દેશી ગાયના બે લીટર દૂધને માટીના વાસણમાં ભરી દહીં તૈયાર કરો . તૈયાર દહીંમાં પિત્તળ કે તાંબાની ચમચી કે વાટકી ડુબાડીને મૂકી દો . તેને ઢાંકીને આઠ થી ૧૦ દિવસ સુધી મૂકી દો . તેમાં લીલા રંગના તાર નીકળશે . પછી વાસણને બહાર કાઢીને સારી રીતે ધોઈ લો . એ વાસણ ધોતી વખતે નીકળેલા પાણીને દહીંમાં મેળવી મિશ્રણ તૈયાર કરી લો . બે કિલો દહીંમાં ત્રણ લીટર પાણી ભેળવીને પાંચ કિલો મિશ્રણ બનશે . તે દરમિયાન તેમાં માખણ તરીકે કીટ નિયંત્રક પદાર્થ નીકળશે . તેને બહાર કાઢીને તેમાં વર્મી કમ્પોસ્ટ ભેળવીને ઝાડ છોડના મૂળમાં નાખી દો . ધ્યાન રાખશો તેના સંપર્કમાં કોઈ બાળક ન જાય . તેના પ્રયોગથી ઝાડ છોડ સાથે જોડાયેલા જંતુઓ અને જીવાત દુર થઇ જશે . છોડ નીરોગી બનશે . જરૂર મુજબ દહીંના પાંચ કિલો મિશ્રણમાં પાણી ભેળવીને એક એકર પાકમાં છંટકાવ થશે . તેના પ્રયોગથી પાકમાં હરિયાળી સાથે સાથે લાહી નિયંત્રણ થાય છે . પાકને પુષ્કળ પ્રમાણમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ મળતો રહે છે . તેનાથી છોડ છેલ્લા સમય સુધી સ્વસ્થ રહે છે .
માટીનું વાસણ જુનું વપરાયેલું લેવું
અથવા નવું એક દિવસ પાણીમાં પલાળી મુકવું.
આપણે જે છાસ કરવા ઉપયોગ કરતા એ ટાઈપ કાળું વાસણ સારૂં.
નવું પાણી નું ઝરણ થાય એવું ના ચાલે.