એક ગાય માતા ૧૫ વિદ્યા જમીન માટે ખાતર અને કીટ નિયંત્રણ દવા આપે છે.
ગાય માતાના ૧ ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ બેક્ટેરિયા છે. ૧૦ કિલો છાણમાં ૩૦લાખ કરોડ બેક્ટેરિયા થાય છે. અને જીવામૃત બનાવીએ એટલે દર વીસ મિનિટે તેની સંખ્યા બમણી થાય છે. બે દિવસમાં ગણી ન શકાય એટલા બેક્ટેરિયા થાય છે. જે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે.
જટપટ જાદુઈ ખાતર-જીવામૃત
જીવામૃત બનાવવાની રીત : ૧ એકર જમીન માટે (૧) છાણ ૧૦ કિલો (૨) ગૌ મૂત્ર ૫ લીટર (૩) ગોળ (દવા વગરનો) દેશી ૧ કિલો (૪) ચણા, મગ, અથવા અડદનો લોટ ૧ કિલો (૫) સેઢાની અથવા જાડ નીચેની માટી એક ખોબો (૬) પાણી ૨૦૦ લીટર.
૨૦૦ લીટર પાણીમાં ઉપરોક્ત વસ્તુ નાંખીને ત્રણ દિવસ સવાર-સાંજ સવારે આંટે હલાવવાનું, જમીનમાં ભેજ હોય ત્યારે અઢી વિદ્યા જમીનમાં છંટકાવ કરવો. અને ધારિયે પાણી આપતા હોઈએ તો અંગુઠા જેવી ધાર કરવી. ધીમે ધીમે આપવું. બેક્ટેરિયા (૧૦)ફૂટ નીચે જઈને સુષુપ્ત રહેલ અળસીયાને જાગ્રત કરીને ઉપર લાવે છે. આ જીવામૃત એક પાકની સીજનમાં ૪ વખત આપવું.