફેટ આપી કપાસનું વાવેતર કરવું.
  • મેગનેશિયમ અને બીજા પોષકતત્વો પાણી ભરાઈ રહેવાથી છોડને અલભ્ય બને છે.જેથી વધારાના પાણીનો તાત્કાલીક યોગ્ય નિકાલ કરવો. વધારાના પાણીનો નિકાલ થવાથી જમીનમાં રહેલા પોષકતત્ત્વો પાકને મળી શકે છે.
  • કપાસમાં જીંડવાના પુરતા વિકાસ માટે અને જીંડવા ફાટવા માટે બોરોન તત્ત્વની જરૂરિયાત રહે છે, તેથી બીટી કપાસમાં ૦.૧ ટકા બોરેક્ષના દ્રાવણનો છંટકાવ ૬૦ થી ૯૦ દિવસે કરવાથી બીટી કપાસમાં જીડવા પુરા ફાટવાથી કપાસની ગુણવત્તામાં પણ સુધારો થશે અને કપાસની વીણી કરવામાં પણ સરળતા રહેવાથી વીણી માટેના ખર્ચમાં પણ બચત થશે.

કપાસની ખેતી વિશે વધુ માહિતી મેળવવા અહિં ક્લીક કરો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.