મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસના પાકને ખેડૂતો ‘સફેદ સોનું’ પણ કહે છે. કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવા કે, નવી જાતોની આડેધડ વાવણી, જંતુનાશકોના દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો (pink worm) ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. કપાસમાં આ જીવાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.
આ ઈયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે. ઈયળ જીંડવાની અંદર દાખલ થઈ કુમળા કપાસીયા ખાય છે અને સીધુ નુકસાન થતું હોવાથી વજનમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે. ઘણીવાર એક કરતા વધુ ઈયળ એક જીંડવામાં જોવા મળે છે. આ જીવાતના નુકસાનથી ઉત્પાદન રૂની ગુણવત્તા, બીજમાં તેલના ટકા, બીજની સ્કૂરણશક્તિ અને જીનીંગમાં ઘટાડો થાય છે.
ખેડૂતો કે જેઓની પાસે પિયતની સગવડ હોય અને કપાસની વહેલી વાવણી કરી હોય તેવા ખેડૂતો માટે ભાગે ડિસેમ્બર જાન્યુઆરીમાં કપાસ કાઢી નાંખી બીજા પાકોનું વાવેતર કરતા હોય છે. કેટલાંક ખેડૂતો પિયત આપી માર્ચએપ્રિલ સુધી કપાસનો પાક રહેવા દેતા હોય છે. પાક પુરો થવાના સયમે લાંબા જીવનકાળની છેલ્લી પેઢીની ઈયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને કયારેક ૨ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. સુષુપ્ત અવસ્થા સામાન્ય રીતે અડાઉ કપાસના છોડ ઉપર કે કરાંઠી ઉપર રહેલી ગયેલા જીંડવા/પુરેપુરું નહીં વીણાયેલ જીંડવા અપરિપક્વ જીંડવામાં પસાર કરે છે, જે આવતા વર્ષ માટે અવશેષ પ્રભાવ પૂરો પાડે છે. આવતા વર્ષના કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે હાલ પણ અટકાયતી પગલાં લેવા અતિ આવશ્યક છે.
નિયંત્રણના પગલાં
- કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવાvભેગા કરી સેન્દ્રિય ખાતર બનાવવા ઉપયોગ કરવો.
- કપાસમાં છેલ્લે અપાતુ પિયત બંધ કરવું અને પાકનો અંત લાવવો.
- બીજ ઉત્પાદન કરતા ખેડૂતો ફલિનીકરણ વખતે નર ફૂલની પાંખડીઓ તોડીને જમીન ઉપર નાંખી દે છે. જેના ઉપર ગુલાબી ઈયળના ઈંડા હોઈ શકે. જ્યારે પરાગરજનો ઉપયોગ કરી ફૂલને પણ ફેંકી દે છે તેમ ન કરતા તેનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ.
- કપાસનો પાક પૂર્ણ થતાં તેના અવશેષો યાંત્રિક ઉપકરણ (શ્રેડર) થી ભૂકો ટૂકડા બનાવી સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરવો.
- ઘણા ખેડૂતો છેલ્લી વીણી બાદ કપાસને ખેતરમાં જ ઊભો રહેવા દે છે તેનો વ્યવસ્થિત નિકાલ કરવો.
- ઘણા ખરા ખેડૂતો માર્ચ-એપ્રિલ સુધી વીણી લેવા કપાસને ખેતરમાં ઊભો રાખે છે જેના પરિણામે આવી જીવાતને મોકળુ મેદાન મળે છે.
- કરાંઠીઓને કંકોડા કે બીજા વેલાવાળા શાકભાજી કે અન્ય હેતુ માટે આધાર તરીકે ઉપયોગમાં લેવી નહીં.
- કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટા-બકરાં તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ફૂલ તેમજ ખૂલ્યા વગરના જીંડવા ચરી જતા હોય છે જેથી ગુલાબી ઈયળના અવશેષ
- પ્રભાવને ઓછો કરી શકાય.
- ખડૂતો કપાસની વીણી કરી કોઠારમાં સંગ્રહ કરતા હોય છે. સંગ્રહ કરેલ કપાસમાં ગુલાબી ઈયળ કે તેની ફૂદીઓ જણાય તો કોઠારમાં એક ફેરોમોન ટ્રેપ ગોઠવી દેવું અને તેમાં પકડાયેલ ફૂદીનો વ્યવસ્થિત નિકાલ કરવો.
- આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ. જીનમાં પ્રોસેસિંગની કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરાનો સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળો નાશ પામે છે. જીનીંગ ફેકટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના નર ફૂદાને સમૂહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
જીનીંગ ફેકટરીના કમ્પાઉન્ડમાં ઉગી નીકળતા કપાસના છોડનો નિયમિત નિકાલ કરતા રહેવું. - જીનીંગ ફેકટરીના મુખ્ય દરવાજા ઉપર આ જીવાતને કાબૂમાં લેવા જરૂરી મુદ્દા ધરાવતું બોર્ડ મૂકવું. કપાસની કરાંઠીઓ બળતણ માટે ઉપયોગ કરતા હોઈએ તો આવા ઢગલાને પ્લાસ્ટિક કે શણના
- કંતાનથી ઢાંકીને રાખવા.
- આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી ખાતુ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરે સાથે સંપર્કમાં રહી સામૂહિક ધોરણે પગલાં લેવા જોઈએ.
- જયાં શક્ય હોય ત્યાં પાકની ફેરબદલી અપનાવવી.