દ્રાવ્ય ખાતરોનો છોડવા/ઊભા પાક પર છંટકાવ કરવામાં આવે તેને ફોલીયર ફર્ટિલાઈઝેશન (Foliar Fertilization) કહેવામાં આવે છે. ખાતરોનાં છંટકાવથી પાકની જથ્થામાં તત્વો માટેની જરૂરીયાત પુરી કરી શકાય નહીં. પરંતું તેનાથી પાકની તત્વો માટેની તાત્કાલિક જરૂરીયાત પુરી થતી હોય આથી દ્રાવ્ય ખાતરોનો ઉભા પાકમાં છે ટકાવ એ ઉત્તમ ઉપાય છે. ખાતરોનો છંટકાવ કરવાથી પાકની વિકાસ વૃદ્ધિથી જમીનમાં રહેલા તત્વોનું અવશોષણ વધે છે. બીજું પાકની શરૂઆતની અવસ્થામાં વધુ જથ્થામાં તત્વોની જરૂરીયાત હોય છે. પરંતુ આ અવસ્થાએ પાંદડા નાના અને ઘેરાવો ઓછો હોવાથી છે ટકાવથી આપેલ ખાતરોનું અવશોષણ ઓછું થાય છે. આમ, જમીનમાંથી તત્વોના અવશોષણમાં છોડ/પાકના મૂળ એ મુખ્ય સ્ત્રોત છે. ટુંકમાં પાક ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતાની જાળવણી માટે જમીનમાંથી ઉપાડ થતા તત્વોની પુર્તતા ખાતરો જમીનમાં ઉમેરીને જ કરવી અત્યંત આવશ્યક છે.
ખાતરોના છંટકાવથી થતા ફાયદાઓ
- હરીતકણના સંશ્લેષણમાં વધારો – ઉભા પાકમાં ખાતરોનાં છંટકાવથી થોડા દિવસોમાં નરી આંખે પારખી શકાય તેવો ઘાટો લીલો રંગ જોવા મળે છે. હરીતકણના સંશ્લેષણમાં વધારો થવાથી પાકની પ્રકાશસંશ્લેષણ ક્રિયા ઝડપી બને છે અને આડકતરી રીતે છોડમાં વધુ ખોરાક બનવાથી પાક ઉત્પાદન વધે છે.
- જમીનમાંના પોષકતત્વોના અવષોશણમાં – વધારે – છોડ/પાકની વૃદ્ધિ અને વિકાસ થવાથી જમીનમાંથી વધુ જથ્થામાં પાણીનું શોષણ થવાથી પાણીમાં દ્રાવ્ય તત્વોનું વધુ માત્રામાં મૂળ દ્વારા અવશોષણ થાય છે. આમ, છોડમાં જુદી જુદી ચયાપચનની ક્રિયાઓઝડપી થવાથી કાર્બોહાઈડ્રેટ, સુગર, હરીતકણ વિ.માં વધારો થવાથી મૂળ વિસ્તારમાં વધારો થવાથી જમીનમાંના સુક્ષ્મ જીવાણુંઓની પ્રક્રિયાઓ પણ વધે છે અને એકંદરે પાક ઉત્પાદનમાં ફાયદો થાય છે.
- જમીનનું પોત, પ્રત અને અમ્લતા આંક પ્રતિકૂળ હોય તેવા સંજોગોમાં છંટકાવથી ખાતરો આપવાથી ફાયદો થાય છે. દા.ત. ઉંચા પી.એચ. આંક વાળી જમીનમાં વાવેલ પાકમાં લોહની ઉણપ વર્તાય તો છંટકાવથી હીરાકસી (ફેરસ સલ્ફટ) ના એક ટકાના દ્રાવણનો છંટકાવ કરવાથી લોહતત્વની ઉણપ દૂર થાય છે.
- ઉભા પાકમાં ઓછા જથ્થાથી આખા ખેતરમાં એક સરખી માત્રામાં પોષકતત્વો આપી શકાય છે. પાન દ્વારા તત્વનું ઝડપી અવશોષણ થઈતાત્કાલિક લભ્ય બને છે. એકંદરે જમીનમાં આપેલા ખાતરોની સરખામણીએ છંટકાવથી ખાતરો આપવાથી અવષોશણની કાર્યક્ષમતા ૧ થી ૨૦ ગણી હોય છે કારણ કે ખાતરોના છંટકાવ કરવાથી છોડની ‘ન્યુટ્રીયન્ટ પમ્પીંગ સીસ્ટમ” ઉતેજીત થાય છે.
- સંશોધનનાં તારણોથી જાણવા મળેલ છે કે જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ છંટકાવથી આપેલ ખાતરોની કાર્યક્ષમતા વધુ હોય છે. છંટકાવથી આપેલ ખાતરોની કાર્યક્ષમતા ૯૫ ટક જેટલી ઉંચી અને જમીનમાં આપેલ ખાતરોનો પાણી સાથે નિતાર વાટે, દ્વારા ઉડી જવાથી કે જમીનમાં સ્થિરીકરણને લીધે ૧૦ ટકા જેટલી નીચી પણ જોવા મળે છે. આમ, છંટકાવ થી ખાતરો આપવા પડતા ખાતરોની અવેજીમાં છંટકાવથી ઓછા જથ્થામાં ખાતરો આપીને જરૂરીયાત પુરી શકાય છે. ઉપરાંત તેથી કોઈ અવશોષીય અસર જોવા મળતી નથી.
- બધા જ પાકોમાં અમુક તત્વો છંટકાવથી આપવાની પદ્ધતિ ફાયદાકારક અને કાર્યક્ષમ છે. ખાસ કરીને સુક્ષ્મતત્વો તેમજ ઘઉંના પાકમાં નાઈટ્રોજનના છંટકાવથી દાણામાં પ્રોટીનની ટકાવારી વધે છે જયારે ફોસ્ફરસ પાકના વિકાસ અને દાણા બાંધવાના સમયગાળા વચ્ચે છંટકાવ કરવાથી ફુલોની સંખ્યામાં વધારો થાય છે.
- સંતુલિત પ્રમાણમાં પાક-પોષણ મળવાથી રોગ જીવાત સામેથી પ્રતિકારતા વધે છે.
છંટકાવથી ખાતરી આપતી વખતે ધ્યાનમાં ન રાખવાના મુદ્દાઓ
- છંટકાવથી આપેલા ખાતરોનું અવશોષણ પાનમાં આપેલા વાયુરંધ્રો સવારના ૭ થી ૧૦ અને બપોર બાદ પાંચ વાગ્યા પછી ખુલ્લો રહેતા હોય આથી ખાતરોના છંટકાવ માટે આ સમય ગાળો ધ્યાનમાં રાખવો જરૂરી છે.
- પાકને પાણીની અછત હોય એટલે કે પાક લાંધ મારતો હોય તેવા સમયે છંટકાવથી ખાતરો આપવાં નહીં. જમીનની વાસ્મા સ્થિતિમાં છોડ/ પાકમાં પુરતા પ્રમાણમાં પાણીનું અવશોષણ થવાથી છોડ પણ ઠંડા હોય છે. આ સમયે છંટકાવ કરવાથી અસરકારકતા વધે છે.
- પાકમાં સંપૂર્ણ વિકાસ માટે ૧૬ જેટલા તત્વોની આવશ્યકતા હોય છે. મોટા ભાગે ખેડૂતો ઉભા પાક માં ઉણ૫/ખામીના ચિન્હો જોવા મળે તેની રાહ જોવે છે. પરંતુ કોઈપણ તત્વની તીવ્ર માત્રામાં ઉણપ વર્તાય ત્યારે પાકર્મ ઉણપના ચિહનો દેખાય છે. આમ, પાકમાં તત્વની ઉણપ વર્તાયા બાદ છે ટકાવથી ખાતરો આપવાથી ઉત્પાદન પર તેની અસરકારકતા જોવા મળતી નથી.
- છંટકાવથી ખાતરો આપતી વખતે પાકની વિકાસની અવસ્થાને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પાકની વિકાસ અવસ્થાએ છોડની ઉંચાઈ, પાનની સંખ્યા તથા લંબાઈ/પહોળાઈ વધે છે. આ અવસ્થાએ છંટકાવ કરવો ફાયદાકારક છે. પાકમાં ફૂલ/ ફળ/દાણો બેસવાની અવસ્થાએ વધુ શક્તિની જરૂરીયાત હોય છે. આ સમયગાળામાં છોડને જરૂરી જથ્થામાં તત્વોનું મુળવાટે અવશોષણ થતું ન હોય આ સમયે છંટકાવ કરવાથી તત્વોની લભ્યતા જળવાઈ રહેવાથી સારા પરિણામ મળે છે. આમ, છંટકાવથી ખાતરો આપતી વખતે પાકની અવસ્થાને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- તત્વોની ઓછી ટકાવારીવાળા તે દ્રાવણનું પાનમાં સહેલાઈથી અને ઝડપથી અવશોષણ થતું હોય છે તેથી વધુ જથ્થામાં પણ ઓછી સાંદ્રતાવાળા દ્વાવણનો છંટકાવ કરવો જોઈએ. આથી, ભલામણ મુજબ ખાતરોની સંદ્રતા જાળવી – રાખવી હીતાવહ છે.
- સવારના ૧૧ થી બપોરના ૫ વાગ્યાના ગાળામાં તાપ વધુ હોય અથવા વધુ સાંદ્રતાવાળા દ્રાવણનો છંટકાવ કરવાથી પાકના પાન પર વિપરિત અસરથી પાન બળી જાય છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઘટવાથી ઉત્પાદન પર અવળી અસર થાય છે.
- ભલામણ મુજબ એકબીજા સાથે પાણીમાં એકરસ થતા ખાતરોનું મિશ્ર દ્રાવણ છંટકાવ માટે વાપરવું કે જેથી નોઝલ જામ થવાનો પ્રશ્ન તે ન થાય.
- અનુકુળતા અને ખર્ચની બચત માટે ભલામણ મુજબ મિશ્ર કરી ને શકાતી હોય તેવી જંતુનાશક દવાઓ સાથે ખાતરનો છંટકાવ કરી શકાય.
- વહેલી સવારમાં પાન પર વધુ પ્રમાણમાં ઝાંકળ હોય ત્યારે છંટકાવથી ખાતરો આપવાથી વધુ જથ્થામાં પાનનાં અવશોષણ તે થાય છે. ખાતરોના દ્રાવણનો છંટકાવ ઝીણા બિંદુ રૂપે બધા જ પાન પર ફેલાઈ, પરંતુ ટીપા થઈને જમીન પર ન ટપકે તે રીતે કરવો જરૂરી છે.