ઉનાળુ મગની (Moong) ખેતી

moongમગનું (Moong) વાવેતર ઉત્તર ગુજરાત, ક્ચ્છ અને સૌરાસ્ટ્રમાં કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં કાળા મગનું વાવેતર થાય છે. મગ એકલા અથવા આંતરપાક તરીકે ખુબ અનુકુળ છે. ટુંકાગાળાનો પાક હોવાથી ઘનિસ્ટ પાક પધ્ધતિમાં તેનું ખુબ મહત્વ છે. પુરતા પ્રમાણમાં પિયત વ્ય઼વસ્થા હોય ત્યાં બહુલક્ષીય પાક પધ્ધતીમાં મગના પાકને અગ્રિમતા આપવામાં આવે છે.

જ્મીનની તૈયારી: ગોરાડું અને જે જમીનમાં સેંન્દીય તત્વ વધારે હોય તેવી જ્મીન મગનાં પાક માટે પસંદ કરવી. રેતાળ અને પી.એચ. આંક વધારે હોય અને જે જમીનમાં ગંઠવા ક્રુમિ (નેરેટોડસ) નો રોગ હોય તે જમીનમાં ઉનાળુ મગનો પાક સારો નથી થતો. ચોમાસું પાક્ની કાપણી કરી લિધા બાદ જ્મીનમાં હેક્ટરે 8 થી 10 ટન સારૂં કોહવાયેલું  છાણિયું ખાતર ભેળવીને બે થી ત્રણ હળની ખેડ જમીન તૈયાર કરવી. જેથી જ્મીનની ફળદ્રુપતા અને ભેજ સંગ્ર્હણ શકિતમાં વધારો થાય છે.

વાવણી સમય: 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન વાવેતર કરવાથી ઉત્પાદન સારૂં મળે છે.

વાવણી અંતર: બે ચાસ વચ્ચે 30 સે. મી. અને બે છોડ વચ્ચે 10 સે. મી. અંતર રાખવું (10 દિવસે પારવણી કરવી અને ખાલા પુરવા). 

બીજ દર અને જાત: એક હેક્ટેર જમીનમાં વાવણીયાથી વાવેતર કરવા માટે 15 થી 20 કિલોગ્રામ બીજ પ્રતિ હેકટેર અને પૂંખીને વાવવા માટે 20 થી 25 કિલોગ્રામ પ્રતિ હેકટેર બીજની વાવણી કરવી. ભલામણ કરેલા બીજ્ની માહીતી આ મુજબ છે,

જાત: ગુજરાત-1 ભેજ્ના ખેંચ સામે ટકી શકે છે, પાક્વાના દિવસો 75 થી 80, દાણાનો રંગ-ચળકતો લીલો, ઉત્પાદન-800 થી 1000 કીગ્રા/હે, છુટી છવાઇ શીંગો

જાત: ગુજરાત-2 ઉનાળુ/ચોમાસા માટે, પાક્વાના દિવસો 55 થી 60, દાણાનો રંગ-ચળકતો લીલો, ઉત્પાદન-800 થી 1000 કીગ્રા/હે, ઝુમખામાં શીંગો

જાત: મગ ગુજરાત-3 બેક્ટેરીયલ બ્લાઇટ સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 65 થી 75, દાણાનો રંગ-ઘાટો લીલો, ઉત્પાદન-1200 થી 1400 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો

જાત: મગ ગુજરાત-4 બેક્ટેરીયલ બ્લાઇટ સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 70 થી 75, દાણાનો રંગ-ઘાટો લીલો, ઉત્પાદન-1200 થી 1400 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો

જાત: સાબરમતી પીળા પંચરંગિયા સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 55 થી 60, દાણાનો રંગ-આછો લીલો, ઉત્પાદન-1000 થી 1200 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો

જાત: કે-851 મોઝેક રોગ સામે પ્રતિરોધક, પાક્વાના દિવસો 60 થી 65, દાણાનો રંગ-ચળકતો લીલો , ઉત્પાદન-1200 થી 1900 કીગ્રા/હે,ઝુમખામાં શીંગો

બીજ માવજ્ત: ફુગનાશક દવા થાયરમ/બાવીસ્ટીનનો 1.5 થી 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપવું.

રાઇઝોબિયમ: વધુ ઉત્પાદન મેળવવા અને જ્મીનની ફળદ્રુપતા વધારવા માટે ફુગનાશક દવાનો પટ આપ્યા પછી બીજને રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપવી (200 થી 250 ગ્રામ જી.એમ.બી.એસ.-1 પ્રતિ 8 થી 10 કિલો બીજ પ્રમાણે પટ આપવો.)

રાસાયણિક ખાતર: મગના પાકને 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફ્રરસ ચાસમાં ઓરીને આપવું. સલ્ફ્રરની ઉણપ હોય તેવી જમીનમાં 20 કિલોગ્રામ સલ્ફર આપવું.

નિંદણ નીયંત્રણ અને આંતર ખેડ: મગ ટુંકા ગાળાનો પાક હોવાથી નિંદામણ મુક્ત રાખવાથી સારું ઉત્પાદન મળે છે. છોડની વ્રુધ્ધી અને વિકાસ માટે પાકને પ્રથમ 30 દિવસ સુધી બિલકુલ નિંદામણ મુક્ત રાખવું જરુરી છે. પાક અવસ્થા દરમિયાન બે આંતર ખેડ કરવાની ભલામણ છે. અથવા મગની વાવણી બાદ અને પાક ઉગતા પહેલા 1.5 કિલો પેન્ડીમીથાલીન પ્રતિ હેકટેર 500 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાની ભલામણ છે.

પિયત: મગનું વાવેતર ઓળવણ કર્યા પછી વરાપ થયેથી કરવું. પ્રથમ પિયત જમીનનાં પ્રમાણે ખેંચવા દઈને 25 થી 30 દિવસે ફુલની શરૂઆત થયા પછી આપવું. જમીન હલકી હોય તો પ્રથમ 20 દિવસે અને ત્યાર પછી 10 થી 15 દિવસનાં અંતરે 4 થી 5 પિયતની જરૂર પડે છે. જો કોરાંટમાં વાવેતર કર્ય઼ઉ હોય તો પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ તરતજ અને ત્યારબાદ બીજું પિયત પાંચમાં દિવસે સારા ઉગાવા માટે આપવું. તે પછી 15 દિવસના અંતરે 4 થી 5 પિયત આપવાથી સારું ઉત્પાદન મળે છે.

પાક સરંક્ષણ

જીવાત: આ પાકમાં ફુલ અવસ્થાની શરુઆત સમયે ચુસિયા પ્ર્કારની જીવાતો જેવીકે મોલોમાશી, સફેદ માખી કે લીલા તડ઼તડિયાનો ઉપ્દ્રવ જોવા મળે છે. આ માટે ડાઇમીથોએટ 0.03% અથવા ફોસ્ફામીડોન અથવા મિથાઇલ ઓડીમેટોન 0.04% પ્રમાણે પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. મગની શીંગો કોરી ખાનાર લીલી ઇયળનાં નિયંત્રણ માટે 0.07% એન્ડોસલ્ફાન કે મોનોક્રોટોફોસ 0.4% નું દ્રાવણ 1 થી 2 છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મળે છે.

રોગ: મગ સહિત મોટાભાગના પાકમાં પચરંગીયો રોગ જોવા મળે છે જે વિષાણુથી થતો રોગ છે. જેને સફેદ માખી ફેલાવતી હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત ઘણીવાર ભુકી છારો રોગ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે0.15% વેટેબલ ગંધક અથવા કાર્બેન્ડાઝીમ 0.25% ના દ્રાવણના 15 દિવસના અંતર ત્રણ છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

કાપણી

મગના પાક્માં છોડ પર મોટાભાગની શીંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારના સમયે એક થી બે વીણી કરવી. છેલ્લી વીણીની જરુરના હોય તો પાક્ની કાપણી કરીને શીંગોને ખેતરમાં જ પાથરા કરીને સૂકાવા દેવી. ત્યારબાદ બળદથી અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા. દાણા સાફ કરી ગ્રેડીંગ કરી જંતુરહિત કોથળા અથવા કોઠીમાં ભરવા.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

9 thoughts on “ઉનાળુ મગની (Moong) ખેતી”

  1. વ્રજલાલ પટેલ મોરબી ગાળા

    સરગવાની કઇ જાતનુ વાવેતર કરવુ ક્યારે

  2. खूब खूब अभिनंदन……….आ वेब खेदूत माटे उपयोगी साबित थसे…..

  3. વાઘજીભાઈ

    શુ કપાસ સાથે આંતર પાક તરિકે મગ ની વાવણી કરી સકાય ?

Comments are closed.