તલ

ઉનાળામાં તલની કઈ જાત વાવવા માટે પસંદ કરવી?

ગુજરાત તલ-2 અને ગુજરાત તલ-3 નું વાવેતર કરી શકાય. ગુજરાત તલ-2 ઉનાળા માટે વધારે અનુકુળ છે.

ઉનાળું તલનું વાવેતર ક્યારે કરવું?

ઉનાળું તલનું વાવેતર 15મી ફેબ્રુઆરીની આસપાસ કરવાથી સારૂં ઉત્પાદન મળે છે. વહેલું વાવેતર કરવાથી ઠંડી ને લિધે સારો ઉગાવો મળતો નથી તેમજ મોડુ વાવેતર કરવાથી કાપણી વખતે વરસાદ આવી જવાથી નુક્શાન થવાનો ભય રહે છે.

ઉનાળું તલમાં પિયત કેટલા આપવા તેમજ શું કાળજી રાખવી?

ઉનાળું તલમાં જમીનની જાત અને હવામાન આધારિત 9 થી 10 પિયતની જરૂર પડે છે. પ્ર્થમ ઓરવણાનું પિયત, બીજું વાવણી બાદ ચાર દિવસે સારા ઉગાવ માટે આછુ પિયત આપવું. ઉગાવો થઇ ગયા બાદ પિયત આપવામાં છોડ ડુબીના જાય તે ખાસ કાળજી રાખવી. ત્યાર બાદ પિયત જરૂરીયાત મુજબ 8 થી 10 દિવસના ગાળે આપવું. ફુલ આવવા, બેઢા બેસવા તથા દાણાના વિકાસ સમયે પિયતની ખેંચ ન જણાય તે રીતે  પિયત આપવા.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.