કપાસની બોલગાર્ડ ટેકનોલોજીના લીધે છેલ્લા ઘણા વર્ષથી આપણે આ ટેકનોલોજીના મીઠા ફળો ચાખી રહ્યા છીએ. આ ટેકનોલોજી ૨૦૦૨ થી આપણને મળી છે. બોલગાર્ડ આવતા આપણા ખંભેથી ઇયળ માટેના સ્પે પંપ ઉતરી ગયા છે અને કપાસમાં આવતી ત્રણ ઇયળો લીલી, કાબરી, ગુલાબી ઇયળો સામે આપણે રક્ષણ મેળવ્યું.
રેફ્યુજ પાક શું છે
બોલગાર્ડ ટેક્નોલોજી જ્યારથી રજુ કરવામાં આવી ત્યારથી સરકાર દ્વારા બીટી કપાસના પેકેટ સાથે નોન બીટી કપાસનું થોડું બિયારણ દરેક પેકેટ સાથે ફી મળે છે, અને રેફયુઝ (Refuge) કહે છે. શા માટે આ રેફયુઝ વાવવાના ? આ નોન બીટી બિયારણ આપણે બીટી કપાસની ફરતે પાંચ હાર કરવાથી છે અથવા આપણે ૨o ૮ છોડ નાતા બીટીના વાવવાના છે તેનાથી શું ફાયદો ? મિત્રો કુદરતે દરેક જીવાત, પશુ, પક્ષી, મનુષ્યને પ્રતિકારક્તા કેળવવાની શક્તિ આપેલ છે તેવી જ રીતે કપાસની જીવાતોને પણ આપેલ છે. આપણે એકલો બીટી કપાસ જ કરીશું તો જે ઇયળો સામે આપણે કાબુ મેળવ્યો છે તેની હવે પછીની પ્રજાતિઓ અથવા વંશ આ બીટી ટોક્ષીન પીટીના ઉપર થોડા વર્ષોમાં પ્રતિકારકતા કેળવી લે તેવો ભય છે, એટલે જ તો આજે આ લેખ દ્વારા કપાસ ઉગાડતા ખેડુતો માટે ભયસુચક સીંગાલ ચડાવું છું.
બી.ટી. કપાસના બીજની સાથે જે નોન-બી.ટી. કપાસનું બીજ ફી આપવામાં છે તે આપણે વાવીએ તો ઈયળને બનને હોસ્ટ મળી રહેશે. (નોન બીટી/બીટી) હવે થશે એવું કે બીટીમાંથી કોઈ ઈયળ બચી ગઈ અને અને તેનું ફુદું બન્યું તે ફુદું જો નોન બીટી ખાધેલ ઈયળના ફુદં સાથે સંવનન કરીને તેની પ્રજાતિ બનશે તો બીટી પ્રોટીન પચાવી શકશે નહિ એટલે કે મરશે પણ જો વર્ષો વર્ષ બી.ટી. ખાધેલી ઇયળો બચી જશે તો બન્નેના સંવનન પછી જે પ્રજાતિ પેદા થશે તે થોડી થોડી બીટી સામે પ્રતિકારકતા કેળવતી જશે.
એક દાખલા સાથે સમજાવ આપણા ગામનો સરેરા પાનના તમાકું સાથેની ફાકી ખાય છે. થોડા મહિના પછી સુરેશ ૨ થી ૪ ફાકી પણ ખાઈ શકે છે, હવે તેના શરીરમાં જ ફાડી પચાવવાની તાકાત આવી ગઈ છે, સમયાંતરે સુરેશને રોજની ૧૦ ફકીની લત લાગી જશે.
બોલગાર્ડ ટેક્નોલોજીના મીઠા ફળ લાંબો સમય સુધી આપણને મળે તે માટે શું કરવું તેનીચર્ચા કરીએ.
બી.ટી. ટેકનોલોજીમાં બે વાત છે
૧. ટાર્ગેટ પેસ્ટ ઉપરની અસરકારકતા
૨. લાંબા ગાળા સુધી ટાર્ગેટ પેસ્ટમાં ક્ષમતા ઉભી ન થાય તેવી ટેકનોલોજી
સરકારી નિયમો
આજે અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયાના દેશોમાં રેફયુઝ માટેની ખુબ જ કડક નીતી નિયમ છે. દરેક ખેડુતો આ નિયમને ચુસ્તપણે પાળે છે. કારણ કે તેઓ ઈચ્છે છે કે આ ટેકનોલોજી લાંબા સુધી આપણને મદદ કરતી રહે. આપણે ત્યાં સરકારશ્રી દ્વારા કપાસની ફરતે પાંચ હાર અથવા ૨૦ ટકા નોન બીટી કપાસ વાવેતર કરવા તે નિયમ છે. પરંતુ આ નિયમને આપણે જાણયે અજાણે ઘોળીને પી ગયા છીએ. આપણને નોના બીટી માંથી ઉપજ મળતી નથી. તેથી આપણે આપણા ટુંકા સ્વાર્થ માટે વાવેતર કરતા નથી. આજે ભારતમાં ૯૦ ટકા કપાસનું વાવેતર બોલગાર્ડો એટલે કે બે જીન સાથેની ટેકનોલોજીનું થાય છે. ત્યારે આપણે આ નવી ટેકનોલોજીના લાભ લાંબા સમય સુધી મેળવવા હશે તો આપણે રેફયુઝ વાવવાની જવાબદારી સ્વયં ઉપાડવી પડશે. શા માટે ? જયારે ૯૦ ટકા બોલાગાર્ડ કપાસની ખેતી થાય છે ત્યારે સરકારશ્રી અને કંપનીઓએ પણ ખેડુતો રેફયુઝ (નોન બીટી કપાસ) નું વાવેતર કરે તે માટે સમજાવવા પડશે અથવા તે માટે ટેકનોલોજીના સંદર્ભે કડક નિયમો કરવા પડશે, આ માટે શું કરી શકાય ? ભારતમાં જયારે ૯૦ ટકા ત્યારે ૨૦ ટકા નોન બીટી કોડ વાવવાની જગ્યાએ પ ટકા નોન-બીટી કપાસ ફરજીયાત વાવવાની વાત લાવવી જોઈએ અથવા ખેડુતોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ માટે બી.ટી.કપાસ સાથે નોન બીટી કપાસના પ ટકા બીજ પેકેટમાં મીક્ષ કરીને આપવા જોઈએ, એટલે વધારાનું છૂટું પેકેટ આપીને ઉકરડે જતું બચાવવા ૨૦ ની જગ્યાએ પ જ છોડનો નિયમ કરી બીલ્ટ ઈન રેફયુઝ (BIR) પદધતી અપનાવવી જોઈએ. 2013-1014 માં ભારત ભરમાં 200 થી વધુ ખેતરો પર BIR પદધતિના નિદર્શન કંપની દ્વારા યોજાયા તેમાં ભારત ભરના કૃષિ વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ જોઈને ભારત માટે (BIR) પદધતી યોગ્ય છે તેવું મંતવ્ય આપ્યું.
સરકારશ્રીના એક નિયમ એવો પણ છે કે નિયમ અનુસાર બીટી કપાસના પેકેટ સાથે કંપનીઓ નોન બીટી કપાસ અથવા તુવેર આપી શકે છે. અહીં તુવેરની પણ એક વાત નોંધીએ રેફયુઝ તરીકે જયારે તુવેરને લઈએ તો તુવેર ઉપર પોલી ફેગસ ઈન્સેકટ એટલે કે હેલીકોવરપા આાર્મિ જેરી આવતી નથી. ત્યારે બીટી કપાસની ખેતીનો રેફરઝનો સાચો અર્થ સરતો નથી. બીજુ કે તુવેરનો પાક મોનો ફેગસ ઈન્સેકટ (ગુલાબી ઈયળ) માટે રેફયુઝ તરીકે અસરકારક નથી અને ગુલાબી ઇચળ પ્રતિકારકતા કેળવી ન લે તે માટે રેફયુઝ માટે બીટી કપાસ સામે નોન બીટી કપાસ જ યોગ્ય ગણાય, માહિકો મોન્સાન્ટ બાયોટેક ઇન્ડિયા લી, એટલે એમએમબી આ માટે સતત શિક્ષણ દ્વારા આ પધ્ધતિ અપનાવાય તે માટે પ્રયાસો કરે છે, પણ હકીકત ઈ છે કે આપણે તે અપનાવતા ઇરછતા નથી ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આ બીટી ટેકનોલોજી લીધે ૬૦ લાખ ખેડુતો આ ટેકનોલોજી દ્વારા કપાસની ટેક્નોલોજીનો લાભ રહ્યા છે. ભારતનો કાપડ ઉદ્યોગ આ ટેકનોલોજીના લીધે વિકસ્યો છે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ લાખો લોકોને રોજી મળે છે અને દેશની આવકનો વધારો થાય છે. એટલે જ આપણને આ ટેકનોલોજીના લાંબા સમય સુધી ફળો મળતા રહે તેવું ઈચ્છતા હોઇએ તો સરકારે શું કરવું જોઈએ. મને લાગે છે કે તેમણે બીટી કપાસ સાથે નોન બીટી કપાસ જ આપવો જોઇએ અને એ પણ છુટા પેકેટ રૂપે નહિ પરંતુ પેકેટમાં રેફ્યુજ તરીકે જે વેરાયટીન બીટી કપાસ છે તે વેરાયટી (જાત) નું નોન બીટી આપીને સાતત્ય જળવાય રહે તેવો પ્રયાસ કરવો રહ્યો.