કૃષિ અને સંલગન અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે માર્ગદર્શન અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો કાર્યરત છે. આ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા જુન-ર૦૧૬ થી હાથ ધરવામાં આવનાર છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમો જેવા કે બી.એસસી. (ઓનર્સ) એગ્રીકલ્ચર, બી.એસસી. (ઓનર્સ) હોટીકલ્ચર, બી.એસસી. (ઓનર્સ) ફોરેસ્ટ્રી, બી.વી. એસસી. એન્ડ એ. એચ., બી.ટેક(એગ્રીલ,એન્જીનીયરીંગ),બી.એસ.સી. (એગ્રીલ. બાયોટેકનોલોજી) અને બી.એફ. એસ.સી. કાર્યરત છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર હેઠળના નીચેના સ્થળોએ ધોરણ-૧ર પછીના (વિજ્ઞાન પ્રવાહ) અભ્યાસક્રમ બાદ કૃષિ અને તેના સંલગ્ન અભ્યાસક્રમ માં ઈચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ/વાલીઓને માર્ગદશન મળી રહે તે માટે ચર્ચા સભાનું આયોજન નીચે જણાવેલ સ્થળે, તારીખ અને સમયે રાખવામાં આવેલ છે. હોલમાં બેઠક વ્યવસ્થા મર્યાદીત હોઈ એક વિદ્યાર્થી સાથે ફકત એક જ વાલીને પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. કાર્યક્રમ શરૂ થવાના અડધા કલાક પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું રહેશે.
- ઍકઝમીનેશનહોલ,ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ૦૧ જુન, ૧૦.૦૦ વાગ્યે
- સેમીનાર હોલ, બાયો ટૅકનૉલૉજી,નવસારી કૃષિ યુનિવર્સિટી, ૦૨ જુન, ૧૦.૦૦ વાગ્યે
- સેમીનાર હોલ, કૃષિ કૉલેજ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ, ૦૩ જુન, ૧૦.૦૦ વાગ્યે
- સેમીનાર હૉલ, કૃષિ કૉલેજ, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ, ૦૪ જુન, ૧૦.૦૦ વાગ્યે
વેબસાઈટ www.nau.in