ખેડુતમિત્રો, જુન મહિનામાં ખેતી અને પશુપાલનને લગતા ભલામણ કરેલા કાર્યો (recommended agriculture work for June) નિચે મુજબ છે.
- શેઢાપાળાનું ઘાસ સાફ કરવું. ઇચ્છીત જાતનું ડાંગર ધરૂવાડિયું તૈયાર કરવું. ચોમાસું પાકો મોડા લેવાના હોય તેવી જમીનમાં લીલા પડવાશ માટે શણનું વાવેતર કરવું.
- ચોમાસું મરચીનું ધરૂ ઉછેર કરવું.
- પડતર જમીનમાં રહેલાં કાયમી અને હઠીલા નિંદણોને દૂર કરવા.
- પાકની વાવણી પહેલાં ૧ લિટર ગ્લાયકોસેટ અથવા અડધો લિટર ગ્રામઓકઝોન દવાનો છંટકાવ કરવો.
- કૃષિ પાકોના બિયારણને વાવણી પહેલાં જરૂરી ફૂગનાશક (બાવીસ્ટીન ક્રાયકોડમાં) નો પટ આપવો. બાદ જવિક કલ્ચરનો પટ આપવો.
- સારો વરસાદ થયે ફળપાકના પ્રમાણિત નર્સરીમાંથી રોપા લાવી અગાઉ તૈયાર કરેલા ખાડામાં ભલામણ મુજબ સેન્દ્રીય અને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉમેરી રોપણી કરી તરત જ પાણી આપવું.
મકાઈ
મકાઈની જાતો : જીએમ ૧, ર, ૪, ૬ નર્મદા, મોતી અને ગંગા સફેદ-ર અને શક્તિમાન વાવણીલાયક વરસાદ થયે વાવેતર કરવું. બીયારણનો દર અને વાવણીનું અંતર ર૦-રપ (કિ.ગ્રા./ હે.) અને ૬૦ x ર૦ સેમી અને શંકર જાતો માટે ૭૫ x ર૦ સેમી રાખવું. ૧પ ગાડા છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર ૧ર૦+૦+૦ (કિ.ગ્રા./ હે.) મુજબ આપવું.
કપાસ
શંકર જાત : હાઇબ્રીડ કપાસ ૪, ૬, ૮, ૧૦ અને ૧ર પૈકી જાતોમાંથી જાત પસંદ કરી ૪ (કિ.ગ્રા./ હે.) રાખવો. જેની વાવણી ૧ર૦ x ૬૦ અથવા ૯૦ x ૩૦ – ૬૦ સેમી અંતરે વાવણી લાયક વરસાદ થયે કરવી. જેમાં ૩૨૦ + ૦ + ૦ નો દર ૯ થી ૧૦ (કિ.ગ્રા./ હે.) મુજબ રાખવો. વાવણી ૧ર૦ x ૪૫ સેમી અંતરે કરવી અને ૧૮૦ + ૦ + ૦ રાસાયણિક ખાતર (કિ.ગ્રા./ હે.) આપવું. દેશી હાઇબ્રીડ કપાસની જાતો કપાસ, ૭ અને ૯. બીયારણનો દર (૩ કિ.ગ્રા./ હે.) રાખવો.
તુવર
તુવેરની ભલામણ કરેલ જાતો પૈકી બી.ડી. એન-ર, જી.ટી. – ૧૦૦ અને જી. ટી. – ૧ (શાકભાજી માટે ) આઇ.સી.પી.એલ. – ૮૭ અને ૮ તેમજ આઇ.સી.પી.એલ.- ૮૭૧૧૯ (મધ્યમ મોડી) જાતોનું વાવેતર કરવું.
તલ
ગુજરાત તલ-૧ અને ર નું વાવેતર ૪૫ x ૧૫ સેમી. અંતરે કરી રપ + રપ + ૦ રાસાયણિક ખાતર આપવું. સ્પાઇડર લીલીનું વાવેતર ૯૦ x ૩૦ સેમી કરવું. ખાતરનો ૩૦૦ + રરપ + ૩૦૦ (કિ.ગ્રા./ હે.) જથ્થા પૈકી ૨૧ ટકા વાવણી સમયે આપવો.
મગફળી
ખરીફ મગફળીના પાકનું વધારે ઉત્પાદન મેળવવા માટે આ માસ દરમિયાન વાવેતર પૂર્ણ કરવું.
એરંડા
જમીનમાં છેલ્લી ખેડ કર્યા બાદ ૧પ ટન ગળતીયું અથવા છાણિયું ખાતર પ્રતિ હેક્ટર મિશ્ર કરવું.
પશુપાલન
- પશુ આહારમાં અચાનક ફેરફારથી દૂર રહેવું. પશુને આપવામાં અથવા લીલાચારાના જથ્થામાં અચાનક વધારો કે કચરાથી તેની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન ક્ષમતા પર થાય છે.
- પશુને બી. કયુ. પોલીવેલેન્ટ રસીનો પ્રથમ ડોઝ ૬ મહિનાની ઉમરે આપવો ત્યારબાદનો ડોઝ દર વર્ષે આપવો.
- પશુઓને એન્થોકસસ્પોટ વેકસીનનું રસીકરણ કરવું.
- પશુઓના પગના નખોને ડામર લગાવવો જેનાથી ચીખલીયા રોગ અટકાવી શકાય.
- છાણ નાખવા માટે ઉકરડાની વ્યવસ્થા પશુના રહેઠાણથી શક્ય તેટલી દૂર કરવી. પશુના મળ મૂત્રનો ત્વરીત નિકાલ કરી સ્વચ્છતા જાળવવી.
- દૂધ દોહનાર વ્યક્તિ ચેપી રોગથી મુક્ત હોવા જોઇએ. દૂધ દોહતી વખતે છીંક અને ખાસી ઉધરસ ન થાય તેની કાળજી રાખવી.
- ખરવા-મવાસા રસીનું રસીકરણ અવશ્ય કરાવવું.
- પશુને ઠંડીથી, ગરમીમાં લૂ થી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
- બચ્ચાંની ઓળખ માટે ગળામાં તકતી પહેરાવવી. વાછરડી/ પાડીની (બચ્ચાંની) ઉમર ૧૦ થી ૧૫ દિવસની થાય પછી તેને ધીરે ધીરે લીલો ચારો અને દાણ આપવું.
- વિયાણની પ્રક્રિયાને કુદરતી થવા દેવી જોઇએ, પશુના બચ્ચાંને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહીં.